________________
ગાથા-૧૦૩
૨૦૯
ઉદયથી પૈસા આવ્યા કહે છે કે સગવડતા આવે એ બધી નિમિત્તથી કથન છે, બાકી બાહ્ય પદાર્થ જે છે એ પોતે પોતાના ગુણ પર્યાયમાં વર્તનારા વર્તી રહ્યા છે, એ શાતાના ઉદયને લઈને પણ નહિ. આહાહા !
એક ૫૨મા પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે ને બીજો ૫૨માણું જોડે છે તે તેની પર્યાયને વર્તાવે, ચા૨ ગુણ આંહીં હોય ને છ ગુણ એ હોય તો ત્યાં છ ગુણ થાય, બે ગુણ અધિક, પાઠ છે શાસ્ત્રમાં. ચા૨ગુણવાળો ૫૨માણું હોય, છ ગુણવાળા ૫૨માણું સાથે મળે તો છ ગુણ થઈ જાય પણ એ આને લઈને થાય છે એમ નહિ. છ ગુણ અહીં છે માટે છ ગુણ અહીં પ્રવર્તાવે છે એમ નથી. એ પોતે જ પોતામાં તે વખતે છ ગુણની પર્યાય, છ પર્યાયપણે પરિણમે છે એને બીજો ૫૨માણું અધિકવાળો એને પરિણમાવે છે એમ નથી. કહો આમાં આવી વાત છે.
લાદીનો એકએક ૨જકણ એમ કહે છે. ( શ્રોતાઃ- જેવું છાંટે એવું થાય ને ) એ છાંટી શકે જ નહિને ? એ એનો એકએક રજકણ તે તે પોતાની પર્યાયમાં વર્તે છે ને બીજો છાંટે ને ઈ કરે એ વાતમાં કાંઈ માલ નથી. આહાહા ! આવું છે. પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં વર્તે છે, પરંતુ દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્યની પર્યાયમાં એટલે બીજાના ગુણમાં કે દ્રવ્યમાં બીજાના દ્રવ્યમાં કે બીજાની પર્યાયમાં સંક્રમણ પામતી નથી. એક તત્ત્વ પોતાના ગુણપર્યાયપણે વર્તે છે, તે તત્ત્વ અને૨ા દ્રવ્ય ને અનેરી પર્યાયમાં વર્તતું નથી. આહાહા !
ગાથા તદ્ન દરેક પર્યાય તે તે કાળે સ્વતંત્ર તે દ્રવ્યની છે એમ સિદ્ધ કરે છે. આહાહા ! કર્મને લઈને નહિ ત્યાં આનો આધાર ત્યાં આપ્યો છે ને પાછળ સર્વવિશુદ્ધમાં, સર્વવિશુદ્ધમાં આનો આધાર તો આપી દીધો પાછળ, કે જુઓ ૧૦૩ માં આમ કહેવાઈ ગયું છે પાછળ આવે છે આવે છે. અને ‘દ્રવ્યાંતર કે ગુણાંત૨રૂપે નહિ સંક્રમતી' જ્યારે એક વસ્તુ બીજાના ગુણદ્રવ્યપણે ને બીજાની પર્યાયપણે ન સંક્રમે તો અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે ? આહાહાહા ! મોટો ગોટો અત્યારે ચાલે છે ને ? નિશ્ચયથી ન કરે પણ વ્યવહારથી કરી શકે છે એમ કહે છે. કરે શું ધૂળ કરે વ્યવહા૨થી, વ્યવહા૨થી બોલાય કથનથી બોલાય. એ બોલવાની ભાષા એ આત્મા કરે ? કદી ન પરિણમાવી શકે, એક વસ્તુ બીજી વસ્તુના દ્રવ્યરૂપે કે પર્યાયરૂપે સંક્રમી શકે નહિ માટે તેનું કાંઈ કરી શકે નહિ. માટે ૫૨ભાવ કોઈથી કરી શકાય નહિ. આ પરભાવ શબ્દ ૫૨દ્રવ્યની પર્યાયની વાત છે અત્યારે પરભાવ એટલે વિકારી ભાવની વાત નથી. આહાહા!
ભાવાર્થ:- “જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી” આહાહાહા ! જીવ રાગમાં વર્તે તો તે કાળે શુભરાગ હોય તો શાતાવેદનીય બંધાય, પણ એ કહે છે કે રાગ આની પર્યાય છે એ આમાં સંક્રમી નથી, એ વખતના ૫૨માણુઓ શાતાપણે પોતાના ગુણની પર્યાયપણે પરિણમ્યા છે, રહ્યાં છે, એ રાગને લઈને થયાં છે એમ નથી. આહાહા ! આયુષ્યનું બંધન થાય, એ જે એનો ભાવ છે તેમાં તે આત્મા વર્તે, પણ એ ભાવને લઈને આયુષ્ય બંધાણું ૫૨માણુંની પર્યાયમાં વર્તે એમ ન બને. આહા ! જેવા કર્મ બાંધ્યા એવા ભોગવવા એમ માણસો નથી કહેતા ? આંહીં તો કહે કે બાંધતો ય નથી ને ભોગવતો ય નથી એ.