________________
ગાથા-૧૦૪
૨૧૩ આહાહાહા ! એ જ્ઞાનાવરણી કર્મ, એ જ્ઞાનની હીણી દશા કરે એમ થાતું નથી એમ કહે છે. આહાહા ! જ્ઞાન, જડ છે આવરણ, એ જ્ઞાનને આવરે એ ત્રણકાળમાં બનતું નથી એમ કહે છે. આહાહા !
એ જ્ઞાન પોતે જ હીણપણે પોતાની પર્યાયપણે વર્તતું પરની અપેક્ષા એમાં નથી. આહાહાહા ! ભાષા કહેવી જ્ઞાનાવરણી કર્મ જ્ઞાનને આવરે. આંહીં કહે છે કે એ કર્મ જ્ઞાનની પર્યાય હીણી થાય પોતાથી, એમાં એ વર્તે, પણ એ કર્મ એને વર્તાવે હીણાપણે એમ છે નહિ. આહાહા ! (શ્રોતા- અંતરંગ બહિરંગ વ્યાસિ કેમ કીધું છે) વ્યાસિ બહિરંગ છે જ નહિ. બહિ: એટલે બહાર છે બસ, એ નિમિત્ત છે એટલું, પણ એનાથી અહીં થાય છે એમ નથી-તેરની સાલમાં એ જ વાંધો હતો ને ? નિમિત્તથી પણ કોઈ વખતે થાય. પણ કોઈ વખતે થાય એટલે શું? યે સમયે તે દ્રવ્ય પોતાની પર્યાયમાં વર્તતું નથી કે જેથી બીજાં દ્રવ્ય તેને એ પર્યાયમાં વર્તાવે? આહાહા ! કુંભારની ઇચ્છા હોય તો ઘડો કરે, ઇચ્છા હોય તો કોડિયું કરે, એમ છે જ નહિ. આકરું કામ ભાઈ ! આહાહા !
એક તત્ત્વ વસ્તુ છે, એ સત્ છે તેના અનંતા ગુણો છે, અને તેની એક સમયની અનંતી પર્યાય છે. બસ એ દ્રવ્ય પોતાના ગુણ ને પર્યાયમાં વર્તે તેની મર્યાદા તોડવી અશક્ય છે. બીજો કોઈ એને પર્યાયમાં વર્તાવી દે? આહાહાહા ! અંતરાય કર્મનો ઉદય આકરો આવ્યો માટે અહીં વીર્યમાં હીણાપણું થયું વીર્યંતરાયને લઈને તો કહે છે વીર્યંતરાય છે એ જડની પર્યાય છે, એ એના ગુણપર્યાયમાં વર્તે છે, અને આંહીં જે પોતે હીણી દશા વીર્યની થઈ એ પોતે પોતાના ગુણપર્યાયમાં વર્તે છે, એ પરને લઈને હણાપણે વર્તે છે એમ નથી. આહાહા! આવું છે.
આ બધા વેપારી બેપારી બધા તોફાન કરતા હશે, નહિ કરી શકતા હોય? આહાહા ! ઉદ્યોગપતિ, નથી કહેતા? આમાં અહીં મારા માં બાપ કાંઈ મૂકી ગયા નહોતા બાપા, ને પોતે પોતાના બાવડે બળે આ બધું ભેગું કર્યું શું કર્યું ધૂળ? ઉદ્યોગપતિ શાંતિ શાહુ, ફલાણા ઉદ્યોગપતિ, ઉદ્યોગપતિ? આહાહા !
પોતાના દ્રવ્ય ને પર્યાયમાં વર્તતું દ્રવ્ય પોતાનું, જે બીજાના દ્રવ્ય તેના ગુણને પર્યાયમાં વર્તતું દ્રવ્ય, તેને આ શું કરી શકે ? કાળ બે નો એક છે ને, આના દ્રવ્ય-ગુણપણે એ પ્રવર્તે છે ને આંહીં પોતાના ગુણ પર્યાયપણે વર્તે, પણ કાળ તો એક છે એમાં કરે શું? આહાહા! આવું છે. કુંભાર પોતાને ને પોતાના ગુણપર્યાયને નાખતો, મૂક્તો, ભેળવતો ત્રણ બોલ લીધાં. એ ઘડાની પર્યાયમાં કુંભાર પોતાની પર્યાયને નાખતો નથી, મૂક્તો નથી, ભેળવતો નથી. આહાહાહા ! કારણકે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી નિષેધ છે. આહાહા! કુંભાર પોતાની પર્યાયને માટીના ઘડાની અંદરમાં મૂકે એવું છે નહિ ત્રણકાળમાં કહે છે. કુંભારની પર્યાય કુંભારના આત્મામાં વર્તતી રહે છે. માટીની પર્યાય ઘડો એ માટીમાં વર્તતી રહે છે, અને એ બીજો એની પર્યાયને અહીં મૂકે જરી એવો આકાર ઘડાનો થાય આવો થાય આવો થાય એમાં પરની કાંઈ પણ અસર નથી. આહાહા ! આવું છે.
આ મકાનનાં પરમાણુઓ એની પર્યાયપણે પ્રવર્યા છે એને કોઈ ઇજનેર કે પ્રમુખ થઈને કે કડિયો એને કંઈ કરે, એ બનતું નથી એમ કહે છે. (શ્રોતા- આપણે તો મિસ્ત્રી રાખ્યા'તા)