________________
૨૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આમ જવાનું જે પ્રાપ્ય કાર્ય હતું તેને પરમાણું પહોંચી વળ્યા છે. ઓલા કહે મેં આમ આમાં આપ્યા એ વાતમાં માલ કાંઈ નથી. આવું છે. એટલે એક ગાથાનો ઘણો ઉપચાર કરી નાખ્યો. પ્રાપ્ય, વિકાર્ય, નિર્વત્થ નાખ્યું. ૭૬, ૭૭, ૭૮, ૭૯ માં. આહાહા !
તે સમયે ક્રમમાં પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ, પરિસ્થિતિ પ્રવર્તવાનો કાળ જ છે એનો. એની જન્મક્ષણ જ એ છે. આહાહાહા ! જે એ કર્મની પર્યાય ઉત્પન્ન થઈ તે ઉત્પન્ન થવાનો એનો જન્મક્ષણ છે. આત્માએ એને કર્મની પર્યાયને ઉપજાવી એમ નથી. આહાહા ! આંહીં તો આખો દિવસ મુંબઈ જાઓ તો, ઓહોહોહો.. ધમાલ ધમાલ ધમાલ આખો દિ' મોહમયી નગરી–આ કર્યું ને આ કર્યું ને ઓલા સટ્ટાવાળાને એક ફેરી જોયું'તું ભાઈ શેર બજાર નહિ ઓલું દરિયાને કાંઠે સટ્ટાનું કરતા”ને, કોલાબા કોલાબા એક ફેરી જોયું'તું, હું એ માલ લેવા ગયેલો ને અમારી દુકાનનો પાલેજથી માલ લેવા ગયેલો, એમાં એક મારવાડી હતો ધમાલ ધમાલ કરતો એ આનો આ ભાવ છે, એનો આ ભાવ છે. આમ કરો, ગાંડ ગાંડા લાગે પણ એ વાત તો અડસઠ પહેલાંની વાત છે, સંવત-૬૮ એ પહેલાંની વાત આ બધી કોલાબા હતા ને અને ત્યાં લંડનથી તાર આવતો પછી એ ઉપરથી આ લેવડદેવડ કરે, એવું હતું કામ તે દિ' ની વાત છે, પણ એક મારવાડી હતો એ તે પણ આમ તમારે ઢીંચકો હતો. આ કરો, આમ કરો, તેમ કરો, શું કરે છે કીધું આમ. આ બધા ગાંડા, માળા લીધા દીધા બહુ કરે.
એ ભાષા થાય છે એ આત્મા કરતો નથી એમ કહે છે. એ ભાષા થાય છે અને પરમાણું પહોંચી વળે છે એના પ્રાયને. આહાહાહા ! એ આત્મા ભાષા કરે છે એમ કહેવું એ તો ઉપચાર ને વિકલ્પનું કલ્પનાનું કથન છે, વાસ્તવિક છે નહિ. આહાહાહા ! બહુ નાખ્યું છે આમાં તો, આ કેમ કે આંહીં જેવો જોગ ને રાગનો કર્તા અજ્ઞાની છે, એથી તેને કર્મબંધન થાય છે, તે કર્મબંધન ને સ્થિતિના જે પ્રકૃત્તિ પ્રદેશ છે, એનું કાર્ય તો એનું એણે કર્યું છે, છતાં આ આત્માએ કર્યું એમ કહેવું એ વ્યવહાર ને ઉપચાર છે, કલ્પના છે ખરેખર તો. આહાહા!
જુઓ આ ચશ્મા છે ને? આમ થયો એ આંહીં થવાનું એનું પ્રાપ્ય અવસ્થા થવાની હતી, તેથી આંહીં ઊંચે આવીને એ પોતે થયું છે, એ પ્રાપ્ય છે એનું. (શ્રોતા – ચમા ઉંચા આંગળીથી થયા છે) આંગળીથી થયું નથી. આહાહા ! એનું પ્રાપ્ય જ એ વખતે એ હતું કે પોતે આંહીં બદલીને અહીં આવ્યું, એ વિકાર્ય પણ એનું હતું. અને ઉપજ્યુ, નિર્વત્થ એ એનું હતું એના કાર્યને આત્માએ કે આંગળીએ કર્યું એ નિમિત્તના કલ્પનાના કથનો છે. આહાહા! ( એ કલ્પના અવસ્તુ છે કે વસ્તુ છે?) કલ્પના છે, કલ્પના મિથ્યાત્વની કલ્પના છે. પણ મિથ્યાત્વની કલ્પના એ પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્યે એનું છે. આહાહા ! એ કલ્પના પરને માટે કહેવું તે ઉપચાર છે એમ કહેવું છે. એ પર પ્રકૃતિ ને સ્થિતિ, અનુભાગ પડયા એને આત્માએ કર્યું એમ કહેવું ઉપચાર છે, પણ પોતે રાગદ્વેષ ને જોગને કર્યો એ તો યથાર્થ છે, અજ્ઞાનભાવે, અજ્ઞાનભાવે અશુદ્ધ ઉપાદાને કર્યું એ અજ્ઞાનભાવે બરાબર છે. ઝીણું બહુ ઝીણું.
૧૦૭ મી ગાથાનો ભાઈએ પહેલાં હતા ફુલચંદજી “જૈન તત્ત્વ મીમાંસા” અહીંયા આવ્યા'તા, એમ કહે બીજાના કાર્ય તો સ્વતંત્ર એનાથી થાય પણ જોડવાળો છે એનાથી થાય એમ કહેવું એ કલ્પના ને ઉપચાર છે. આ ગાથાનો ન્યાય આપેલો નવા તત્ત્વ મિમાંસામાં કે