________________
૨૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ યોગ્યતાથી ત્યાં થાય છે, પણ જોડવાળો જે અજ્ઞાની એને નિમિત્ત થાય છે, એ નિમિત્તનું શું સ્વરૂપ છે એમ બતાવે છે, એની ઝીણી વાત થોડી છે.
उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ।।१०७।। ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે
પુદ્ગલદરવને આતમા-વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ટીકાઃ– “આ આત્મા ખરેખર, યથાર્થપણે વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે”શું કહે છે? કર્મ જે છે બંધાય છે કર્મ, એ અવસ્થા અને આત્મા વ્યાપક એનો અભાવ છે. આ ભાષા એવી વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ એટલે કર્મ જે બંધાય છે, જડપરમાણુ એની પર્યાય વ્યાપ્ય છે અને એ પરમાણું એમાં વ્યાપક કર્તા છે, આત્માને એની સાથે વ્યાપ્યવ્યાપકનો અભાવ છે. એટલે? કે કર્મબંધનની જે પર્યાય છે એ આત્માએ કરી અને આત્મા એનો કર્તા છે એમ છે નહિ. આહા ! આ તો અંદરની વાત લ્ય છે. જેવો ભાવ કર્તા હોય તેવી ત્યાં કર્મની પ્રકૃત્તિ બંધાય, છતાં એ પ્રકૃતિ પરમાણું પોતાના કારણે બંધાય છે, આને કારણે નહિ. આહાહા !
ખરેખર વ્યાપ્યવ્યાપકભાવના અભાવ, વ્યાપ્ય એટલે અવસ્થા, પરિણામ, વ્યાપક એટલે કર્તા પરિણામી. એવા ભાવના અભાવને લીધે, શું કહે છે? આ તો અધ્યાત્મ સિદ્ધાંત છે, કે કર્મ જે બંધાય છે, એ પરમાણુની પ્રદેશ, સંખ્યા, એમાં સ્થિતિ, અનુભાગ અને પ્રકૃતિ. પ્રદેશ, પ્રકૃત્તિ, સ્થિતિ અને અનુભાગ, શાસ્ત્રમાં એવું આવે છે ને કે જોગને લઈને પ્રકૃત્તિ(ને) પ્રદેશ (અને ) કષાયને લઈને સ્થિતિ ને અનુભાગ. એમ આવે શાસ્ત્રમાં કહે છે કે એ નિમિત્તથી કથન છે. એ સામાના જોગને લઈને પ્રદેશ પ્રકૃતિ પડે છે એને કષાયને લઈને સ્થિતિ ને અનુભાગ એમાં છે એમ નથી. આહાહા ! ઝીણી વાત છે થોડી. - વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ, એટલે કર્મની અવસ્થા થઈ એ પરિણામ છે અને આત્મા એનો પરિણામી છે, એ અવસ્થા થઈ તે વ્યાપ્ય કાર્ય છે, આત્મા એનો કર્તા છે, એનો અભાવ છે. સમજાણું કાંઈ? આહાહા ! જે અંદર જેટલો કંપન છે જોગ અને કષાયભાવ છે, ત્યાં સામે પ્રકૃત્તિ, પ્રદેશ, અનુભાગ પડે છે ઈ એને કારણે છે, આત્મા એનો કર્તા છે ને એ એનું કાર્ય છે, એમ છે નહિ. આહાહા ! ઝીણું બહુ છે હસુભાઈ ! આ તો અભ્યાસ કરે તો પકડાય એવું છે, વીતરાગ મારગ ઝીણો બહુ. આ તો કર્મ આત્મા કરે, આત્મા કર્મ કરે અને આત્મા ભોગવે. કહે છે કે એ વાત ખોટી છે. કર્મ કર્મથી પુગલ છે ને એ? પુદ્ગલ છે એ પોતાથી ત્યાં બંધાય છે, પોતાથી ત્યાં સ્થિતિ પડે છે, પ્રદેશની સંખ્યા પણ પોતાને કારણે હોય છે અને પ્રકૃતિનો સ્વભાવ પણ એને કારણે ત્યાં થાય છે. આહાહા !
એટલે વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, એટલે કાર્ય અને કારણ એના અભાવને લીધે ખરેખર એ પરમાણુની પર્યાય, કર્મ બંધાય છે એ વ્યાપ્ય છે, અને આત્મા વ્યાપક છે એમ તો નથી, એ પર્યાય કાર્ય છે ને આત્મા કર્તા છે એમ તો નથી. એ પર્યાય પરિણામ છે અને આત્મા પરિણામી છે એમ નથી. (શ્રોતા- વ્યાયવ્યાપક અમારી બોલીમાં આવતું નથી) આહા ! આવું ક્યાં પણ તમારા પાપના બધા થોથાં, એ હસુભાઈ? કરોડોના વેપારમાં એઈ ગુંચાઈ ગયો અંદર મજુર