________________
૨૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫
પ્રવચન નં. ૨૦૬ ગાથા-૧૦૩ મંગળવાર, ફાગણ સુદ-૧, તા. ૨૭/૨/૭૯ સમયસાર ૧૦૩ ગાથા પરભાવને કોઈ કરી શકે નહિ એમ હવે કહે છે.
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे। सो अण्णमसंकतो कह तं परिणामए दव्वं ।।१०३।।
જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે;
અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩. ટીકાઃ– “જગતમાં જે કોઈ જેવડી વસ્તુ” જેવડી વસ્તુ “જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ છે કે અચૈતન્ય સ્વરૂપ” છે? બે ય, પહેલી વાત આમ લીધી. “જગતમાં જે કોઈ જેવડી વસ્તુના જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ,” દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી અનાદિથી વર્તે છે. દરેક દ્રવ્ય પોતાના ચૈતન્ય ચૈતન્યમાં, અચૈતન્ય અચૈતન્યમાં પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે.
“ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી દરેક આત્મા દરેક પરમાણું પોતાના ગુણ અને પર્યાયમાં વર્તે છે, તે અચલિત મર્યાદાને તોડવી અશક્ય છે, તેથી તે તે પરમાણુની ને તે તે આત્માની તે તે સમયની અવસ્થા બીજો કોઈ કરે અને બીજાનું આ કરે એ મર્યાદા નથી. આહાહા ! (શ્રોતા- પરસ્પર ઉપકાર તો આવે છે) એ ઉપકારનો અર્થ નિમિત્ત. એ ઉપકારનો અર્થ નિમિત્ત છે. એ ત્યાં બધા નાખે છે કે, અત્યારે હમણાં લોકનું (સિમ્બોલ) નાખીને એ પરસ્પર ઉપગ્રહો છાપામાં બધા નાખે અત્યારે, એ ઉપગ્રહનો ઉપકારનો અર્થ નિમિત્ત છે. એ વખતે નિમિત્ત છે એટલું. આહાહા !
અહીંયા તો કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકે નહિ, કેમ કે તે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં અનાદિથી (વર્તે છે.) અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી. આહાહાહા ! આ હાથનું હુલવું એ તો એના પરમાણુઓ એના ગુણ ને પર્યાયમાં એ વર્તે છે એને આત્મા એને હલાવી શકે એવી વસ્તુની સ્થિતિમર્યાદા નથી. (શ્રોતા – અમે તો આંગળીને હુલાવીએ છીએ.) કોણ હલાવે ? એ હાલે છે ઈ એને કારણે. આ આવું આકરું કામ છે. આ હોઠ હલે છે હોઠ એ પોતે પોતાના પરમાણું છે તેના ગુણ પર્યાયમાં તે વર્તે છે. એને આત્મા વર્તાવી શકે, હોઠને હુલાવી શકે, ત્રણકાળમાં નહિ. આહાહાહા! આવી વાત છે.
આત્મા પરની દયા પાળી શકે, પરની અવસ્થા આયુષ્ય ને શરીર એનું કાર્ય છે ત્યાં, એને બીજો કહે કે હું આને આયુષ્ય આપું ને જીવાડી દઉં, આહાહા.. આકરું કામ છે. આંહીં એ કહે છે. જેટલી વસ્તુ ને જેટલા સ્વરૂપો હોય એમ કહે છે તે પોતે દ્રવ્યમાં અને ગુણમાં, એટલે ગુણ ને પર્યાય નિજ રસથી જ અનાદિથી વર્તે છે. આહા! આત્મા, આત્મા પોતાના ગુણ પર્યાયપણે વર્તે છે, આ પરમાણુઓ પણ એનાં ગુણ પર્યાયપણે વર્તે છે. આત્માને લઈને નહિ, તેમ એને લઈને આત્મામાં નહિ. આહાહાહા ! આ ગાથા ઊંચી છે.
“અષ્ણમ સંકંતો” “અણમ સંકેતો” એક શબ્દ આખો છે. ઘડાને કુંભાર કરી શકે નહિ એમ