________________
ગાથા-૧૦૪
૨૧૭ આમ કરીને અભેદ રીતે લેવું એમાં ત્યાં જ્ઞાનપ્રધાન કથન છે, દૃષ્ટિપ્રધાન કથનમાં આમ હોય છે. અને તે ચરણાનુયોગમાં છે ને? એમાં છે સર્વ વિશુદ્ધિ અધિકારમાં, ચરણાનુંયોગમાં. આહાહાહા! અહીંયા તો એકરૂપ દૃષ્ટિના વિષયની અપેક્ષાએ કહ્યું એકરૂપ ત્રિકાળ નિત્યાનંદ પ્રભુ તે જ સમકિતનો વિષય છે.
ત્યાં તો એમેય કીધું ને ૩૨૦ માં પર્યાય જાણે છે. સંવર નિર્જરાની પર્યાય પણ જાણે છે કે “હું ત્રિકાળ સકળ નિરાવરણ, વસ્તુ ત્રિકાળી નિરાવરણ, અખંડ છું,” પર્યાયનો ખંડ પણ મારા સ્વરૂપમાં નથી. આહાહા! એક છું દ્રવ્ય ને પર્યાય બે, એ પણ નહિ. આહાહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય છું. મારી નિર્મળ પર્યાય દ્વારા હું પ્રત્યક્ષ કરી શકું છું એ આત્મા છે. આહાહાહા ! પ્રકાશ નામની શક્તિ છે ને એમાં? સ્વસંવેદન પ્રત્યક્ષ કરી શકું છું. અવિનશ્વર છું, કદી મારો પલટો ખાઈને પલટી જાય એવું મારું રૂપ જ નહિ. હું તો ધ્રુવ ધ્રુવ ધ્રુવ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, શુદ્ધ પારિણામિક ત્રિકાળી સહજ સ્વભાવ એવું જે પરમભાવ એમ જાણે છે કે આ હું છું. સંવર, નિર્જરાની હારે વર્તતી જે જ્ઞાનની પર્યાય એ પર્યાય છે. એમ કહે છે કે હું તો આ છું. સંવર નિર્જરાની પર્યાય હારે જ્ઞાનની પર્યાય છે ને ભેગી, તો ભૂતાર્થને શ્રદ્ધ એટલે એક જ પર્યાય તે તરફ વળી છે એમ નહિ (જાણવામાં એ સાતેય ઉપાદેય કે હેય?) એ બધા ઉપાદેય એટલે જાણવા લાયકમાં આવી ગયું બધું એ આખું વસ્તુ આત્મા જ્ઞાન ને એનું જે શેય એનું થયું જ્ઞાન આમાં, એ ઉપાદેય છે.
એ ખડકે, શું કહેવાય એ માલ ખડકે ને બધું, ગોદામમાં, ગોદામમાં નહીં પણ આમ આમ વેપાર દુકાનમાં ડબા આખા રાખે ખાલી, ને એમાં એક એકમાં ભર્યું હોય કોઈમાં બદામ, કોઈમાં પિસ્તા, આખા ઘોડા હોયને લાકડાના, લાકડાના ઘોડા અમારે ત્યાં એ હતું ને દુકાનમાં, ડબા મૂકે ખાલી રાખે ને એમાં એકમાં બદામ હોય, એકમાં પિસ્તા હોય, એકમાં ચારોળી હોય ફલાણું હોય ઢીંકણું હોય માથે નામ લખ્યું હોય, કહો ત્યાં રહે છે કે નહિ, ડબામાં અધ્ધર? આંહીં ના પાડે છે, કે એ બદામ ડબામાં રહી નથી, ડબાને આધારે બદામ ત્યાં રહી નથી. બદામના એક એક રજકણો પોતાના અંદર આધારથી ત્યાં રહ્યાં છે. આહાહાહા ! આવી વાતું છે ઝીણી. નવું લાગે માણસને.
પોતાના દ્રવ્ય ને આત્મા કે પોતાના ગુણને એટલે કે પર્યાયને ખરેખર નાખતો-મૂક્તોભેળવતો નથી, કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર (રૂપે) કે પર્યાયાંતર (રૂપે) સંક્રમણ થવું અશક્ય છે. આહાહાહા ! દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુ પરિણાવવી અશક્ય હોવાથી. આહાહાહા! પલટયા વિના પલટન પોતે કરીને એમાં ગરી જાય અંદરમાં તો તો કાંઈ કરે પરને, પણ એ પલટીને અંદરમાં સંક્રમણ તો કરી શક્યો નથી. ખરેખર તો બીજાને અડતું ય નથી દ્રવ્ય. દરેક દ્રવ્ય પોતાના ધર્મને ચૂંબે છે ગુણપર્યાયને પણ અન્ય દ્રવ્યને ને ગુણપર્યાયને અડતું નથી. આહાહા ! આવી વાત છે. અગ્નિ અહીં અડતી નથી આંહીં. અગ્નિના રજકણ જુદા આ રજકણ જુદા ને આંહીં ઉનું થાય જો ઉનું થવાની પર્યાય પોતે વર્તે છે. એમાંથી થયું છે અગ્નિને લઈને નહિ. સમજાણું કાંઈ? આહાહા!
પોતાના દ્રવ્ય ને ગુણ બંનેને તે જ્ઞાનાવરણી આદિ કર્મમાં નહિ નાખતો આત્મા, આત્મા