________________
૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫
ગાથા-૧૦૬
कथमिति चेत्
जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कदं णाणावरणादि जीवेण।।१०६ ।।
योधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः।
व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन।।१०६ ।। यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणममानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो, न परमार्थः। तथा ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन पुद्गलद्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणममानस्यात्मन: किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो, न परमार्थः। હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે
યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે,
એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. ગાથાર્થ:- [યોધ:યોદ્ધાઓ વડે [ યુદ્ધ તે] યુદ્ધ કરવામાં આવતાં, “[રાજ્ઞી તમ]રાજાએ યુદ્ધ કર્યું [તિ ] એમ [ નો:]લોક[ નન્યતે ](વ્યવહારથી) કહે છે [તથા] તેવી રીતે “[ જ્ઞાનાવરણા]િ જ્ઞાનાવરણાદિ કર્મ [ નીવેન કd] જીવે કર્યું? [વ્યવહારેT] એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકાઃ-જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે “રાજાએ યુદ્ધ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે “આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું એવો ઉપચાર છે, પરમાર્થ નથી.
ભાવાર્થ યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં “જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે.