________________
૨૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫
હોવાને લીધે, એ ૫૨માણુમાં જસકીર્તિ બંધાય, શાતાવેદનીય બંધાય, તીર્થંકરપ્રકૃતિ બંધાય, આહારક શરી૨ બંધાય, પ્રકૃત્તિમાં હોં, અને અજ્ઞાનથી અપજશકીર્તિ બંધાય, નર્કગતિનું આયુષ્ય બંધાય એ બધા દોષ કહેવાય, એ પુદ્ગલના દોષ ને ગુણ એ પુદ્ગલ કરે છે. અરેરે ! સમજાણું કાંઈ આમાં ? છે ?
પુદ્ગલદ્રવ્યના દોષોને અને પુદ્ગલને વ્યાવ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ ભાવથી જ પુદ્ગલદ્રવ્યના પોતાના જ ભાવથી તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં પ્રકૃત્તિનો, કર્મનો તે પર્યાય તે કાળે પ્રાસ થવાનો છે તેને તે પ્રકૃત્તિ કરે છે, આત્મા નહિ. આમ ઉત્પત્તિ થતાં જો કે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકનો અભાવ છે. કર્મની પ્રકૃત્તિના શાતાઆદિ બંધાવી કે અશાતાપણું થવું જશકીર્તિ, અપજસકીર્તિ ને વ્યય એવા ગુણદોષોને અને જીવને વ્યાવ્યવ્યાપકભાવનો અભાવ છે, એટલે કે કર્તાકર્મનો અભાવ છે એ પર્યાય કાર્ય ને આત્મા કર્તા એમ તો છે નહિ. તોપણ તેમનો ઉત્પાદક જીવ છે એવો ઉ૫ચા૨ ક૨વામાં આવે છે. ઉપચાર કરવામાં, નિમિત્તનું જ્ઞાન કરાવવા, આરોપ છે. ઉપચાર એટલે આ દવા કરે ઉપચારને એ છે ? એ ય દવા કરવી એ ઉપચાર છે, મટવું ન મટવું એ એની પર્યાયને આધારે છે. ઉપચાર કહે છે ને, ઉપચા૨ કંઈક કરો, ઉપચાર કરો એટલે વ્યવહાર કરો ત્યાં તો થવાનું હશે તે થાશે. એ કાંઈ દવાથી ન્યાં રોગ મટી જાય છે ? આહાહા ! આવું કામ બહુ આકરું લોકોને એવો ઉપચાર કરવામાં આવે છે. આહાહા ! ભાવાર્થ:- જગતમાં કહેવાય છે, કે જેવો રાજા તેવી પ્રજા. એમ બોલાય છે ને ? એ તો ઉપચારનું કથન છે. ક્યાંના રાજા ને ક્યાં પ્રજા. આહાહા ! રાજા મુસલમાન હોય માંસ ખાતો હોય પ્રજા આર્ય માણસ હોય ને દારૂ–માંસને અડતી ય ન હોય પ્રજા, પણ બહારથી નિમિત્તથી એમ કહેવાય ભાષા, આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. ઓલા કર્મ હારે મેળવવું છે. આમ કહીને પ્રજાના ગુણદોષોનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવાય, તેવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોનો એ પ્રકૃત્તિમાં જે જશકીર્તિ અપજશકીર્તિ આદિ બંધાય એનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. આહાહાહા ! એ ૫૨માર્થદૃષ્ટિએ જોતાં તો તે સત્ય નથી, એ સાચું નથી. આહાહા !
શરીરની પર્યાય મુંબઈથી આંહીં આવવાની થઈ એ ૫૨માણુની પર્યાય છે એ પર્યાયનો કર્તા એ ૫૨માણું છે. ( પ્લેન નહીં ) એ પ્લેન ફલેનનું કાંઈ નથી, એ ૫રમાર્થ નથી. કીધું ને એ સત્ય નથી. એ ગાડીમાં આવ્યા કે પ્લેનમાં આવ્યા એ સાચું નથી એ એમ કહે છે. આવું છે. નિમિત્તના કથન છે એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને ઉત્પન્ન કરના૨ જીવને કહેવામાં આવે છે. જેમ પ્રજાના દોષોને રાજાના કહેવામાં આવે એમ કર્મમાં થયેલી પર્યાયના ગુણ અવગુણની દશા એને આત્મા વડે ક૨વામાં આવે એ ૫૨માર્થ દૃષ્ટિએ જોતાં એ સાચું નથી. વસ્તુની સ્થિતિથી જોતા એ વાત સાચી નથી. ( શ્રોતાઃ- શાસ્ત્રમાં લખ્યું છે ને ? ) શાસ્ત્ર બાસ્ત્ર કોણ લખે ? શાસ્ત્રમાં અક્ષરની પર્યાય થાય છે તેનો કર્તા એ અક્ષર છે. આહાહા ! એ પ્રાપ્ય એનું છે. એ ૫૨માણું તે વખતે ને અક્ષ૨૫ણે પરિણમવાના હતા તે થયા છે. કલમથી થયા નથી, લખનારે કર્યા નથી. આહાહાહા ! છાપનારે છાપ્યું નથી. છાપનારે રાગ કર્યો છે. એને હું છાપું એવું અભિમાન કરે છે. આવું કામ છે. વિશેષ કહેવાશે.( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )