________________
ગાથા-૧૦૫
૨૨૧ એમાં આ આત્મા જે છે, એ તો સ્વભાવથી જ, એનો સ્વભાવ જ એવો છે જાણવું દેખવું આનંદ જેનો સ્વભાવ એ પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં નવા બંધન, બંધન થાય એ તો એની પર્યાયની યોગ્યતાથી પર્યાય પરિણમે, કર્મ બંધન થાય તે તો પરમાણુની તે કાળે ક્રમબદ્ધ પરિણામનો એનો સ્વભાવ છે એ રીતે પરિણમે છે, પણ આત્મા દ્રવ્ય એને નિમિત્ત પણ ન થાય એટલે કે તેને બંધન ન થાય એમ એનો અર્થ છે. આહાહા ! સમજાણું કાંઇ?
પૌગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, એટલે વસ્તુ છે ભગવાન આત્મા એને બંધન છે નહિ, કેમકે એ અબંધ સ્વરૂપ છે. આહાહા ! પરમાર્થે મુક્ત સ્વરૂપ છે પ્રભુ, તેથી એને સકળ નિરાવરણ કોઈપણ આવરણ વસ્તુને નથી, વસ્તુને શું આવરણ હોય? વસ્તુને આવરણ હોય તો વસ્તુ, અવસ્તુ થઇ જાય. આહાહા ! “સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય” એવું જે તત્ત્વ આત્મા એ તત્ત્વ કર્મના બંધનમાં નિમિત્તભૂત થાય એવો એનો સ્વભાવ નથી. એટલે કે ખરેખર તો એનો આત્માનો એવો સ્વભાવ છે કે એને બંધન જ ન થાય. બંધન ન થાય તેથી નિમિત્તપણું એનું હોઇ શકે નહિ. આહાહાહા! આ તો આવી વાતું છે ભાઈ !
આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મ, પૌદ્ગલિક કર્મ તો તે સમયે પુદ્ગલને કારણે પર્યાય થાય, પણ એને નિમિત્તભૂત પણ નથી આત્મા, એટલે કે એને કર્મબંધન નથી. શું કીધું ચંદુભાઈ ? એને બંધન નથી અબદ્ધ સ્વરૂપ છે, એમ કહે છે. ભગવાન આત્મા તો અબદ્ધસ્કૃષ્ટ ચૌદમી, પંદરમી ગાથામાં આવ્યું છે ને? ચૌદમી, પંદરમી ગાથામાં “જો પસ્સઈ અપાણે” એ છે એવો અબદ્ધ એટલે મુક્ત જ છે. “જો પસઈ અપ્રાણ અબદ્ધપુછં” પરમાણુઓનો પણ જેને સંયોગ સંબંધ નથી અને વિશેષથી રહિત સામાન્ય છે, આ સંયુક્તથી રહિત અસંયુક્ત છે, એમાં રાગાદિનો સંબંધ છે જ નહિ. આહાહા! એવો આત્મા જેને જણાણો પરાશ્રય ભાવથી છૂટી, વ્યવહાર એટલે પરાશ્રય ભાવ છે તેનાથી છૂટી સ્વઆશ્રય ભાવમાં આવ્યો, એ આત્મા એને બંધન હોય નહિ, બંધન હોય નહિ માટે તેને નિમિત્તપણે પણ હોય નહીં. આહાહા ! ઝીણું બહુ ભાઈ આ. પહેલી આ એક લીટીમાં આ છે પછી ગાથાનું કહેવું છે એ પછી કહેશે, પહેલું જે ગાથામાં કહેવું છે એનાથી પહેલા ઉપોદ્યાત કીધો છે. સમજાય છે કાંઇ? આહાહાહા !
જ્ઞાયકસ્વરૂપ ભગવાન એણે કોઈ દિ પણ અભ્યાસ કર્યો જ નથી ને, સંસારના પાપના આડે ધંધો, કયાં નવરો છે. આખો દિ પાપ, આ ધંધા આ કર્યા ને આ કર્યા ને આ કર્યા, એમાં વળી છોકરાઓને અમેરિકામાં મોકલે એટલે જાણે કે, ઓહોહોહો ! શું કર્યું અને જાણે. એમાં તે વળી પાંચ-દશ હજારનો પગાર આવે તો તો અરે ત્યાં તો ભંગીયાને દશ હજાર આવે. અમેરિકામાં ભંગીયા હોય ને ભંગીયા, એ ભંગીયા ઓલા કાઢનાર વિષ્ટા કાઢનાર હોયને, પાયખાનામાં શેઠીયા તો પોતે ન કાઢે કાંઈ. દશ-દશ હજારનો પગાર હોય મોટરમાં આવે છે, પણ આહીનો જરી હોય ને એને દશ હજારનો પગાર એટલે, ઓહોહોહો ! શાંતિભાઈ, જગત ભરમાઈ ગયું છે આખું. એ ભરમાય એવો એનો સ્વભાવ નથી કહે છે. આહાહાહા ! (શ્રોતાઃપર્યાયમાં ભરમાય ) એની પર્યાય પણ એવી નથી કે જેને કંઇ બંધન થાય, તેનું નિમિત્ત થયું એવી એની પર્યાયે ય નથી. જ્ઞાયકભાવની પર્યાય જ્ઞાયક ભાવપણે હોય છે. આહાહા? સમજાણું કાંઇ? આહા ! પહેલો શબ્દ કેટલો અર્થ સમજવા જેવો, ઓલામાં હેતુભૂત કીધું ને? બંધન તો થાય છે