________________
૨૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ રાખે કોણ? કહો રાયચંદભાઈ ! આવી વાતું છે. ત્યાં તો પંદર લાખનું મંદિર કરે છે તેથી વધારે વધશે કહે છે વાત થતી'તી. આહાહાહા ! બાપુ કોણ કરે ભાઈ ? આહાહા ! અનંત પરમાણુઓનો પિંડ, એમાં એક એક પરમાણું પોતાના ગુણ ને પર્યાયમાં વર્તનારો એ મર્યાદાને કોણ તોડે ? આહાહાહા! એક એક પરમાણું પોતાની મર્યાદામાં વર્તતો એ એક સમયમાં ભેગા અનંતા જીવ છે નિગોદમાં, અને તેની સાથે અનંતા તેજસ ને કાર્મણના પરમાણું છે, પણ તે એક એક આત્મા પોતાની ગુણપર્યાયમાં વર્તે છે, બીજો આત્મા છે એ એની ગુણપર્યાયમાં વર્તે છે આ બે ભેગા વર્તે છે એમ છે નહિ. આહાહાહા ! બહુ આકરું, એમ નિગોદના જીવને બચાવી શકે આત્મા એમ નથી. કારણ કે એ પોતાની પર્યાય ત્યાં મૂક્તો નથી, તે શું કરી શકે? એમ કહે છે. સમજાણું કાંઈ ?
પાણીના પરમાણું છે, એ આમ જે પડે છે આમ એ એના પરમાણુની પર્યાયપણે વર્તી રહ્યાં છે. આહાહા ! આત્માએ પાણીને ઉપાડીને પીધું એ વાત ખોટી છે કહે છે. (શ્રોતા:- પાણી કોણ પીએ છે?) કોણ પીવે છે? આહાહા ! તે તે પરમાણું પોતાની પર્યાયમાં ને ગુણમાં વર્તનારા એ બીજાને-બીજામાં વર્તે એવું ત્રણકાળમાં બને નહિ, બીજા વર્તાવે અને બીજામાં વર્તે. આહાહા ! બહુ અભિમાન મોટા છે અભિમાન અંદર, આ કર્યા ને આ કર્યા ને આ કર્યા ને. આહાહા! મિથ્યાઅહંકાર.
કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો, પલટી ને પરમાં જવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે. વસ્તુની મર્યાદાથી જ તે નિષેધ છે. આહાહા ! દ્રવ્યાંતરરૂપે અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણાવવી અશક્ય હોવાથી, શું કીધું ઈ? અન્ય દ્રવ્યરૂપે બદલ્યા વિના અંદરમાં ગયા વિના (આવી) વસ્તુસ્થિતિ વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય છે. બીજી ચીજને ક્યારે બદલાવે કે એમાં જો એ ભળી જાય તો, કોઈમાં તો ભળતી નથી કોઈ ચીજ. દરેક પરમાણું ભિન્ન ભિન્ન, દરેક આત્મા ભિન્ન ભિન્ન કામ કરી રહ્યાં છે પોતાનું. આહાહા !
પોતાના દ્રવ્ય અને ગુણપર્યાય બનેને ઘડારૂપી કર્મમાં નહિ નાખતો, છે? પોતાના દ્રવ્ય ને ગુણ બને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો, ઘડારૂપી કાર્ય છે તેમાં કુંભાર પોતાના ગુણ ને પર્યાયને નાખતો નથી ત્યાં પોતાની ગુણ પર્યાયને ત્યાં નાખતો નથી, તો ઘડાને શી રીતે કરે? આહાહા ! એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી એમ હવે કહે છે. કુંભાર ઘડાનો કર્તા અમને તો પ્રતિભાસતો નથી. આહાહા ! દુકાનને થડે માલ લેવા આવે, માલ આપે ને આમ, લ્યો આ ખજુર પાંચ શેર ને આ ફલાણું આ સાકર કહે છે કે એ બધા પરમાણું પોતાની પર્યાયે તે કાળે તે રીતે પ્રવર્તે છે, એમાં બીજો એને પ્રવર્તાવે છે એમ નથી. વસ્તુની મર્યાદા પણ એ તો જે છે, પોતે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં છે બસ એટલું, ત્રણે ય કાળે ત્રણે, કર્મ અને આત્મા, એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતપોતાના દ્રવ્યપર્યાયમાં રહેલાં છે. એકબીજાને નિમિત્ત નૈમિતિક કહેવાય.
વિકાર કરે તો નિમિત્ત કહેવાય ઈ, ન કરે તો છે એ પણ પોતાની પર્યાયમાં ખરી જાય છે. અહીં આવ્યું છે ને? “દ્રવ્ય મોહ ઉદયે સતે,” ભાવ મોહપણે ન પરિણમે તો એ ઉદય ખરી જાય છે. ટીકામાં છે. આમાં ૪૫. આહાહા ! જડ કર્મનો ઉદય છે મોહનો એ એની પર્યાયમાં વર્તે છે, અને તેથી તે અહીં વિકારને કરાવે એમ છે નહિ કાંઈ. એવો ઉદય છતાં સ્વભાવસમ્મુખ થઈને