________________
૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ હુંશિયાર બાઈ હોય એ પુડલા સારા કરે, વડી સારી કરે, પાપડ સારા કરે ને આ શું કહેવાય તોરણ, તોરણમાં મોતી સરખા ગોઠવે આમ શરીરના આકારે, હાથીના આકારે, ઘોડાના આકારે આમ જ્યાં જ્યાં હોય, તો આંહીં કહે છે કે એ વાત ખોટી છે. કેમ આ હારમાં નથી ગોઠવતા, તોરણમાં હાથીનું રૂપ ગોઠવે, ઘોડાનું, માણસનું. આહાહા ! પરમાણુને એવી રીતે ગોઠવે, કહે છે કે એમાં કાંઈ એણે કર્યું નથી. એણે કરેલો રાગ એ રાગમાં એ વર્તતી હતી. એ રાગ એમાં વર્તતું નહોતું એ ક્રિયામાં રાગ નહોતો વર્તતો, એમાં તો એના પરમાણુની પર્યાય એમાં વર્તતી'તી. આહાહાહા ! બહુ કામ આકરું. આખી દુનિયાથી જુદી જાત પડે પછી એકાંત કહે છે ને પણ આ આખી વાત જ ફેર છે. ઓલા વ્યવહારના વાંધા કહે છે માળે બહુ કાઢયું, સાધુઓએ એણે “પરિજ્ઞાનમાનવા પ્રયોજનવાન” છે, વ્યવહાર, પરિજ્ઞાન કીધું પ્રયોજન જરૂરનું છે એ વસ્તુ કે જેથી અમારે શુદ્ધિ વધે, શુદ્ધિના અંશને વ્યવહાર સભૂત કહ્યો છે, અશુદ્ધતાને નહિ ત્યાં, આંહીં એમ કહે છે. અરે ભાઈ શુદ્ધતાનો અંશ છે ને અશુદ્ધતાનો અંશ છે બેય, વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન છે, બે ય વાત. આહાહાહા !
ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તે ઉપાદેય છે. બાકી તો પુણ્ય પાપ, સંવર, આસવ, નિર્જરા, બંધ, મોક્ષ એ બહિર્તત્ત્વ છે. બહિર્તત્વ, અંતર્તત્વથી બહિર્તત્વ છે માટે તે હેય છે. સંવર, નિર્જરા હેય છે, આમાં ઓલામાં કહે કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં સંવર ઉપાદેય છે ને નિર્જરા હીતકર છે (શ્રોતા- એ તો પ્રગટ કરવા માટે) ભેદથી તે કથન સમજાવે છે. બહિર્તત્વ સંવર નિર્જરા એ બહિર્તત્વ મોક્ષ એ બહિર્તત્વ અને તેમાં તો એમેય લીધું કે અંત:તત્વ અને બહિર્તત્વ બેયને જાણે એ વ્યવહાર સમકિત છે. નિયમસારમાં છે. અંતઃતત્વ ભગવાન શાયક અને બહિર્તત્વ એ પર્યાય એને માને એ વ્યવહાર સમકિત છે. બે થયાને, બે ત્યાં અંતર્તત્વ ને બહિર્તત્વ તે વ્યવહાર સમકિત છે. આહાહાહા ! એ સંવર, નિર્જરા ને મોક્ષ એ બહિર્તત્ત્વ છે. આત્મા અંતત્વ છે. આસવ ને એ તો બહિર્તત્ત્વ છે જ તે, એ બહિર્તત્વ અને અંતર્તત્વ બેયને જે માને એ વ્યવહાર છે. વ્યવહાર સમકિત છે. એકને જ્ઞાયકપણે તદ્દન પૂર્ણપણે માને તેનું નામ નિશ્ચય સમકિત છે. આહાહાહા ! સંવર, નિર્જરાને ભેળવીને માને તો એ વ્યવહાર સમકિત છે એમ કીધું. ચંદુભાઈ ! આહાહાહા !
ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનઘન, વિજ્ઞાનઘન, પરમ અમૃતનો સાગર પ્રભુ! એ જ એક ઉપાદેય છે બાકી પુણ્ય-પાપ-આસવ-બંધ તો ઠીક પણ સંવર નિર્જરા મોક્ષ એ બહિર્તત્વ. આહાહાહા ! કેમ કે અંતર્તત્વમાં એ નથી. અંતર્તત્વમાં એ અડતું ય નથી, દ્રવ્ય તે પર્યાયને અડતું ય નથી. પર્યાય દ્રવ્યને અડતી નથી. આહાહાહા ! પરની વાત તો અહીં શું કરવી કહે છે. પરનું તો કંઈ પણ એ કરે નહિ, પણ પોતામાં પણ ભેદ પાડીને આત્માને પણ માને ત્રિકાળીને અને બહિર્તત્વને પણ ભેગું માને છે, તો એ પણ બે થઈ ગયા તો વ્યવહાર સમકિત છે, નિશ્ચય સમકિત નહિ. આહાહા ! (શ્રોતાઃ- શેયતત્ત્વ ને જ્ઞાનતત્ત્વની શ્રદ્ધા એ બહિર્તત્વ?) એ ભેદ, એ તો જ્ઞાનપ્રધાન કથન પણ ભેગું કહી દીધું અંદર, જ્ઞાની છે ને એ અહીં વાત થઈ છે. ઘણી વાર, થઈ છે. એનું જ્ઞાન થયું છે એ જ્ઞાન અને આત્મા બે, બે નું એકરૂપ થઈને શ્રદ્ધા, છે, એ નિશ્ચય શ્રદ્ધા ભેગું ગણીને અભેદ-ભેદ કર્યા વિના, જ્ઞાન ને શેય બેયને ભેદ પાડ્યા વિના બેને એક જ