________________
ગાથા-૧૦૫
૨૨૩
આવો એનો મૂળ સ્વભાવ હોવા છતાં, અનાદિ અજ્ઞાનને, (લીધે ) પોતાની એને ખબર નથી. કે હું કોણ છું, ને કેવડો છું, ને કયાં છું. એ સ્વરૂપના સ્વભાવના અજ્ઞાનને લીધે, કર્મને લીધે નહિ, એમ નથી ( કીધું ), આવો સ્વભાવ છે પણ કર્મને લઇને એ આમ આચ્છદિત થયો છે એમ નથી, એ મોટો ગોટો ઉઠયો છે ને અત્યારે, પોતાના અજ્ઞાનને લીધે. આહાહા ! જે સ્વરૂપ છે તેમાં દૃષ્ટિ ન રાખતા, જેમાં નથી એવા રાગદ્વેષ ઉપ૨ જેની દૃષ્ટિ છે, એ અજ્ઞાનને લીધે કરે છે. આહાહા ! સમજાણું કાંઇ? પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતાં અજ્ઞાનને લીધે, પૌદ્ગલિક કર્મ તો એને કા૨ણે બંધાણું છે, એની પર્યાયે, પણ આ નિમિત્તરૂપ થતાં, આ નિમિત્તરૂપ થતાં એટલે નિમિત્ત થયું ને એમ, આંહી થયું છે તો એની મેળાએ પણ અહીં નિમિત્ત થયું શું ? એને સંબંધ નિમિત્ત નિમિત્તનો થઇ ગયો ને ?નિમિત્તરૂપ થતાં, નિમિત્તરૂપ થતાંનો શું અર્થ ? પૌદ્ગલિક કર્મ તો તે પ્રકારે તે પર્યાયે ક્રમબદ્ધમાં જે ૫૨માણું કર્મરૂપે થવાના છે એ થવાના, થયા છે, હવે અહીં નિમિત્તભૂત થતાં, ઉપાદાનભૂત તો ન્યાં ગયું. આહાહા ! શું કહ્યું ઈ ? કે કર્મ જે અજ્ઞાનીને બંધાય છે, એ તો એના ઉપાદાનની એની પર્યાયથી ત્યાં બંધાણું, હવે આંહીં એનું નિમિત્ત કોણ છે, એ બતાવવું છે, અજ્ઞાનીનું અજ્ઞાન તે નિમિત્ત છે. નિમિત્ત છે, ઉપાદાન તો એની પર્યાયના એને કાળે ત્યાં થયું છે. બહુ ઝીણું આવું. ઓલું સહેલું સટ હતું બધું, લ્યો “ ઇચ્છામિ પડિકકમાં ઈરિયા વિરિયા વિરાણાએ ગમણાં ગમણે તસ્સઉત્તરિ કરેણણું થઇ ગયું સામાયિક, તસ્સ ઉત્તરી કરેણણું” ધૂળમાંય નથી કાંઇ પણ.
ભગવાન અંદર બિરાજે છે પ્રભુ અનંત ગુણનો પવિત્ર ધામ, ઓલામાં આવ્યું ને શ્રીમમાં ? “સ્વયં જ્યોતિ સુખ ધામ” અતીન્દ્રિય આનંદનો ધામ છે એ પ્રભુ તો. આહા !દુઃખ ઉત્પત્તિ થાય એવું એનું સ્થાન છે જ નહિ. સ્વયં જ્યોતિ છે. ચૈતન્ય જ્યોતિ સ્વયં પોતે છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન”, ત્યાં પ્રદેશ નાખ્યા છે–શુદ્ધ છે જ્ઞાનપિંડ છે, “ચૈતન્યઘન” નામ અસંખ્ય પ્રદેશી છે, “સ્વયં જ્યોતિ” અપના-પોતાથી છે એમને એમ અનાદિથી અને “સુખ ધામ”, અતીન્દ્રિયઆનંદનું સ્થાન છે એ ત્યાં પાકે તો અતીન્દ્રિય આનંદ પાકે એવું એ ખેતર છે. રાગદ્વેષ પાકે એવું ખેતર આત્મા નથી કહે છે. આહાહા ! સ્વઆશ્રય ભૂલી ને ૫૨ આશ્રયમાં જાય છે, વ્યવહા૨માં, ત્યારે તેને અજ્ઞાન થઇને રાગદ્વેષ થાય છે. આહાહા !
અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને, પૌદ્ગલિક કર્મને એમ કીધું ને ? તો પૌદ્ગલિક કર્મની અસ્તિ તો સિદ્ધ કરી ઉપાદાનથી, એનું, શું કીધું ઈ ? ત્યાં સિદ્ધ ( શ્રોતાઃ- પૌદ્ગલિક કર્મને ઉપાદાનથી સિદ્ધ કર્યું ) છે એમ. એ પૌદ્ગલિક કર્મ આમ સિદ્ધ કર્યું ને એને નિમિત્તભૂત થતાં લ્યો, એને નિમિત્તપણે બીજી ચીજ જે સંયોગી છે આત્માનો વિકારભાવ એ નિમિત્તભૂત એને થતાં એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તરૂપ થતાં, એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, આહાહા ! કર્મ તો કર્મ પૌદ્ગલિક કર્મ તો ત્યાં છે, હવે આંહીં એને નિમિત્ત કોણ થયું ? કે નિમિત્તરૂપ એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, એ પોતાના સ્વરૂપના ભાન વિના એ પુણ્ય ને પાપ, દયા ને દાન આદિના વિકલ્પો મારા છે, એ રીતે અજ્ઞાનભાવે પરિણમતો, અજ્ઞાનભાવે થતો, બીજી ભાષા તો પહેલી આવી ગઇ'તી, એકવાર એ રીતે માને છે, વસ્તુ એવી થતી નથી. પહેલાં એ આવી ગયું'તું ભાઈ પહેલાં શ્લોકમાં એ માને છે, ૯૬/૯૭ માં એ ગાથામાં