________________
ગાથા-૧૦૮
૨૪૫ કર્યો હોય તો પુણ્ય હોય તો કોઈ સ્વર્ગમાં જાય, માણસમાં જાય એની સાથે શું સંબંધ છે. એ
સ્ત્રી મરીને પશુ થાય ને પતિ મરીને સ્વર્ગમાં જાય એમાં શું છે. સ્ત્રી મરીને સ્વર્ગમાં જાય પતિ મરીને નર્કમાં જાય. જેને અર્ધાગના કહે આ અર્ધાગના ધૂળે ય નથી અર્ધાગના સાંભળને, મારું અડધું અંગ અને તારું અડધું અંગ એમ થઈને બેય અમે એક છીએ. આહાહા ! મારી નાખ્યા ! પરને પોતાનું માનીને કહે. આહાહા!
ઓલું કહ્યું'તું ને એક ફેરી ઘણાં વર્ષની વાત છે. ૮૬ ની સાલમાં ચોમાસું હતુ ને અમરેલી, અમરેલી-લીલાધરભાઈ તમારા મકાનની જોડે અપાસરો છે ને? ત્યાં ચોમાસું હતું ૮૬માં, એમના બાપ ત્યાં હતા તે વખતે. પછી ત્યાં આંહીં અમરેલી, શું કહેવું'તું? ત્યાં રહેતા ત્યાં એનું કાર્ય થાતું'તું કાંઈ, ગમે તે તો છતાંય તે કાર્ય અમે કરીએ છીએ એમ માનતા કે ભાઈ આ કાંઈ કરે છે હોં. મકાનમાં પાણી બાણી નાખતા નવું મકાન થતું'તું ને ત્યાં, કોણ કરે? કરનાર બીજો ને જાણનારો બીજો, કહેવું'તું કાંઈક બીજું, ના ના કરતા'તા ત્યાં એ તો કહી દીધી વાત.
પરની પર્યાયને હું કરું છું એવું કથન છે તે ઉપચાર છે, આરોપિત છે પરદ્રવ્યની જે સમયે જે પર્યાય થાય તે સમયે થવાની ત્યાં એ એના કારણે, એના દ્રવ્યથી થવાની, બીજાથી નહિ. ઉત્પત્તિ થતાં, જો કે ગુણદોષોને અને રાજાને વ્યાયવ્યપાકભાવનો અભાવ છે. તો પણ તેમનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. આહાહા !
સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી, આહાહાહા ! શું કહે છે? જે કર્મ બંધાય છે એને પોતાના સ્વભાવથી ગુણદોષોની ઉત્પત્તિ થતાં, કર્મમાં અશાતાઆદિ પડે ને શાતા આદિ પડે જશકીર્તિ પડે ને અજશકિર્તી બંધાય. આહાહા ! એ કર્મની પ્રકૃત્તિના ગુણદોષોને અને આત્માને નિમિત્ત-નિમિત્ત સંબંધ છે, પણ એથી કર્તાકર્મ છે નહિ. આહાહા ! એ અજ્ઞાનીને કારણે હોં, અજ્ઞાની જે રાગ ને જોગનો કર્તા થાય, એને નિમિત્ત સંબંધ છે. કર્તા તરીકે હોં, જ્ઞાની નિમિત્ત કહેવાય, પણ એ કર્તા નહીં. આહાહા ! સમકિતી હોય. વેપારી ધંધો સમકિતી, એ બેઠો હોય થડે એ આ લેવડ-દેવડ થાય એ ક્રિયાનો કર્તા નથી. એ તો જાણનાર છે, પોતે પોતાને જાણવાનું કામ કરે છે, એમાં ઓલો નિમિત્ત થાય છે, એ કાર્યમાં નિમિત્ત થાય છે એમ નહિ, પણ આ પોતાના જ્ઞાનમાં એ નિમિત્ત થાય છે. આરે ! આરે ! હવે આવી વાતું નિમિત્ત થાય છે એટલે કે એનાથી થાય છે એમ નહિ, જ્ઞાનીનું કામ જ્ઞાન તો પોતાનું સ્વપરપ્રકાશક પોતે પર્યાય પ્રાપ્ત થઈને પોતે કરી છે. આહાહા ! એમાં જે રાગ આવ્યો એનું જ્ઞાન થયું, પ્રકૃત્તિ બંધાશે એવો ખ્યાલ આવ્યો સાંભળવામાં, સાંભળીને પ્રકૃત્તિ તેનું જ્ઞાન થાય એનો કર્તા તો નહિ, પણ રાગ ને જોગનોય કર્તા જ્ઞાની નહિ. આહાહા!
પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને, પુદ્ગલના ગુણદોષ એટલે શું? પુદ્ગલને ગુણદોષ હોય? પણ પુગલમાં શાતાઆદિ બંધાય અને અશાતા બંધાય એ ગુણદોષ કહેવાય, જસકીર્તિ બંધાય એ ગુણ કહેવાય, અપજશકીર્તિ બંધાય એ દોષ કહેવાય. આહા ! તીર્થંકરપ્રકૃત્તિ બંધાય એ ગુણ કહેવાય અને નર્કનું આયુષ્ય બંધાય એ પરિણામને દોષ કહેવાય, એ એમ ઓલાને દોષ કહેવાય, પરમાણુને દોષ “ન' કહેવાય કહે છે. આહાહા ! બહુ આમાં ફેરફાર કરવાનો ઘણો પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને, પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને છે? અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ