________________
૨૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કર્તા કર્મનો ને આત્મા ભોક્તા કર્મનો એ છે નહિ, એમ કહે છે. આહાહાહા ! પોતાના ભાવનો કર્તા ને પોતાના ભાવનું કારણ ભોક્તા, અજ્ઞાનમાં રાગદ્વેષનો કર્તા ને રાગદ્વેષનો ભોક્તા છે. જ્ઞાનમાં વીતરાગી પર્યાય..... કેમકે એમાં કાંઈક પરકર્મમાં નાખતો એવો આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? કદી ન હોઈ શકે, કદી ન હોઈ શકે માટે ખરેખર આત્મા પુદ્ગલ કર્મનો અકર્તા ઠર્યો. આહાહા !
આઠ કર્મ બાંધ્યા ને આનું આમ થયું ને આટલી પ્રકૃતિ પહેલે ગુણસ્થાને બંધાય ને, ચોથે આટલી બંધાય ને, પાંચમે આટલી બંધાય ત્યાં તો જે હોય છે તે જ્ઞાન કરાવ્યું છે ૧૪૮ કર્મ બંધાય જાજી એવું ઉત્કૃષ્ટમાં ૧૨૨ બંધાય સત્તામાં આટલી બંધાય તે આટલી બંધાય, શું એ તો નિમિત્તની વાતું છે કથન. તે તે પરમાણું તે તે પર્યાય તે કાળે તેમ પરિણમે છે, અને બીજો શી રીતે પરિણમાવે, જો પરિણમાવે તો વસ્તુની મર્યાદા તૂટી જાય છે. આહાહા! માટે આ સિવાય બીજો એટલે કે આત્માને પુદ્ગલકર્મનો કર્તા કહેવો તે ઉપચાર નામ વ્યવહાર છે. એ વ્યવહારને ૧૦૫-૧૦૬ ગાથામાં કહેશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રશ્ન: “જૈન સિદ્ધાંતપ્રવેશિકા' માં ભવ્યત્વને અનુજીવી ગુણમાં લીધો છે ને...!
સમાધાન: ખબર છે! ( ત્યાં અર્થ બીજો છે!) સિદ્ધમાં ભવ્યત્વ નથી. (માટે ભવ્યત્વ છે તે ગુણ નથી પણ) યોગ્યતા છે, તે ત્યાં પૂરી થઈ ગઈ. જો ભવ્યત્વને ગુણ ગણો તો જેમ દર્શન–જ્ઞાન છે તેમ તે (ભવ્યત્વ) પણ ત્યાં રહેવો જોઈએ; પણ તે “સિદ્ધમાં નથી'; તો તો પછી એમ કેમ ચાલે? માટે (ખરેખર) ભવ્યત્વ એ ગુણ નથી. પણ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયની (યોગ્યતાના) ભેદ છે. (સિદ્ધદશા પ્રાપ્તિની) પર્યાયની યોગ્યતાને ભવ્ય તથા અયોગ્યતાને અભવ્ય કહે છે. (આ કથનનું તાત્પર્ય એ છે કે ભવ્યત્વ અને અભવ્યત્વ-બેમાંથી એક પ્રકારે, દ્રવ્યના પરિણમનની તેવી સ્થિતિ ત્રિકાળ રહેવી એવી જ પર્યાયની કોઈ અહેતુક પારિણામિક યોગ્યતા છે. ).
વળી, અમૃતચંદ્ર આચાર્યનું તત્ત્વાર્થસાર” છે. અહીંયાં વ્યાખ્યાનમાં આખું વંચાઈ ગયું છે. (ત્યાં ગાથા-૯૦માં એ કહ્યું છે કેઃ “ભવ્ય અને અભવ્યના ભેદથી જીવ બે પ્રકારના છે. જે સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાને યોગ્ય છે તે ભવ્ય કહેવાય છે અને એનાથી વિપરીત છે તે અભવ્ય કહેવાય છે.” ) એમ એ વ્યવહારથી કહેવામાં આવે છે (કેમકે નિશ્ચયથી જીવ બે પ્રકારના ન હોય!) ત્યાં “તત્ત્વાર્થસાર માં નીચે નોંધ કરી છે (એટલે કે ફૂટનોટ આપી છે) કે એ ભવ્ય-અભવ્ય તો પર્યાયની અપેક્ષાએ વાત છે. ગુણ અપેક્ષાએ વાત હોય તો, ભવ્યત્વગુણ દ્રવ્યમાં નથી. જેમ વૈભાવિકશક્તિ-ગુણ છે તો એ સિદ્ધમાં પણ હોય છે. પણ ભવ્યત્વ સિદ્ધમાં નથી. ત્યાં (જેમ ઔપશમિકાદિ ભાવ રહેતા નથી તેમ) એ ભવ્યત્વની યોગ્યતા પણ રહેતી નથી. તો એ તો પર્યાયની અપેક્ષાએ ભવ્યત્વ અને અભવ્યત્વની વાત કરી છે. સમજાણું કાંઈ ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૪૪–૧૪૫, નિયમસાર ગાથા-૭૭ થી ૮૧)