________________
ગાથા-૧૦૭
૨૩૯
છે કે હું તો જ્ઞાતાદેષ્ટા છું. તેથી તેના પરિણામ બંધમાં નિમિત્ત થાય એ નથી, એને બંધ જ નથી. આહાહા!
ધર્મી જેને આત્મા શુદ્ધ ચેતન્યમૂર્તિ છે, શુદ્ધ ચૈતન્ય ભગવાન છે, એવું જ્યાં ભાન થયું છે ધર્મીને, તે ધર્મીના પરિણામ વીતરાગી પરિણામ હોય છે, કે જેથી તેને બંધન થાય, અને નિમિત્ત થાય એવું છે નહિ. હા ! ધર્મી જીવને આત્મા જ્ઞાયકસ્વરૂપ છે એવું શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ છું એવું ભાન છે, એને એ વખતે રાગ થાય ને પ્રકૃત્તિ પણ થોડી બંધાય, પણ છતાં તે રાગ અને પ્રકૃત્તિ તે આના જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાન તો પોતાથી થયું છે. સમ્યગ્દર્શનમાં જ્ઞાન પોતાથી આત્માથી થયું છે, છતાં તે જ્ઞાન ઉપાદાન પોતાથી થયું, છતાં આ જે પ્રકૃત્તિ ને પ્રદેશ ને રાગ આદિ છે એ શાનમાં નિમિત્ત કહેવાય છે, આ પ્રકૃત્તિ પ્રદેશમાં આત્મા નિમિત્ત છે એ નહિ, જ્ઞાનીનો આત્મા નિમિત્ત છે એ નહિ. આહાહાહા ! અજ્ઞાનીનો આત્મા જે જોગ ને રાગને કરે છે અજ્ઞાની, એને જે પ્રકૃત્તિની સ્થિતિ પડે છે એમાં એ જોગ ને રાગ નિમિત્ત છે, પણ એ નિમિત્તથી કહ્યું કે આ જોગ ને રાગને લઈને આ પડે છે, એ વ્યવહાર છે. આહાહાહા ! આમાં નવરાશ લે ને નિવૃત્તિ લે ત્યારે થાય એવું છે એમ ને એમ આ કાંઈ... વીતરાગ મારગ ઝીણો બહુ. ઇરિયા, વીરિયામાં આવે છે ને ? ઇચ્છામિ પડિક્કમણામાં, ઠાણા ઉઠાણમ્ જીવીયા ઉ વોવિયા તસ્સમિચ્છામિ દુકડમં ને એ આવે છે? એ ક્યાં અર્થની એ ખબ૨ ભાન છે ? કહે છે ઘડીયો હાંક્ય જાય ને કોઈ જીવને કે કોઈને એક સ્થાનથી બીજે સ્થાને મૂકયો હોય, તો આંહીં કહે છે કે એ એક સ્થાનથી બીજે સ્થાન તું મૂકી શક જ નહિ. આહાહાહા ! એ જીવને એક સ્થાનેથી બીજે સ્થાને જાય એ, એ જીવની પર્યાય છે એ જાતની એને લઈને આમ બીજે ગયો છે, તેં આંહીંથી જીવને આમ હડસેલ્યો માટે આઘો ગયો છે એમ નથી. ( શ્રોતાઃ- સાચવીને લેવો ને મૂકવો એવો પાઠ તો આવે છે) એ તો નિમિત્તના કથન કોણ સાચવે ને કોણ લ્યે, એ તો જતના રાખવાનો ભાવ આવ્યો બાકી. ( શ્રોતાઃ– સામેથી એ તો એમ કહે છે) શાસ્ત્રમાં એવો પાઠ આવે છે નીચે જીવ હોય તો પગને ઊંચો કરવો, પગ ઊંચો કરી શકે છે આત્મા ? કરી શકે નહિ ભાઈ, આંહીં તો ફક્ત ત્યાં પ્રમાદ ન થાય એટલું બતાવવા સાટુ વાત કરી છે. આકરું કામ બહુ બાપુ, અત્યારના સંપ્રદાયથી તો આખી વાત જુદી છે. આહાહા ! વીતરાગ મારગ એવો ઝીણો. આહાહા !
આંહીં તો, આંહીં જોગ ને રાગ હોય એના પ્રમાણમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ પડે, છતાં તે અનુભાગ કર્મની સ્થિતિ અનુભાગનું પ્રાપ્ય કર્મ એ આત્માનું નહિ, એ કર્મનું છે. આહાહા ! છતાં નિમિત્ત દેખીને કહેવું કે આની સ્થિતિથી આને આમ કર્યું, એ તો ઉપચાર વ્યવહા૨ આરોપ છે, આરોપીત કથન છે યથાર્થ કથન નથી. આહાહા !
એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે, ઉપચાર એટલે આ દવા કરે ને ઉપચાર કરે એ હશે ? કેમ દવા કરે છે ત્યારે નથી ઉપચાર કરતા, એમ નહિ, આંહીં ઉપચાર એટલે વ્યવહાર, કલ્પના, છે નહિ એને કહેવું, કલ્પના છે. આહાહા ! મોટા ઉદ્યોગપતિ થાય છે, આ ધંધા કરે. પોપટભાઈના બાપા પાસે ક્યાં હતું આવું બધું આવું, અત્યારે બધું થઈ ગયું કરોડો રૂપિયા છે આ ધ્યાન રાખીને મેળવ્યું નહિ હોય ? વેપાર. હૈં? આહાહાહા ! એ ૫૨માણુઓ જે ઠેકાણે જવાના હોય તેના કાર્યનો કર્તા એ ૫૨માણું છે. આરે ! આરે ! જડ તેનું પ્રાપ્ય છે. તે કાળે તે