________________
ગાથા-૧૦૫
૨૨૭ ત્યાં થયું ને એમ માનીને હું એનો કર્તા છું એ ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર તો એનો કર્તા નથી, પણ નિમિત્તપણું છે અજ્ઞાનીનું એથી હું ઉપચારથી કર્તા છું એમ એ માને છે. અજ્ઞાની ઉપચારથી છું એમ માને છે, જ્ઞાની તો ઉપચારથી પણ નથી એને, કેમકે બંધન જ જ્યાં નથી પછી વ્યવહારનો ઉપચાર ને નિમિત્ત છું એ આવ્યું જ કયાં? આહાહાહા ! આવી અટપટી વાતું બધી કદાચિત્ થતા, કદાચિત્ કેમ લીધું? કે અજ્ઞાનભાવને કારણે થાય છે, ત્યાં કદાચિત્ થતા નિમિત્ત નૈમિત્તિક ભાવ, નૈમિત્તિક બંધન થયું છે અને નિમિત્ત એનો અજ્ઞાનભાવ, એ કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ, કહેવો, “છે' ? તે ઉપચાર છે. આહાહાહા!
કદાચિત થતા અજ્ઞાનભાવને કાળે, એમ કદાચિત્ નૈમિત્તિક ભાવમાં કર્તાકર્મભાવ કહેવો ખરેખર તો કર્તાકર્મભાવ છે જ નહિ, પણ અજ્ઞાનભાવે નૈમિત્તિક દશા ત્યાં થાય, ત્યાં રાગ એનું નિમિત્ત દેખીને, કર્તાકર્મભાવ કહેવો, કર્તાકર્મ કહેવો, કે રાગનો હું કર્તા ને એ મારું કાર્ય કર્મબંધન રાગ મેં કર્યો તો કર્મબંધન થયું ને એવું કહેવું તે ઉપચાર છે, વ્યવહાર છે, યથાર્થ નથી અયથાર્થ છે. આહાહા! આવી જ એક ગાથા ગઈ લ્યો. આહાહા !
એ ઉપચાર કઇ રીતે છે (એ) હવે કહે છે જુઓ એમ સિદ્ધ કરે છે, આચાર્ય પોતે સિદ્ધ કરે છે ને ? ઓલો માને ગમે તેમ પણ ઈ માને પણ કાંઈ પરમાં પેસે છે, ઈ તો ગાથા આવી ગઈ. સંક્રમણ કરે છે, ત્રીજી ગાથામાં આવી ગયું. કોઇ દ્રવ્યની પર્યાય કોઇ દ્રવ્યની પર્યાયમાં સંક્રમે છે, પલટાવે છે, ને ત્યાં જાય છે, ને પેસે છે? આહાહા ! સંક્રમણ કર્યા વિના એને કરે, એ વાત ખોટી છે. સંક્રમણ થતું નથી ને કર્તા માને છે એ તો વાત ખોટી છે. આહાહા ! શરીર વાણી મનના બધા કામ ચાલે છે જડનાં, એ જડનાં કામમાં હું નિમિત્ત તો છું ને? હું નિમિત્ત તો છું ને? આહાહા ! એમ અજ્ઞાની ઉપચારથી પણ પરનો કર્તા માને છે, એ યથાર્થ તો એનો કર્તા છે જ નહિ, પણ હું નિમિત્ત થયો ત્યારે ન્યાં બંધાણું કે નહિ? રાગ ન હોત તો કેમ બંધાત? પણ ન હોત તો એ પ્રશ્ન જ કયાં છે અહીં? આંહીં રાગ છે અને ત્યાં બંધાયેલું છે, એનો પ્રશ્ન છે. આહાહા ! એમ કે મેં રાગ ન કર્યો હોત તો બંધાત, માટે નિમિત્તથી બંધાણું છે, એમ છે જ નહિ. આહા ! સમજાણું કાંઇ? આખી મોટી ભૂલ છે અત્યારે. નિમિત્તનૈમિત્તિકની મોટી ભૂલ. જેને જે દ્રવ્યની જે પર્યાય તે સમયે તે થવાની એટલું નક્કી ન કરે, એને આ નિમિત્ત આવ્યું માટે થયું એ મોટો ભ્રમ છે. આહાહા!
કોઇ પણ દ્રવ્યની તે સમયની જન્મક્ષણની પર્યાય તે સમયનો જન્મ ઉત્પત્તિનો કાળ એનો છે. તેથી તે પરમાણુની કર્મબંધનની પર્યાય કહો, શરીરની કહો, એનો ઉત્પત્તિનો કાળ છે ક્ષણ, તેથી તે એમાં થાય છે, અજ્ઞાની નિમિત્ત દેખીને મેં કર્યું એવું ઉપચારથી માને છે, ભગવાન કહે છે કે એ ઉપચાર છે, બસ, એ કાંઇ એને કર્યું? હું નિમિત્ત છું માટે કર્યું એમ? નિમિત્ત છું માટે થયું ને રાગ નો કર્યો હોત તો ત્યાં થાત? પણ નો રાગ કર્યો હોત તો (નો) થાત એ પ્રશ્ન અહીંયા કયાં છે? આંહીં તો રાગ થયો છે અને ત્યાં પણ કર્મબંધન થયું છે, એને આ નિમિત્તથી મેં કર્યું એમ તે માને છો, એ ઉપચાર છે. આહાહાહા! આવી વાત છે. કેટલી સહેલી વાત હતી, સામાયિક કરે ને પડિકકમણા કર્યું ને, હેં(શ્રોતા – સહેલી એટલે રાગ) અહીં અજ્ઞાનને કંઇ ભાન ન મળે. આહાહા!