________________
૨૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશક્ય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.
ગાથા-૧૦૪ ઉપર પ્રવચન दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि।
तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता।।१०४।। આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, ગુણશબ્દ અહીં પર્યાય] તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪. I લેવી. (સમજવી) |
ટીકા- જેવી રીતે માટીમય ઘડારૂપી કર્મ” આહાહા ! માટીમય ઘડારૂપી કર્મ, કે જે માટી રૂપી દ્રવ્યમાં અને માટીની પર્યાયમાં નિજ રસથી વર્તે છે. આહાહા ! માટીમય ઘડારૂપી કાર્ય, કે જે માટીરૂપી દ્રવ્યમાં અને તેની પર્યાયમાં નિજરસથી જ વર્તે, નિજશક્તિથી જ વર્તે છે, નિજશક્તિથી વર્તે છે પરને કારણે વર્તે છે એમ છે નહિ. આહાહા ! ઘડો કુંભાર કરે છે એ ત્રણકાળમાં ખોટી વાત છે એમ કહે છે. આહાહા ! પરની દયા પાળી શકે એ તો ક્યારે કે અહીંની પર્યાય સંક્રમીને ત્યાં જાય તો, એ તો બનતું નથી પછી પરની દયા પાળવી કે પરને મારવો એ ક્યાં રહ્યું આમાં? ભાવ કરે એ ભાવ કરે એ ભાવમાં વર્તે, પણ એ ભાવમાં વર્યો મારવાનો ભાવ એમાં વર્તે, પણ એથી બીજાને મારી શકે એમ બને નહિ. આહાહાહા ! આવું કામ છે બધું. (શ્રોતા- બીજાને જીવાડે) કોણ જીવાડે ? હેં? એ તો કલ્પનાઓ છે, આકરું કામ છે.
માટીમય ઘડારૂપી માટીમય, જોયું ભાષા કેવી લીધી છે. માટીનું કાર્ય છે એમે ય ન લેતા, માટીમય ઘડારૂપી કાર્ય, માટીમય ઘડારૂપી કાર્ય એમ, કે જે માટીરૂપી દ્રવ્યમાં અને તેના ગુણમાં એટલે તેની પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. એ માટી પોતાની શક્તિથી જ ઘડારૂપે થયું છે. ઘડારૂપે થઈ એ પોતાની શક્તિથી જ થયું છે નિજરસથી થયું છે. આહાહાહા ! એવું છે બહુ. આ મહાસિદ્ધાંતો છે બધાં, તેમાં કુંભાર પોતાને કે પોતાના પર્યાયને નાખતો, મૂક્તો ભેળવતો નથી. આહાહા ! આવું છે.
આત્મામાં અનાદિથી અજ્ઞાનપણે જે રાગદ્વેષ ને મિથ્યાત્વ થાય, તે દ્રવ્ય તેની પર્યાયમાં વર્તે છે. પણ તેને કર્મનો ઉદય અહીં મિથ્યાત્વ કરાવે ને રાગદ્વેષ કરાવે એમ બનતું નથી. પરને લઈને વિકાર થતો નથી એમ કહે છે. મોટો વાંધો છે ને અત્યારે, છે ને શ્વેતાંબરની સામે ને આપણે આમાંય દિગંબરમાં ય પંડિતો કેટલાકે, નિમિત્તથી પણ થાય, કોઈ વાર. આહાહાહા....
આંહીં તો કહે છે કે જે કંઈ આત્મામાં દ્રવ્યપણું અને તેની પર્યાયપણું ભલે પુણ્ય-પાપના પર્યાયપણે હો તેમાં વર્તતો તે કર્મના ઉદયને લઈને અહીં વર્તે છે એમ નથી. કર્મનો ઉદય જડની પર્યાય છે, એની પર્યાયમાં વર્તતા એ પરમાણું છે એ પર્યાય આને વર્તાવે એવું સ્વરૂપમાં નથી.