________________
૨૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવી ગયું છે. આહાહા ! હું રાગ છું એવી માન્યતા ઊભી કરી છે, એ માન્યતા એ વસ્તુ સ્વરૂપમાં નથી. આહાહાહા ! ( શ્રોતાઃ– તો કે ના સ્વપદમાં છે ) એ પર્યાયના સ્વરૂપમાં અજ્ઞાન છે. આહાહા ! પર્યાય દૃષ્ટિવાળાનું એ અજ્ઞાન છે, દ્રવ્યદૃષ્ટિવાળાને અજ્ઞાન હોતું નથી. આહાહાહા ! આવી વાતું છે ભાઈ. જૈન ધર્મ વીતરાગ માર્ગ જે રીતે છે એ રીતે સમજવો એ અલૌકિક વાતું
છે.
પહેલો સ્વભાવથી નિમિત્તભૂત થાય એવું તો એનું સ્વરૂપ નથી. હવે અજ્ઞાનને લીધે પૌદ્ગલિકકર્મને નિમિત્તનિમિત્તરૂપ થતાં, કોને ? કે પુદ્ગલ બંધાણા છે એને, કેવો ? કે એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, અજ્ઞાનભાવે સ્વભાવમાં વિરુદ્ધ કરીને રાગ અને દ્વેષ મિથ્યાત્વઆદિપણે પરિણમતો થકો, સમ્યક્ ચૈતન્ય શુદ્ધ છે, તેનું ભાન નથી એટલે સમ્યગ્દર્શન નથી, મિથ્યાદર્શન છે. કારણકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે એને ન માનતાં જે રાગના કણ ઉભા થાય છે, જે સ્વરૂપમાં નથી અથવા એનો એકે ય ગુણ નથી. અનંત ગુણ અનંતા અનંત અનંત ગુણ છે એનો એક પણ ગુણ નથી કે વિકૃત થાય અવસ્થામાં, એવો કોઇ ગુણ નથી. આહાહા ! સમજાય છે કાંઇ ?
આવું હોવા છતાં, અજ્ઞાનને લીધે એમ કહે છે, પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતાં. આહાહા ! કેટલું સમાયું છે ? પૌદ્ગલિક કર્મ ત્યાં થયું તો છે. હવે એને નિમિત્ત છે કોણ ? કે પોતાને ભૂલેલો અજ્ઞાનને લીધે, અજ્ઞાનભાવે પરિણમતો અજ્ઞાનને લીધે અજ્ઞાનપણે પરિણમતો એમ. આહાહા ! સ્વરૂપના ભાન વિના અભાનપણે પરિણમતો. આહાહા ! આવું ઝીણું. અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, પર્યાય લીધી પાછી હવે, દ્રવ્યની તો ના પાડી પહેલી, દ્રવ્યનો સ્વભાવ તો નિમિત્તરૂપે થવું એવો છે જ નહિ, પણ અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં પૌદ્ગલિક કર્મ થયું છે તેમાં નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, એમ અજ્ઞાનીઓ માને છે. એ ઉપચાર છે એમ કહે છે. મેં આ રાગદ્વેષ કર્યા માટે ત્યાં પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થયું એમ નથી, છતાં આ રાગદ્વેષ કર્યા માટે ત્યાં પૌદ્ગલિક ઉત્પન્ન થયું, નિમિત્ત થયું માટે ત્યાં થયું છે? પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે તેથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું ? એવો નિર્વિકલ્પ ભગવાન આત્મા, વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ પ્રભુ છે,વિજ્ઞાનઘન સ્વભાવ છે, જેમાં વિકલ્પનો પ્રવેશ નથી, જેમાં વિકલ્પ રાગ ઉત્પન્ન થાય તેવો કોઇ ગુણ નથી. આહાહાહા ! સમજાણું કાંઇ ? સામે છે ને પુસ્તક !વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ. આહાહા !વિજ્ઞાનદ્દન પ્રભુ આ ઓલા વિજ્ઞાન કહે છે લોકો એ નહિ હોં, એ આ તો પોતે વિજ્ઞાનઘન છે, એમાં તો સંસા૨નો વિકલ્પ નથી, એમાં તો ખરેખર વર્તમાન પર્યાયનો ખંડ જે ભેદ છે, એ એમાં નથી, એવો વિજ્ઞાનન પ્રભુ, ત્યાંથી ભ્રષ્ટ થયો, એનો આશ્રય ન લેતાં, નિશ્ચયનો આશ્રય ન લેતાં, વ્યવહારનો આશ્રય કર્યો, વ્યવહા૨ ૫ાશ્રય છે, એ એના સ્વભાવથી ભ્રષ્ટ થયો. આહા ! સમજાણું કાંઇ?
શબ્દો થોડા પણ માલ ઘણો છે ભાઈ. આહા ! આ વાચ્યું છે કે નહિ હસુભાઈ કોઇ દિ’ આ ? વાંચ્યુ છે પણ આ રીતે નો સમજાણું હોય. અમારો માસ્તર તો ભણવા વખતે, એક નરોત્તમ બ્રાહ્મણ હતો, પછી બૈરા આંહીં નહોતા એટલે ૫૨ણ્યો હોય કે ન હોય, નહોતા એટલે ઘરે રાંધે રાતે, પછી હોંશિયાર છોકરા હોયને રાંધવા વખતે બોલાવે, બેસો તમે, ઓલાં રાંધતા