________________
૨૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેને કારણે, એમાં હેતુ, નિમિત્ત, પણ નિમિત્ત કોણ? કે અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત, જ્ઞાનીનો આત્મા નિમિત્ત નથી. આહાહા ! સમજાણું કાંઇ?
ખરેખર આત્મા, સ્વભાવ પોતાનો જ્ઞાયક ને આનંદ ને શાંત ને વીતરાગ સ્વભાવ, વીતરાગ સ્વભાવ એને બંધન કેવું? એ તો બંધ રહિત અબંધ સ્વરૂપ છે. આહાહા ! ત્યારે અબંધ સ્વરૂપ છે તો બંધનમાં નિમિત્ત બંધન નથી તો એનું નિમિત્તપણે પણ એનામાં નથી. આહાહાહા !
આવો ઉપદેશ હવે ઓલા કહે દયા પાળો ને વ્રત કરો ને ભક્તિ કરો. (શ્રોતા- પણ દયા પાળવામાં શું વાંધો?) હા, પણ ઇ આ દયા આત્માની, એની ખબર નથી. આહાહા ! આ તો આત્માની દયાની વાત છે. પ્રભુ તું કોણ છો? કે તું જ્ઞાયક છો, અને જ્ઞાયકનું ભાન થયે પણ પર્યાયમાં વીતરાગતા આવે અને વીતરાગતા આવે એને બંધન હોય નહિ અને બંધન ન હોય તો પછી એને વીતરાગપણું, નિમિત્ત હોય એને? અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત હોય, જ્ઞાનીની વીતરાગતા નિમિત્ત ન હોય એટલે બંધન હોય નહીં. આહાહા!
પહેલી લીટીમાં એ કહ્યું પાધરું છે એનાથી ઉલટું જીવમાં હેતુભૂત એમ કીધું ને રાગ જે થાય ત્યાં તો બંધન એના કારણે થાય છે, પણ આ નિમિત્ત દેખીને તેને ઉપચારથી આનો કર્તા કહેવામાં આવશે, ખરેખર તો બંધનનો કર્તા તો બંધન છે. પરમાણુની પર્યાય બંધાય છે તે એને જ કારણે પણ એમાં નિમિત્તપણું દેખી, કોનું? કે અજ્ઞાનીના અજ્ઞાન અને રાગદ્વેષનું નિમિત્તપણું દેખી અને તેને બંધનમાં નિમિત્તપણે કરીને એ ઉપચારથી આ કાર્ય કરેલું છે એમ કહેવામાં આવે છે. યથાર્થપણે તો કર્મબંધનની પર્યાય કર્મને લઇને થઇ છે. આહાહાહા ! પણ, છે?
આમ હોવા છતાં પણ અનાદિ અજ્ઞાનને લીધે. પાછું એ લીધું કે અજ્ઞાન, વસ્તુ તો એવી છે અનાદિ, કે પુદ્ગલકર્મને નિમિત્ત ન થાય, એવી ચીજ છે એમ અનાદિ એવી ચીજ છે. પણ અનાદિ અજ્ઞાનને લીધે પાછી, સમજાણું કાંઈ? અનાદિ અજ્ઞાનને લીધે હવે વસ્તુ તો અનાદિથી એવી છે, કે જ્ઞાયકભાવ છે અને એ જ્ઞાયકભાવ છે એને બંધન હોય નહિ. ને બંધન ન હોય તો બંધનનું નિમિત્ત શાકભાવ હોઇ શકે નહિ, હવે ગુલાંટ ખાય છે વાત, પાઠમાં જે છે ઈ કહેવી છે. પણ અનાદિ અજ્ઞાનને લીધે હવે એ અજ્ઞાને ય અનાદિનું છે પાછું. આહાહાહા!
જ્ઞાયક પ્રભુ અંદર ચૈતન્ય રતન હીરો અનંત અનંત ગુણના શુદ્ધપણાના પવિત્રપણાનો પિંડ છે એ, જેમાં અનંત પ્રભુતા ભરી છે એકએક ગુણમાં અનંતી પ્રભુતા ને ઈશ્વરતા છે, એવો એ પ્રભુ ગુણ છે, એ ઈશ્વર પોતે જ ઈશ્વરગુણ છે, એનો કોઇ કર્તા ઈશ્વર છે એમ નથી. એનો ગુણ જ ઈશ્વર છે, અને તે અનંત ગુણને ઈશ્વરનું રૂપ છે, અનંત ગુણમાં ઈશ્વરનું રૂપ છે, એટલે બધા ઈશ્વરો છે. અનંત ગુણો જે અમાપ છે એ બધાય ઈશ્વર છે, એ ઈશ્વરનો ધરનાર એક ભગવાન આત્મા છે. એ આધેય ને આધાર પણ જેમાં નથી એક ન્યાયે તો. આહાહાહા ! સમજાય છે કાંઇ? એ પોતે જ જગતના અનંત ગુણમય છે, ગુણ આધેય છે અને ભગવાન આધાર છે, દ્રવ્ય (એમેય નહીં). અહીં તો અનંત અનંત અનંત અનંત ગુણનો પવિત્ર શુદ્ધ ચૈતન્યઘન એ આત્મા છે, એવા ગુણવાળો એમે ય નહિ. સમજાય છે કાંઈ? આહાહા ! એ આત્મા સ્વભાવને લઇને બંધનમાં નિમિત્ત થાય એવું એનું સ્વરૂપ નથી. આહાહાહા ! છે?
સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, અનાદિ અજ્ઞાનને લીધે,