________________
ગાથા-૧૦૩
૨૦૭ કહે છે. કેમ કે કુંભાર અન્યદ્રવ્ય છે, ઘડો અન્ય દ્રવ્યની પર્યાય છે, તે કુંભાર અંદર સંક્રમણતો નથી અંદર પેસતો નથી એથી ઘડાને કુંભાર કરી શકે નહિ. (શ્રોતા:- અમારું કર્યું બધુ પાણીમાં જશે) કર્યું શું અભિમાન કર્યું'તું. આહાહાહા ! આકરું કામ છે. આ વકીલાત કરી'તી ને આ વકીલાત ને બધે ભાષાને આ એ પાણીમાં ગયું કહે છે, એમ કહે છે, પણ એ ભાષા જ કે દિ' કરી'તી, ભાષા તો જડ છે. જડની પર્યાયની મર્યાદા એના તો ગુણ પર્યાયમાં એ પરમાણું વર્યા છે, આત્મા એની પર્યાયમાં વર્તાવે ? આહાહા ! (શ્રોતા:- રૂપિયા લીધા છે) રૂપિયા લીધા એ ય મફતના એ રૂપિયા તો તે વખતે આવવાના હતા. કહો હસુભાઈ, હસુમખભાઈ નથી આવ્યા નહીં આજ ભાવનગર, સમજાણું કાંઈ? આહાહાહા ! મહા સિદ્ધાંત છે.
જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જેટલી જેવી ગુણપર્યાયવાળી જેવડી અને તે એટલું તે ચૈતન્ય સ્વરૂપ ને અચૈતન્યસ્વરૂપ પાછું એમ, એ દ્રવ્યમાં ને ગુણમાં નિજ રસથી પોતાની શક્તિથી પોતાના સ્વભાવથી દરેક વસ્તુ પોતાના ગુણ ને પર્યાયમાં અનાદિથી જ વર્તે છે. ગુણ એટલે પર્યાયની વાત છે અહીં, સમજાણું કાંઈ? આહાહા ! આકરું કામ છે.
ઓલું વ્યવહારને હજી તો વળગ્યો છે, ત્યાં આ હજી એકનું બીજાનું કરે નહિ દયા પાળી શકે નહિ, આ મંદિર બનાવી શકે નહિ આત્મા, એમ કહે છે. હવે થઈ ગયું મંદિર. એટલે, તે તે પરમાણુઓ અને તે તે અચૈતન્ય એનો સ્વભાવ તેમાં તે પરમાણુઓ વર્તી રહ્યા છે. અચલિત ચળે નહિ એ સ્થિતિમાં વર્તી રહ્યાં છે, એમ દરેક આત્મા એક નિગોદના શરીરમાં અનંત જીવ, એ એક એક જીવ પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. એક જગ્યામાં અનંત જીવ, અને ત્યાં અનંતા તેજસ કાર્પણ પરમાણુઓ દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યું છે. આહાહાહા ! કહો એ કેટલા ભેગા હોવા છતાં એક જગ્યામાં, (શ્રોતા- સંસ્થાનું કામ કરવું કે ન કરવું ) કોણ કરે છે? સંસ્થાનું કામ કરે છે? રામજીભાઈ પ્રમુખ છે અત્યારે કહે છે લોકો. (શ્રોતા – લોકો કહે છે ને આપેય કહો છો) એય! હસુભાઈ! છે આ? કરે છે કોણ? આકરું કામ છે. (શ્રોતા – થાવાનું હોય એ થાય) આ હાથ હલે છે, કહે છે કે એ પરમાણુની ગુણ પર્યાયમાં એ પરમાણુઓ વર્તે છે, એને બીજો આત્મા વર્તાવે એ અચલિત, છે? વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. આહાહાહાહા ! સમજાય છે કાંઈ? આવી વાત છે.
કહે નિમિત્ત થઈ ને થાય ને નિમિત્તથી તો કરીએ ને અમે, આ ભાઈ કહેતા'તા ઢેબરભાઈ, આવી જ્યારે વાત આવે કહે નિમિત્ત તો થવાનું, નિમિત્ત એટલે શું? જે કાંઈ કાર્ય થાય છે ત્યાં આ હોય તે પોતાના કાર્યમાં વર્તે છે, પોતાના ગુણ પર્યાયમાં એ એની ગુણ પર્યાયમાં વર્તે છે. (શ્રોતા - એ તો કાંઈ બીજુ માનતા'તા) માન્યા કર્યા, કાલે આવ્યા'તા ને છગનભાઈ આવ્યા'તા વયા ગયા, છગન જોષી આવ્યા'તા ને આવ્યા'તા. દર્શન કરવા આવ્યો છું કહે. આહાહાહા !
એકએક પરમાણું એમાં જે અનંત ગુણો તેની વર્તમાન પર્યાયમાં તે વર્તે છે. તેની મર્યાદાને બીજો પરમાણું કે બીજો આત્મા એની મર્યાદાને તોડે એ બની શકે નહિ. આહાહાહા! આવી વાત છે. ખરેખર અચલિત વસ્તુસ્થિતિ. આહાહા! ત્રણકાળ ત્રણ લોકમાં એ અચળ સ્થિતિ વસ્તુની. અનાદિથી કીધું ને ત્યાં? તેમાં જ પોતાના તેવડા