________________
ગાથા-૧૦૬
૨૨૯
ગાથા-૧૦૬ ઉપર પ્રવચન जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कदं णाणावरणादि जीवेण।।१०६ ।। યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે,
એમ જ કર્યો વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. વ્યવહારથી યોદ્ધાઓ, “જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ” આહાહા! લડવા જાય યોદ્ધાઓ, યુદ્ધના પરિણામે પરિણમતા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા, યુદ્ધ પરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિશે રાજાએ યુદ્ધ કર્યું એમ બોલાય, યુદ્ધ પરિણમતા જીવો, યોદ્ધાઓ એણે યુદ્ધ કર્યું એ યુદ્ધ પરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા. આહાહા ! રાજા તો ઘરે બેઠો હોય ને ખાતો હોય ને, આ યુદ્ધ લડતા હોય ત્યાં એમ બોલે ને કે રાજા આવ્યો છે લડવા, રાજા લડવા આવ્યો છે રાજા. આહાહા !
પહેલાં એવું હતું, લડાઇ ચાલે ને કયાંક યુદ્ધ કરવું હોય તો સાંજે ગાયુંના ટોળા જંગલમાં હોય ને જંગલમાં, એ પાછી વળતી હોય ગામમાં તો એ યુદ્ધવાળા આવ્યા હોય એ ગાયોને પાછી વાળે, ગામમાં પેસવા ન , ત્યારે પ્રજાને ખબર પડે ત્યાં રાજાને ખબર પડે કે કોઇ લડવા આવ્યું છે. ને ગાયું સાંજે આવે ને આમ એ લડનાર ન્યાં કહેવા ન જાય, પણ આ ગાયુંને પાછી વાળે એટલે પેસવાનું ટાણું હોય ને પાછી વાળે ત્યારે રાજાને ખબર પડે કે કોઇ લડવા આવ્યો છે. અને એ પછી મોકલે બીજા માણસને તો એનાથી ઓલ્યા ચાલ્યા જાય, ભાગી જાય, એ રીતે પરિણમ્યા છે તો યોદ્ધા પોતાના પરિણામથી, કાંઇ રાજા એ પરિણામે નથી પરિણમ્યા પણ રાજાનો એટલો હુકમ હતો એટલું ગણીને, રાજાએ કર્યું એમ કહેવામાં આવે છે. આહાહાહા !
દાખલામાં તો બે ત્રણ કીધા. મેઘ, વાદળા, કાચબી થાય તો એ વાદળાને નિમિત્ત કહેવાય. તે વિના નિમિત્ત કહેવાય? પણ એ કાચબી થઇ છે એ કંઇ આનાથી થઇ નથી. કાચબી થાય છે ને આમ. ન્યાં પોતાની પર્યાયથી થાય છે, મેઘધનુષ્ય એ વાદળાને લઇને નથી થયું. જેમ સૂર્યના કિરણો હોય માટે આમ થાય સામે સૂર્ય આથમતો હોય ને આમ, કાચબી આમ (આમ એટલે વિરૂદ્ધદિશામાં) થાય, ત્યાં ન થાય પણ એ તો તે કાળે તે પરમાણુ પોતાનાથી પરિણમ્યા છે ત્યારે આને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા! ભારે ! સૂર્યને લઇને નહિ, વાદળાને લઇને નહિ, કાચબી થવાના પરમાણુને તે જ સમયે એનું કાચબી પર્યાયપણે થવું એવો એનો કાળ હતો, માટે કાચબી થઇ એમ. એમ કર્મ બંધનનો પર્યાય તો એનાથી થયો પણ અજ્ઞાની જોડે નિમિત્ત છે, એથી કહે છે મેં એને કર્યું એવો ઉપચાર કરવામાં આવે છે. આહાહાહા !
રાજાએ યુદ્ધ કર્યું એવો ઉપચાર છે. યુદ્ધ પરિણમતા યોદ્ધાઓ લડાઇ કરે અને રાજાએ યુદ્ધ કર્યું છે એ કહેવું એ ઉપચાર છે, કેવો દષ્ટાંત લીધો, જુઓને? પરમાર્થ નથી. તેમ