________________
૨૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામ હતા દેવ, ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પરિણામ એને આંહીં નિમિત્તે કહેવું. સમજાણું? એની અપેક્ષાએ આ ઉપાદાનમાં આને નિશ્ચય કહેવું. સમજાણું કાંઇ? અને સાધનનું સાધ્ય કીધું છે એ આ અપેક્ષાએ. સાધ્ય તો સાધ્યથી છે, સાધન ઉપચારથી કહ્યું છે, વ્યવહારરત્નત્રય સાધન ને નિશ્ચય સાધ્ય, એ તો ઉપચારથી કહ્યું છે. આહાહાહા ! યથાર્થ સાધન છે નહિ. એ આંહીં કહે છે. હવે ૧૦૭ વિશેષ કહેશે લ્યો.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ)
અહીં તો એવું નથી, પ્રભુ! અહીં તો જુઓઃ કાળલબ્ધિ ને ક્રમબદ્ધ એ પર્યાયમાં થાય છે ને ? તો પર્યાયનો નિર્ણય ક્યારે થાય છે? કેઃ દ્રવ્યનો આશ્રય લે ત્યારે નિર્ણય થાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. સમજાણું કાંઈ ? એક ન્યાય કરી ફેરવે તો અંદર (તત્ત્વ) બધું ફરી જાય એવું છે. એમ કે અમારે તો ક્રમબદ્ધ આવશે ત્યારે (સમકિત) આવશે. પણ એ ક્રમબદ્ધ આવશે” એનો નિર્ણય છે તને? “હું કરું હું કરું. હું કરું” – એવી તો બુદ્ધિ છે, તો “ક્રમબદ્ધમાં આવશે” એ નિર્ણય ક્યાંથી આવ્યો? ક્રમબદ્ધમાં તો કર્તા બુદ્ધિ ઊડી જાય છે. ક્રમબદ્ધમાં તો જ્ઞાતા દ્રષ્ટાબુદ્ધિ થઈ જાય છે. આહા... હા! ભાઈ ! એમ છે. (શ્રોતા:) ક્રમબદ્ધ જ જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરે છે! (ઉત્તર) એ ક્રમબદ્ધનો નિર્ણય કર્યો એમાં સમ્યગ્દર્શન અને જ્ઞાન અંદર સ્વભાવ તરફ આવ્યા. (શ્રોતાઃ) આપે કહ્યું કે ક્રમબદ્ધનું જ્ઞાન તો અક્રમ ઉપર લક્ષ જાય તો; તો એનું લક્ષ જયારે જાય એ પણ ક્રમબદ્ધમાં આવે ને ? (ઉત્તર) પણ (એ) ક્રમબદ્ધમાં નિર્ણય શો? એ નિર્ણય પણ કર્યો કોણે? ક્રમબદ્ધની વાતો કરવી છે એને? (શ્રોતા:) નિર્ણય કરવામાં એવો ક્રમ આવે? (ઉતર ) ક્રમ આવે, તો (પણ) નિર્ણયનો પુરુષાર્થ કરશે ત્યારે એને ક્રમબદ્ધનો નિર્ણય થશે. એ તો કહ્યું ને..! કાળલબ્ધિમાં પણ એ છે કે-કાળલબ્ધિનું જ્ઞાન ક્યારે થાય છે કે, જ્યારે પોતાના સ્વભાવસભુખ પુરુષાર્થ- “આ હું ધ્રુવ, પૂર્ણાનંદનો નાથ, શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળથી ત્રિકાળ શુદ્ધ છું,' એવો પુરુષાર્થ-કર્યો ત્યારે, ક્રમબદ્ધ (નો નિર્ણય થયો) અને કર્તાપણાની બુદ્ધિ છૂટી ગઈ. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૫૩, નિયમસાર ગાથા-૭૭ થી ૮૧)