________________
૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્થિતિરસ પડે છે એ ઉપચાર છે, વ્યવહાર પરિસમાવે છે એને ને કર્મપણાની અવસ્થારૂપે પરિણમાવે છે ઉપજાવે છે ઇત્યાદિ કહેવું તે ઉપચાર માત્ર છે. આહાહા ! હવે પૂછે છે કે ઉપચાર કઈ રીતે છે? એનો કોઈ દષ્ટાંત આપો તો અમને સમજાય એમ કહે છે.
જયસેનાચાર્યની ટીકામાં દ્રવ્ય-ગુણ-પર્યાય આવે છે. તો એમ જ કોઈ વખતે એવો અર્થ કર્યો હતો કેઃ “કારણપર્યાય' છે ને ત્રિકાળ ! શું કહ્યું? ફરીઃ દ્રવ્ય ત્રિકાળ છે ધ્રુવ, શુદ્ધ પરિપૂર્ણ ગુણ પણ પરિપૂર્ણ શુદ્ધ ધ્રુવ છે. અને એક કારણપર્યાય ઉત્પાદ-વ્યય વિનાની એ પણ ધ્રુવ છે. એ કારણપર્યાય છે. પણ તે આ ઉત્પાદ-વ્યયવાળી નહીં. નિયમસાર' ૧૫મી ગાથામાં એ (વિષય) આવ્યો છે. સમજાણું કાંઈ ? અનંતગુણ છે; એની પર્યાય “કારણપર્યાય” છે ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ કેમ? ૨૦૦૨ ની સાલમાં સ્પષ્ટ કર્યું હતું કે, જેમ ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ એ ચાર (દ્રવ્યની) પર્યાય પારિણામિકભાવની એકધારાવાહી છે. – શું કહ્યું? ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ; એની જે પર્યાય છે પારિણામિકભાવની (તે) એકધારા (રૂપે છે). ત્યાં તો કોઈ બીજો ભાવ નથી, એકધારીસરખી (પર્યાય છે). ત્યારે પર્યાય, ગુણ અને દ્રવ્ય મળીને દ્રવ્ય છે. તો એમ આત્મામાં એવી એકધારાવર્તી પર્યાય ક્યાં આવી? ઉત્પાદ-વ્યય ( રૂપપર્યાય) માં તો સંસારની વિકૃત અવસ્થા છે; મોક્ષમાર્ગમાં અપૂર્ણ શુદ્ધઅવસ્થા છે; અને મોક્ષમાં સંપૂર્ણ શુદ્ધઅવસ્થા છે. એ તો પર્યાયમાં ભેદ પડી ગયો, એકધારા ન રહી. –આ વાત, નિયમસાર” ગાથા: ૧ થી ૧૯ સુધીનાં વ્યાખ્યાન (૨૦૦૨ માં થયાં તે પ્રકાશિત થયાં છે) એમાં લીધી છે. એક મોટો નકશો બનાવ્યો હતો. (તે વિષે બે મોટા વિદ્વાનોને) પૂછયું, પણ કાંઈ સમજ્યા નહીં. તો બીજા (લોકો ) શું સમજશે? એટલે નકશો મૂકી દીધો. ત્યાં “કારણપર્યાય' ધુવને બતાવવો છે. જેનું દ્રવ્ય ધ્રુવ છે ત્રિકાળ, એવો ગુણ ધ્રુવ છે એવી, ઓલી (ધર્માસ્તિકાય આદિ) ચાર દ્રવ્યમાં એકસરખી પર્યાય છે એવી, આ આત્મામાં એકસરખી (કારણપર્યાય છે). પણ એ તો ઉત્પાદ- વ્યયવાળી પર્યાય નથી. ઘણો સૂક્ષ્મ (વિષય) છે, ભાઈ ! ઉત્પાદવ્યય (પર્યાયમાં) તો વિકૃતિ છે, અપૂર્ણ શુદ્ધતા છે, પૂર્ણ શુદ્ધતા છે એવા ભેદ છે, એકધારા આવી નહીં. તો આત્મામાં દ્રવ્ય-ગુણની એકધારા ( રૂ૫) પર્યાયવિના પૂર્ણ દ્રવ્ય કેવી રીતે હોય? તો “નિયમસાર” ૧૫ મી ગાથામાં લીધું કેઃ (જેમ) જે આખો દરિયો છે દરિયો, એની જે સપાટી એકસરખી છે. તેમ એ જે એક સામાન્ય દ્રવ્ય ત્રિકાળ છે તેમાં, અર્થાત્ આ સામાન્ય દ્રવ્ય-ગુણ છે તેમાં, એક “કારણપર્યાય' એકસરખી સપાટી છે. (પણ) (એ) ઉત્પાદ-વ્યય ( રૂ૫) નથી ! ઝીણી વાત છે. સમજાણું કાંઈ ? ભાઈ શીતલપ્રસાદે લીધું છે કેઃ દ્રવ્ય, ગુણને પર્યાયથી આમાં એકાગ્ર થવું, એ કારણપર્યાય. (પણ એ અર્થ અહીં બરાબર નથી, કેમકે) “એમાં એકાગ્ર” તો એ તો નવી ( ઉત્પાદરૂપ) પર્યાય થઈ. અને ઓલી (કારણપર્યાય) તો ત્રિકાળ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ધારાવાહી, ઉત્પાદ-વ્યય વિનાની છે. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૭૫-૧૭૬, નિયમસાર શ્લોક-૧૦૯)]