________________
ગાથા-૧૦૪
૨૧૫
મોહપણે ન પરિણમે તો ઈ કર્મપણે ઉદય થયો માટે પરિણમાવે એમ નથી. આહાહા ! નિંદા ને સ્તુતિના શબ્દો, તેના પોતાના ગુણપર્યાયમાં વર્તનારા છે. તે નિંદા કરનારો પણ તેને કરી શકતો નથી શબ્દને નિંદાના. આહાહા !પ્રસંશા કરનારો જે છે એ પ્રશંસાના શબ્દોને એ પ્રશંસા કરનારો કરી શકતો નથી. આહાહા ! તેથી છે ને આવી ગયું ને પાછું આવે છે નિંદા-સ્તુતિ બીજા કરે એમાં તને શું થાય કહે, ઈ ૫૨માણુની પર્યાયપણે એમાં વર્તે છે એમાં તને શું છે ? તારી નિંદા કોણ કરે ? આહાહાહા !
દ્રવ્ય ને ગુણ ઘડારૂપી કર્મમાં નહિ નાખતો ઘડારૂપી કર્મ, કર્મ એટલે કાર્ય માટીનું કાર્ય જે ઘડો છે તેમાં કુંભાર કાંઈ પોતાની પર્યાયને રાગ છે એ રાગ મૂકે અંદર ? સારા ઘડા બનાવે આમ રંગબેરંગી ઓલા શું કહેવાય આસો મહિનાના ગરબા અંદર કાણાંવાળા ને ગરબા આ પાછા ચીતરામણ ઓલું કરે ચારેબાજું ચિતરામણ કરે પુરુષના ને આમ, આમ કહે છે કે એ કાંઈ કરી શકતો નથી ૫૨માં.
અરેરે ! કુંભા૨ ૫૨માર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી. તેવી રીતે પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ ૨સથી જ વર્તે છે. પાછું જો લીધું આ કર્મમાં લીધું પાછું. આહાહા ! વાંધા મોટા એ છે ને એમાં એ પ્રશ્ન ચાલ્યો'તો ને ત્યાં એમાં, કે જ્ઞાનાવ૨ણીને લઈને આત્મામાં હિનાદિક દશા થાય જ્ઞાનની, વરણીજી હારે, ઓલાએ પૂછયું મહારાજ, કાનજી સ્વામી તો એમ કહે છે કે જ્ઞાનની હિણી અધિક અવસ્થા તો પોતાથી થાય છે. જ્ઞાનાવરણીથી નહિ ? નહિ, અંગધારી કહે તો ય નહિ, તે૨ની સાલની વાત છે ને બાવીસ વર્ષ થયા. આહાહાહા !
આંહીં કહે છે કે જ્ઞાનાવ૨ણીઆદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યનો અને પુદ્ગલની પર્યાયમાં નિજ ૨સથી વર્તે છે. જ્ઞાનાવરણી કર્મ તો પોતાની પર્યાયમાં વર્તે છે, દ્રવ્યમાં એટલે કે તેની પર્યાયમાં. આહાહા ! તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો–મૂક્તો-ભેળવતો નથી. આત્મા એ રાગમાં ભલે વર્તો, પણ એથી કરીને એ કર્મની પર્યાયમાં એ રાગ પેઠો કે પેસી જશે અને રાગ સંક્રમણ કરીને જ્ઞાનાવરણીનું બનાવ્યું છે એમ નથી. આહાહા ! આ તો આમ ૫૨નો કર્તા નથી એમ સિદ્ધ કરવું છે ને ? આહાહા ! કારણકે કોઈ વસ્તુનું દ્રવ્યાંત૨ કે ગુણાંત૨, તે ગુણાંત૨રૂપે સંક્રમણ થવું અશક્ય છે. આહાહા !
આત્મા પોતે પોતાની પર્યાયમાં વર્તે દ્રવ્યમાં તો છે જ, પછી વિકારીપણે કે અવિકારીપણે પણ એને જ્ઞાનાવરણી જે બંધાય છે એમાં એ પોતે એની પર્યાયમાં વર્તનારા એ ૫૨માણુઓ એને આત્મા બાંધે, આત્મા જ્ઞાનાવરણી કર્મને બાંધે એ ત્રણકાળમાં નથી. તેમ જ્ઞાનાવરણીમાં આંહીં ક્ષયોપશમ થયો પોતાને કા૨ણે તેથી ત્યાં જ્ઞાનાવરણીમાં ક્ષયોપશમ દશા થઈ આને કા૨ણે એમ નથી. આહાહા ! આવું છે. આખો દિ' કરીએ છીએ ને વળી કહે કંઈ કરતો નથી એક સમય કરતો નથી. આહાહા ! છોકરા ડાહ્યા હોય ને દુકાન ચલાવવા બેસાડે કેવી દુકાન ચાલે છે, કે આમ કે. ઓહોહો ! પાંચશે પાંચશેની એક દિવસની પેદાશ આવે કે હજાર રૂપિયાની પેદાશ, છોકરાવ હોશિયાર બહુ, કઠે કર્મી પાડ્યા. કર્મી પાડ્યા. ( શ્રોતાઃ– કર્મી પાક્યા ને ધર્મી નહીંને ) એ આ કામ કર્યું એ માટે કર્મી પાક્યાં એમ કહે છે. આહાહા ! પણ એ કામ કરી શકતા નથી. આહાહા !