________________
૨૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકા – આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, આહા! કેમ આત્મા જ્ઞાયક સ્વભાવ એ જ્ઞાયક સ્વભાવ એ કોઇ બંધનમાં નિમિત્ત (ન) થાય એને બંધન હોય નહિ, નિમિત્ત થાય એવું જ્ઞાયકમાં છે નહિ. શું કીધું સમજાણું? એ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક છે આત્મા એ જેને અનુભવ થયો હોય એનો, એ પણ બંધમાં નિમિત્ત નથી. આંહીં તો કહ્યું કે ખરેખર ભગવાન આત્મા, સ્વભાવથી જાણક દેખન આનંદ આદિ સ્વભાવથી પૌલિક કર્મને નિમિત્ત (નથી), બંધન થાય તો એને કારણે, બંધન કર્મનું થાય તો એની પર્યાયના પરિણમનના કાળે ત્યાં થાય, પણ એને નિમિત્તભૂત આત્મા હોઇ શકે નહિ, એટલે કે એને બંધન હોઇ શકે નહિ. આહાહાહા! સમજાય છે કાંઇ?
ચૈતન્ય વસ્તુ જે જ્ઞાયક આનંદકંદ પ્રભુ એનો જ્યાં અંતર અનુભવ થયો ને આશ્રય લીધો, આંહીં તો સમુચ્ચય વાત કરે છે. પણ એનો અર્થ એ છે કે જ્ઞાયક ચૈતન્ય પ્રભુ જેને એનો આશ્રય લીધો, એને તો દર્શનજ્ઞાનચારિત્ર નિર્મળ થાય, તેથી તેને બંધન ન હોય, બંધન ન હોય માટે બંધનમાં નિમિત્ત પણ એ નથી. આહાહાહા ! શું કહ્યું સમજાણું કાંઇ?
ભગવાન આત્મા તો ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ જાણક સ્વભાવી, આનંદ સ્વભાવી અંતર અનંત અનંત ઈશ્વર પ્રભુતા સ્વભાવી આત્મા, એ આત્મા છે અને જેને આત્માનું જ્ઞાન ને અનુભવ થયો છે, તો એ આત્મા છે, એ નવા કર્મ એને બંધાય નહિ અને તેથી નિમિત્ત પણ થાય નહિ, નવા બંધાય નહિ તેથી નિમિત્ત થાય નહિ.
ધર્મી જીવને પણ, જ્ઞાયકસ્વભાવ ચૈતન્ય છું, એની જે સત્તાની હૈયાતિ નિર્મળ પૂર્ણાનંદ પ્રભુ, એવું જેને ભાન થયું અને દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમ્યો, એને બંધન નથી તેથી બંધનમાં નિમિત્તપણું થાય એ નથી. આહાહા! આવું સ્વરૂપ છે. એ પહેલી લીટીમાં એ કહે છે. મૂળમાં કહેવું છે તો બીજાં. જીવ હેતુભૂત થતાં ઓલું પરિણામ થાય છે ને હેતુપણે એના પહેલાં આ. નકાર નહિ. નકાર હોય નહિ. જીવના પરિણામ બંધમાં હેતુ દેખીને નિમિત્ત પણ એ પહેલાં બંધના પરિણામ છે એ આત્માનો સ્વભાવ જ નથી, અને નિમિત્ત થવું એ આત્માનો સ્વભાવ નથી. આહાહાહા !
ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ પરમાં નિમિત્ત ન થવું અને પર નિમિત્તથી આમાં કાંઇ થવું એવું જેના સ્વરૂપમાં નથી. એ તો અકાર્યકારણ નામના ગુણથી પરિપૂર્ણ ભરેલો છે પ્રભુ. એથી એ આત્મા જે છે એવું જેને ભાન થયું, જ્ઞાન થયું, એની રમણતા થઈ એને બંધન નથી, તો પછી બંધન નથી તો તેને નિમિત્ત થવું એ એમાં એને છે નહિ. આહાહા ! આવી વાતું છે. શું કરવું આમાં? કરવું એ, કે તેથી પહેલી વાત આ લે છે કે આ બધું બંધન થાય છે એ આંહીં પરમાણુની પર્યાય કાળે એમાં અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત છે. એ નિમિત્ત તો નિમિત્ત છે, પણ એ નિમિત્ત છે માટે ત્યાં થયું છે એમ નથી. ત્યાં તો એ પરમાણુની કર્મ પર્યાયનો કાળ હતો માટે થયું છે. ફક્ત અજ્ઞાનીના રાગદ્વેષને નિમિત્ત, ઉપચારથી એને કહેવામાં આવે કે આ ઓલાં નિમિત્તપણું હતું ને એથી ઉપચારથી કહેવામાં આવે, કે આમણે કર્મ કર્યું એમણે કર્મ બાંધ્યું. આહાહા !
આ લોકમાં ખરેખર આત્મા જ છે, આ લોકમાં તો બધા ઘણાં દ્રવ્યો છે એમ કહે છે પણ