________________
૨૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઉપજાવતો નથી, એ પર્યાયને એ આત્મા ઉપજાવતો નથી. એટલે કે કરતો નથી. બાંધતો નથી. આહાહાહા! અનુભાગ બંધ થાય એને એ બાંધતો નથી. આહાહા!
એક રૂપિયો છે ને? આ રૂપિયો આપ્યો એટલે આમ. હવે કહે છે કે એ રૂપિયાના પરમાણુની જે દશા એ વખતે આમ જવાની અવસ્થા એ એનું પ્રાપ્ય છે, અને આંહીં તે આવી ગયું એટલે હતું વિકાર્ય દશા થઈ પલટી, અને તે વખતે તે ઉપજી. એ પૈસા નોટ દીધી ને ગઈ આમ એની પર્યાયનો કર્તા આત્મા નથી, પણ આંહીં એને (નોટ) દીધી માટે ગઈ એમ નથી, આવું છે કહો રમણીકભાઈ ! ડોહાએ આ સાંભળ્યું નહોતું ત્યાં તમારે-આહાહા ! આવો મારગ.
જુઓ આંગળી છે ને આ, આમ થઈ, હવે એ થઈ એની પર્યાય તે આમ થવાની હતી તે થઈ છે, તેને પરમાણું પહોંચી વળે એ પ્રાપ્ય કહેવાય, અને આમ હતી ને આમ થઈ એ બદલ્યું એટલે વિકાર્ય કહેવાય અને થઈ છે તે જ ઉપજી છે એ નિપજી છે એ એના કારણે એ આત્માના કારણે, આત્માએ એને આંગળીને હલાવી ત્રણ કાળ ત્રણલોકમાં નહીં. (શ્રોતા:- મડદા તેની આંગળી હલાવે?) મડદાના પરમાણું અંદર પર્યાયે પરિણમે છે એની. આહાહાહા ! આવું છે. બહુ ટૂંકું નાખ્યું. પુદ્ગલદ્રવ્યકર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી પરમાણુની પર્યાય પલટાવીને પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી.
વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ હોવા છતાં આત્મા એ કર્મની પર્યાયમાં કાર્યકારણનો અભાવ હોવા છતાં, કર્તાકર્મનો અભાવ હોવા છતાં પણ પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ય એવા પુદ્ગલદ્રાવ્યાત્મકકર્મને આત્મા ગ્રહે છે, એ બધો વ્યવહાર કહેવામાં આવે છે. ઉપચાર છે, ખરુંખરું સ્વરૂપ છે નહિ. આહાહાહા !
આ રોટલી છે રોટલી, એનું બટકું થઈને આમ મોઢામાં આવે, તો કહે છે કે એ રોટલીના પરમાણુઓ જે છે, એનું બટકું થયું ને કટકો, અહીં એ વખતે એ પ્રાપ્ય એ અવસ્થા થવાની હતી, કટકો રોટલીનો થવાનો હતો એ પ્રાપ્ય, એને એ પરમાણું રોટલીના પરમાણુ, પ્રાપ્ત કરે છે. આહાહાહા ! અને અહીંથી આમ આવ્યું એ પર્યાય બદલી એ પણ પરમાણુએ બદલાવી છે, હાથે નહિ. અને તેમાં નિપજી છે એ પરમાણુની અવસ્થા આંહીં ટુકડા થવાની એ પરમાણુએ નિપજાવી છે, દાઢે નહિ, હાથે નહિ, મોઢે નહિ. આરે આવું બેસવું કઠણ પડે. મારગ એવો છે બાપુ! ભગવાન તો છે, એ તીર્થકર એને તો અનંત દ્રવ્ય દેખ્યા છે. ભગવાન ત્રિકાળ સર્વજ્ઞ છે પરમેશ્વર છે જિનેશ્વર છે એણે તો એક સમયમાં ત્રણકાળ ત્રણ લોક જોયા છે તો ત્રણકાળના જોનારાએ આ જોયું એણે, કે જગતના પરપદાર્થના જે કાર્ય થાય છે તેનાથી થાય છે બીજો એમ કહે કે મારાથી થયું એ તો વ્યવહારનું કથન, ઉપચારનું કથન છે, વાસ્તવિક છે નહિ. આહાહાહા !
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવા પુદ્ગલદ્રાવ્યાત્મક કર્મને આત્મા પ્રહે છે, જો પરિણમાવે છે, અનુભાગ આવ્યો, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે. આમ પાંચ બોલ છે. એવો જે વિકલ્પ ખરેખર તો એ ચારમાં કરે છે એમ લેવું. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ ચારને કરે છે એટલે ઓલા પાંચ બોલ થઈ ગયા, સમજાય છે કાંઈ ? આહા! બાંધે એવો જે વિકલ્પ છે અજ્ઞાનીનો એવો જે વિકલ્પ છે કે આ પરમાણુની પર્યાયમાં હું છું, તે થયા, હું નિમિત્ત છું ને? જોગ કષાય મારો નિમિત્ત છે ને માટે ત્યાં થયું. આ વાત તો અજ્ઞાનીની છે, જ્ઞાનીને તો આત્મસ્વરૂપનું ભાન