________________
૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫
ગાથા-૧૦૮ ઉપર પ્રવચન जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो।
तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।।१०८ ।। ગુણદોષ ઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, 1 ગુણ શબ્દ અહીં 1
ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.! પર્યાય છે. ! ટીકાઃ- જેમ પ્રજાના ગુણદોષોને એમ નથી કહેતા? કે જેવો રાજા તેવી પ્રજા, એમ બોલે છે. (શ્રોતા- યથા રાજા તથા પ્રજા) એ તો કથન માત્ર છે, રાજા મહાપાપી હોય અને ઓલો અંદર ધર્મી હોય. એમાં શું થાય? ઈ તો કથન માત્ર, એમ કીધું, રાજા જેવો હોય એવી એની અસર પડે પ્રજામાં, રાજા એવી પ્રજા, એ નિમિત્તનું કથન છે. બાકી રાજા એ પ્રજા, રાજાની પર્યાય બીજી ને ઓલાની પર્યાય પ્રજાની પર્યાય બીજી છે. આહાહાહા ! છે?
પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે, શું કીધું? કે પ્રજા જે છે એ દોષ કરે છે એમાં વ્યાપ્ય એનું છે, અને વ્યાપક એ કર્તા છે. એનો પ્રજા, પ્રજા જે દોષ કરે છે એ દોષ એનો વ્યાપ્ય એટલે કાર્ય છે અને એનો કર્તા એ અજ્ઞાની આત્મા છે. વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે, સ્વભાવથી પ્રજાના પોતાના ભાવથી તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં એ પ્રજાના પોતાના ભાવથી, પર્યાય નિર્મળપર્યાય કે દોષ બેયની ઉત્પત્તિ થતાં, આહાહા ! જો કે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ છે. પ્રજાના ગુણની દશા ને અવગુણની દશા એને અને રાજાને અભાવ છે. રાજાને કારણે કાંઈ પ્રજા ગુણદોષ કરતી નથી. આહાહા ! છે? રાજાને અભાવ છે. શું કીધું ઈ? કે જેવો રાજા તેવી પ્રજા, એમ જે કહેવામાં આવે ને પ્રજાના ગુણદોષ રાજા છે, માટે થયા છે એમ નથી. આહાહા ! રાજા(ના) નર્ક જનારના પરિણામ હોય, પ્રજા મોક્ષ જનારની પર્યાયવાળી હોય. આહાહા !
દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. આ તો દૃષ્ટાંત, રાજા એવી પ્રજા, એ વ્યવહાર કર્યો એમ, વ્યવહારથી બોલાય છે એમ. વાસ્તવિક એમ છે નહિ. તેમનો પ્રજાના ભાવથી ગુણદોષની ઉત્પત્તિ થતાં પ્રજાના ભાવથી ગુણ ને અવગુણની ઉત્પત્તિ પ્રજાના ભાવથી છે, કાંઈ રાજાને કારણે નથી. જો કે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ છે. પ્રજાના ગુણદોષની પર્યાયને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે, એટલે કાર્ય ને કર્તાનો અભાવ છે. ગુણદોષનું કાર્ય રાજાથી થયું એમ નથી, તોપણ તેમનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. જોયું? નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવે છે. જેવી રાજા એવી પ્રજા. આહાહા !
(શ્રોતા – બાપ એવા બેટા) બાપ તેવા બેટા, એ બધી ખોટી વાત, બાપ હોય નર્કમાં જનાર હોય, દિકરો મોક્ષમાં જનાર હોય, બાપ હોય મોક્ષમાં જનારો હોય ને દિકરો નર્કમાં જનારો હોય. આહાહા! એનો બાપ હોય એવા બેટા હોય બધી વાતું એ તો, તીખા ક્રોધ, માન, કષાય સેવ્યા હોય તો એ મરીને એનો બાપ હોય એ ઢોરમાં જાય અને છોકરો રાગ મંદઆદિ