________________
ગાથા-૧૦૫
૨૨૫
હોય ને બધાની આમ પરીક્ષા લ્યે ને, આમ સીધું સમજાવે, પણ પહેલું વાંચીને આવજો એમ કહે, આ પાઠ વાંચીને આવજો, એ તમને શું સમજાણું ને હું એનો અર્થ શું કરું છું એનો આંતરો તમને દેખાશે, ભાઈ સમજાણું ? ચંદુભાઈ ! એક નરોત્તમ બ્રાહ્મણ હતો ઘણાં વર્ષ પહેલાંની પોણો સો વર્ષ પહેલાંની વાત છે (શ્રોતા:- અમારે વાંચીને આવવું એમ આપ કહો છો ) કેટલુંક એને વાંચન જોઈએ, તો એને સમજણ પડે. આ તો કોલેજ છે. આહાહા !
સમયસાર એટલે ? આહાહા ! એમાં પાસ થયો એ કેવળજ્ઞાનને પામશે. આહાહા ! એ એમ કહેતા'તા. ( શ્રોતાઃ– પાસ તો ગુરુ કરે ને ? ) એનો આત્મા કરે, કોણ ગુરુ ? ગુરુ કયાં, ગુરુનો આત્મા જાદો એનો આત્મા દો. આહાહાહા ! ગુરુને નિમિત્ત બનાવવું હોય તો એ તો રાગ થાય. અને રાગ તો એના સ્વભાવમાં છે નહિ. આહાહા ! મોક્ષ પાડમાં ત્યાં સુધી કહ્યું છે સોળમી ગાથામાં “૫૨દવ્યાવો દુગ્ગઇ” ભગવાન એમ કહે કે મારા સામું તું જોઇશ તો તારી ચૈતન્યગતિ નહિ થાય, દુર્ગતિ-દુર્ગતિ રાગ થશે. આહાહાહાહા ! ત્રણલોકનો નાથ સર્વજ્ઞદેવની દિવ્ય ધ્વનિમાં એ આવ્યું કે તું મારા સામું જોઇશ, અમે ૫૨દ્રવ્ય છીએ, પરાશ્રય થશે. વ્યવહા૨નો આશ્રય થશે, રાગ થશે, તારો આશ્રય કરીશ તારી સામું જોઈશ તો નિશ્ચયનો આશ્રય થશે તને વીતરાગતા આવશે. આહાહાહા ! વ્યવહા૨ ૫૨આશ્રય, આવે છે ને છેલ્લે ? પરાશ્રય છે ને ? તારાથી પર છીએ માટે અમારો આશ્રય લેવાથી વ્યવહારનો આશ્રય લીધો. અને તેથી તને ચૈતન્યની જે જ્ઞાનાનંદ આનંદની ગતિનું પરિણમન જોઇએ, એ નહીં થતાં, જે રાગ, ગતિથી વિરુદ્ધ રાગનો દુર્ગતિનો છે ઈ ચૈતન્યની ગતિ નથી. આહાહા ! ભગવાન એમ કહે કે અમારી સામું જોતાં તને દુર્ગતિ થશે તારી ગતિ જે ચૈતન્યની છે એ નહિ રહે એમ દુર્ગતિ એટલે રાગ, રાગ એ દુર્ગતિ એ ચૈતન્યની ગતિ નથી. આહાહાહા !
કહો આ ભક્તિવાળાને એવું લાગે કે ભક્તિથી ધર્મ થશે ને ભક્તિ ભગવાનની ખૂબ કરીએ અમે. આહાહા ! એવી તો ભક્તિ અનંતવા૨ કરી છે સમવશ૨ણમાં મહાવિદેહમાં અનંતવા૨ જન્મ્યો છે. ( શ્રોતાઃ-નિશ્ચય ભક્તિ વગ૨ની એ ભક્તિ જ ન કહેવાય ) પણ એ વ્યવહારે ભક્તિ કયારે કહેવાય ? કે નિશ્ચય સ્વભાવ હોય. પણ આતો એકલી ભક્તિ કરો પણ એવી ભક્તિ તો અનંતવા૨ કરી છે. સાક્ષાત્ આમ સમવશરણમાં હીરાના થાળ, કલ્પવૃક્ષના ફૂલ, (મણી રતનના દીવા ) જય ભગવાન એ તો ૫૨દ્રવ્ય તરફ લક્ષ રાખતા હોય એ તો રાગ છે. એ રાગ તે આત્માના અનંત ગુણ પવિત્ર છે એની એ ગતિ, પરિણમન નથી. આહાહાહા !
અનંતા, અનંતા, અનંતા, અનંતા ગુણોનો ઢગલો પોતે છે, પવિત્ર, વિજ્ઞાનઘન પ્રભુ છે, એનું એ રાગ કાર્ય નથી, એને ભૂલીને તું અહીંયા ૫૨માં પ્રયોગ ક૨વા જાય છે, રાગ થાય છે.
આ વીતરાગ મારગ તું તારી સામું જો, એમ કહે છે. અમારી સામું જોતાં, તારી સામું જો, એટલે કે તારો આશ્રય લે, એટલે કે તું વિજ્ઞાનન છો ત્યાં તારી દૃષ્ટિ મૂક. આહાહાહા ! આવું સ્વરૂપ
છે.
આવું નિમિત્તપણું થાય, કોને કહેવાય ? કે ઓલું બંધાણું છે ને આમાં નિમિત્તભૂત થાય, અજ્ઞાન રાગદ્વેષ તેથી પુદ્ગલ ઉત્પન્ન થયું જાણે, એણે એમ માન્યું, થયું છે તો એને કા૨ણે ત્યાં, પણ હું નિમિત્ત છું ને માટે થયું ને ? એ પ્રશ્ન હતો પહેલાં ત્યાં રાજકોટમાં એમ કે ૫૨માણું ન્યાં