________________
૨૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પોતપોતાના ભાવને કરે ને પોતપોતાના ભાવને ભોગવે. આહા ! એ તો માથે પહેલાં કહી ગયા. ભાવનો વ્યાપક હોવાથી પોતે કર્તા અને ભાવ તેનું વ્યાપ્ય હોવાથી તેનું કાર્ય ખલાસ થઈ ગયું. આહાહાહા ! ભારે વાત ભાઈ !
“જે દ્રવ્યસ્વભાવ તેને કોઈપણ પલટાવી શકતું નથી એ વસ્તુની મર્યાદા છે” એ વસ્તુની મર્યાદા છે. કોઈને આંગણે કોઈ જાય, કોઈની પર્યાયમાં કોક જાય, આંગણે જાય લ્યો ને પર્યાયમાં, દ્રવ્યમાં ભલે નહીં, એમ થઈ શકતું નથી. આહાહા !
“આ કઠેલા કા૨ણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ કહે છે લ્યો.
હવે, ભાષા ફેરવી નાખી (જુઓઃ ) “તેવી (-સહજ ) આ દૃષ્ટિ સદા જયવંત છે.” સમ્યગ્દર્શનને ઠેકાણે ત્રિકાળ દૃષ્ટિ જે છે દર્શન, ત્રિકાળ શ્રદ્ધા ( તે ) લીધી છે. ત્રિકાળ... હોં ! કા૨ણ દૃષ્ટિ છે એ ત્રિકાળ અંદર છે. સમ્યગ્દર્શન, એ દૃષ્ટિ, તો પર્યાય છે. પણ એનો જે વિષય છે એમાં જે કારણ ‘દૃષ્ટિ’ સહજ ત્રિકાળ જયવંત વર્તે છે. આહા... હા... હા ! સમજાણું કાંઈ ? જેના ઉપર દૃષ્ટિ પડી તે જ વસ્તુ–સહજ દૃષ્ટિ-અંદર ત્રિકાળ વર્તે છે, ધ્રુવ છે.
આહા...હા ! છે.. ! “તેવી” એટલે ‘જેવું જ્ઞાન તેવી' એટલે ‘તે રીતે’ “( –સહજ ) આ દૃષ્ટિ સદા જયવંત છે.” આહા...હા ! સમ્યગ્દર્શનની દૃષ્ટિ તો પર્યાય, (તે ) તો નવી પ્રગટ થાય છે; તે સદા જયવંત નથી. પણ અંદર જે દૃષ્ટિનો વિષય છે, જે સભ્યશ્રદ્ધા-દૃષ્ટિ જે છે, તે સદા જયવંત છે. આહા...હા ! આવો માર્ગ છે!!! જે દૃષ્ટિનો વિષય અંદર છે, જે સભ્યશ્રદ્ધા-દૃષ્ટિ છે, જે ધ્રુવદૃષ્ટિ છે, તે સદા જયવંત વર્તે છે ! આહા...હા ! દૃષ્ટિ સદા જયવંત વર્તે છે, ધ્રુવ ! જે સમ્યગ્દર્શનની પર્યાય એ વિષય કરે છે એને (એવી ) ખબર નથી. પણ જ્ઞાન સાથે છે, જ્ઞાન જાણે છે કેઃ આ દૃષ્ટિની પર્યાય જે ઉત્પન્ન થઈ તેને, જે અંતરદૃષ્ટિ જયવંત વર્તે છે. આહા...હા ! સમજાણું કાંઈ ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૧૯, શ્લોક ૭૫ ૫૨નું પ્રવચન,નિયમસાર)