________________
ગાથા-૧૦૭
૨૩૫
મોટા, ( શ્રોતાઃ– તમે ભલે મજૂર કહો પણ અમે તો શેઠ છીએ ) શેઠ છે. શેઠ બેઠ ને હેઠ. એક ફેરી કીધું'તું, જેઠમલજી હતા ને લીંબડી સંપ્રદાયના સાધુ એક ફેરી ચુડામાં ગયા હશે, એટલે જરીક ઓલા ભાઈ હતા દોશી, કેવા ? રાયચંદ દોશી કે નહિ કેવા દોશી ? રાયચંદ દોશી નહિ, બીજા હતા ભૂલી ગયા નામ, આ નારણભાઈના સાસરાના બાપ, ભૂલી ગયા નામ, બહુ હોશિયાર હતો માણસ, વૃદ્ધ બહુ ઘણી અવસ્થા, તો જેઠમલજી આવ્યા એટલે કોઈ ઉભા ન થયા, એટલે કે માળા ઉભા તો થાવ, પછી આ કહે કે “જેઠી બેસને હૅઠી,” ઉભા થવાનું અમને શું કહેશ ? એ શું ભૂલી ગયા નામ રાયચંદ દોશી તો બીજાનું નામ ભાઈ નહિ યાદ આવે પણ નારાયણભાઈના વેવાઈ હતા, નારાયણભાઈ આપણા નારાયણભાઈ એ દીક્ષા લીધી'તી ને એના સાસરાના બાપ થાય, વિરમગામ આ તો ઘણા વર્ષની વાતું છે પોણો સો વર્ષ. આહાહા !
આંહીં કહે છે કે જે કાંઈ, આહાહા ! અહીંયા જેવો રાગ કરે ને જોગનું કંપન છે તેટલા પ્રમાણમાં ત્યાં કર્મની પ્રકૃત્તિ, સ્થિતિ અને અનુભાગ બંધાય, છતાં તે કર્મની પ્રકૃતિ ને અનુભાગ સ્થિતિનો આત્મા કર્તા નથી. સમજાણું કાંઈ ? તો પછી આ તમારા બહા૨ના કામોનો કર્તા આત્મા ત્રણકાળમાં છે નહિ. આહાહા ! ( શ્રોતાઃ- નિશ્ચયે નહીં વ્યવહા૨ે છે) વ્યવહારે આ કલ્પનામાત્રથી બોલવા માટે છે, વ્યવહા૨ કલ્પના માત્ર છે. ( શ્રોતાઃ- લૌકિક વ્યવહાર ) લૌકિક વ્યવહારે ય ખોટો બધોય. આહાહા !
એ આંહીં કહે છે. આત્માને કર્મ ૫૨માણું સાથે પરિણામી–પરિણામ સંબંધ નથી અથવા કર્તા–કર્મ સંબંધ નથી, જ્યારે ત્યાં અંદર જેવો જોગ ને કષાય હોય, રાગ એવું ત્યાં સ્થિતિ, ૨સ ને પ્રકૃત્તિ, પ્રદેશ હોય છતાં ય તે ૫૨માણુની પર્યાયનો આત્મા કર્તા નથી. તો આ વળી બહા૨ના કામમાં બધા તમારા, આ પૈસા લેવા દેવા આ આમ કર્યું ને આમ માલ લીધો આ દીધો એ બધી ક્રિયા આત્મા કરી શકતો નથી એમ કહે છે, કેમ કે એ ક્રિયા જે થાય છે બહા૨ની, ૫૨૫દાર્થની એમાં આત્મા વ્યાપ્ય છે, ને આત્મા વ્યાપક છે એવું છે નહિ. આહાહા ! સમજાણું કાંઈ ?
આ હાથ હાલે છે ાઓ, એ હાથ હાલે છે ઈ એના પરમાણુની પર્યાયને લઈને ક્રિયાવતી શક્તિથી આમ હાલે છે. આત્મા તે પર્યાયનો વ્યાપ્ય અને વ્યાપક એવું નથી. આ અવસ્થા વ્યાપ્ય એટલે કાર્ય અને આત્મા કર્તા એમ ત્રણ કાળમાં નથી. આરેરે ! આવી વાતું વે. કહો સમજાણું કાંઈ ? ૫૨ની હારે સંબંધ શું છે પણ ? જ્યારે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એ કર્મના આંહીં તો અંત૨ના જેવો જોગ ને કષાય હોય જીવમાં, અજ્ઞાનીની વાત છે અહીં, એટલા પ્રમાણમાં સામે પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ પડે. છતાં તે સ્થિતિ, પ્રકૃત્તિ, પ્રદેશ ને અનુભાગનો આત્મા કર્તા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- કર્મ બંધાણા તો કહેવાય તો એમ જ ને કે આત્માએ કર્મ બાંધ્યા ) ઈ બધી, ઈ સાટું તો કહે છે કે એ તો કથન નિમિત્તનો વ્યવહાર છે, કલ્પનાનો વ્યવહાર છે, વિકલ્પ. આહાહા !
એ ઘટનું એમાં કહ્યું છે ને–ટીકામાં, ઘટ, કુંભાર જેમ ઘડો કરતો નથી, ઘડાનું કાર્ય માટીથી થાય છે, એટલે કાર્ય ઘડાનું અને કર્તા કુંભાર એનો અભાવ છે. વ્યાપ્ય વ્યાપક એટલે કાર્ય કા૨ણનો એની સાથે અભાવ છે. ઘડો કુંભાર કરતો જ નથી. પણ ઘડો પોતાની અવસ્થાથી ત્યાં માટીમાંથી થયો છે, પણ નિમિત્ત કુંભાર છે, એટલે વ્યવહા૨થી ઉપચારથી કથન ક૨વામાં આવે