________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનાવરણાદિકર્મ પરિણામે પોતે પરિણમતા, “જ્ઞાનાવરણાદિકર્યપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય” આહાહા ! અહીંયા પુદ્ગલદ્રવ્ય પરિણમે છે કે અજ્ઞાનીનો આત્મા ત્યાં પરિણમે છે ? ( શ્રોતાઃ- પુદ્ગલદ્રવ્ય પોતે પરિણમે છે) એ પોતે જ પોતાનો સ્વયંકાળ છે એનો, કર્મ પરિણામે પોતે નહિ પરિણમતા, કર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે. આહાહા ! જ્ઞાનાવરણી કર્મ કરવામાં આવતા, પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવ૨ણી કર્મ ક૨વામાં આવતા. આહાહાહા ! ઓલો અધિકાર આવે છે ને ? અનાથી મુનિનો એમાં એક ગાથા છે એમાંથી લેવ૨ાવે બધા “અપ્પા કત્તા વિકત્તાએ” આત્મા કર્મનો કર્તા છે, ને આત્મા કર્મનો ભોક્તા છે, એ તો ભાવકર્મને કરે અજ્ઞાનભાવે, એનો ભોક્તા એમ છે, ૫૨નો કર્તા ને ભોક્તા એ ત્રણકાળમાં છે નહિ.
૨૩૦
જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ ક૨વામાં આવતા, એ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા. એવા આત્મા વિષે. આહાહા ! જ્ઞાનાવરણાદિપણે અજ્ઞાની પરિણમે છે ? એ તો પરિણમે છે એ તો રાગ અને અજ્ઞાનભાવે, પણ આ જે થયું છે એ તો પુદ્ગલ પોતે જ્ઞાનાવરણીપણે પરિણમ્યું છે.
આહાહાહા!
‘છ’ કા૨ણે જ્ઞાનાવ૨ણી બંધાય, એમ આવે છે ને ? આહાહા ! ન્યાં ‘છ’ કારણે બંધાય. એય પંડિતજી ! આ પણ ઇ કહે છે કે નિમિત્ત થાય એને લઇને બંધાય, એ પરિણમે નહીં એમ કહે છે. આહાહા ! છ કા૨ણે જ્ઞાનાવરણી બંધાય, છ કા૨ણે દર્શનાવ૨ણી બંધાય, એમ દરેક કર્મના બંધનના પરિણામ છે, પણ એ પરિણામ કર્મરૂપે પરિણમે છે એમ નહિ. આહાહાહા !
આ ‘જ્ઞાનસાગર’માં, જામનગરવાળાનું ‘જ્ઞાનસાગર' જોયું છે જ્ઞાનસાગર જામનગરનું, પુનાતરનું પહેલું ૬૮ માં એ મળ્યું'તું ‘જ્ઞાનસાગર' છે. પુનાતરથી બનાવેલું એમાં બધા થોકડાઓ આ બધા છે, છ પ્રકારે જ્ઞાનાવરણી બંધાય, છ પ્રકા૨ તેં કર્યા માટે જ્ઞાનાવરણી બંધાય એમ, એ આંહીં ના પાડે છે. એ તો ઉપચારનાં કથન છે. આહાહાહા ! પણ એ છ કારણનું જ્ઞાનની અશાતના ને એ નિન્દ્વવ છ ગુણ, અહીં બોલ્યાને, છ બોલ, એ ન કર્યા હોત તો કર્મ બંધાત ? પણ એ ન કર્યું હોત તો ન બંધાત એ પ્રશ્ન જ અહીંયા કયાં છે? આંહીં તો બંધાયેલું છે એમાં નિમિત્ત કોણ છે ? અને નિમિત્ત હોવા છતાં તે કર્મપણે ઇ પરિણમતો નથી, પરિણમે છે પોતાનાં અજ્ઞાન ને રાગદ્વેષ ભાવે. આહાહા ! આવું છે. આકરું.
પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતા આઠે ય કર્મ હોં. આહાહાહા ! દર્શનમોહ્રપણે કર્મ પરિણમે, એ પુદ્ગલ પોતે પોતાથી પરિણમે છે, ફક્ત મિથ્યાત્વ એમાં નિમિત્ત છે. આહાહા ! ( શ્રોતાઃ- પણ મિથ્યાત્વ સ્વભાવ ન હોત તો ? ) એ પ્રશ્ન, એ જ વાંધા છે ને ? ન હોત તો ? પણ છે હવે એનો પ્રશ્ન શું? છે એને અહીં છે, અહીં દર્શનમોહ મિથ્યાત્વમાં પરમાણુની પર્યાય બંધાય છે, એને નિમિત્ત કોણ ? કહે અજ્ઞાનીનું મિથ્યાત્વ. આહાહા ! એ પ્રશ્ન થયો'તો ને રાજકોટ થયો'તો એ જ્યારે મંદિર થયું ને ત્યારે એમ કે મૂળશંક૨ભાઈએ પ્રશ્ન કર્યો'તો એમ રાગ ન હોત તો બંધાત ? માટે એટલો રાગ થયો તો બંધાણું ને ? એમ પ્રશ્ન હતો. તે દિ' કીધું એમ નથી. ન હોત તો, બંધાત એ પ્રશ્ન જ નથી. અહીંયા