________________
૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ થતાં એનો અર્થ એ કે અંદર જે શુભાશુભ ભાવ થયો તેને જ્ઞાની જાણે જ છે, અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે. ધર્મી એને કહીએ કે જે શુભ કે અશુભ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના ભાવ તેને પોતે જ્ઞાનમાં રહી આનંદમાં રહીને જાણે. જ્ઞાનનો જ એ કર્તા થાય, એટલે આત્માના સ્વભાવનો એમ, જ્ઞાની શુભાશુભ ભાવના રાગને કાળે પોતે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ ઉપાદાન જે છે, તેની પરિણતિને કરતો એ શુભાશુભ ભાવને જાણે, અને જાણવાનું જ્ઞાન એ એનું કાર્ય આહાહા ! સમજાણું કાંઈ? શુભાશુભ ભાવ એનું કાર્ય નહિ. ધર્માનું શુભાશુભ કાર્ય નહિ. આહાહાહા !
આંહીં તો અત્યારે આ શુભ ક્રિયા બધી કરે એ ધર્મ ને એવું મનાઈ ગયું છે. અને આ વાત બહાર આવી ત્યારે કહે એકાંત છે, પ્રભુ તને એકાંત લાગે, ભાઈ એ સમ્યક એકાંત છે. એકાંત છે ખરું, પણ સમ્યક એકાંત છે. આહાહા! જ્ઞાનનો જ કર્તા થાય છે. ધર્મી તો સ્વરૂપ જે જ્ઞાન આત્મા, એનો એ કર્તા રચનારો થાય. આહાહા ! જો કે જ્ઞાનની પર્યાય ષકારકરૂપે પરિણમતી ઊભી થાય છે, પણ અહીંયા આત્મા તેને કરે જ્ઞાનને એમ કહેવું છે. સમજાણું કાંઈ? આહા!
જ્ઞાનનો કર્તા થાય છે, એટલે કે પોતાના આનંદની દશા, અહીં જ્ઞાન પ્રધાનથી કથન છે ને? તેથી ઓલું રાગ છે તેને અહીં જાણે છે, એ જાણવાના પરિણામનો એ કર્તા છે. રાગનો કર્તા નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? જ્ઞાનનો જ કર્તા થાય છે, ખરેખર તો કારકો પર્યાયમાં હોય છે. થવું ને જવું ને આમ ને, એ બધું આમ ષકારક (પર્યાયમાં છે.) ધ્રુવ છે એ તો ધ્રુવ પડયા છે કુટસ્થ છે.
સમજાણું? છ કારક જે અંદર છે ગુણરૂપ એ તો કુટસ્થ છે એમાં કાંઈ પલટવું કે બદલવું કરવું કે ભોગવવું એવું એમાં કાંઈ છે જ નહિ. પણ એ આત્માની પર્યાય ગણીને, અશુદ્ધ ઉપાદાનની ગણીને એને કરે છે, એનું કાર્ય કરે છે, એનો કર્તા થાય છે, ભાવક થઈને ભાવ્ય કરે છે ને ભાવ્ય થઈને તેને ભોગવે છે. આહાહા! - અજ્ઞાની અજ્ઞાનને લીધે, કર્મોદયના નિમિત્તે થતાં, એ તો નિમિત્ત છે હોં, પોતાને અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. નિમિત્તનો અર્થ જ ત્યાં એક ચીજ છે એટલું, એનાથી અહીં શુભાશુભ ભાવ થયા એમ નથી. શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં સ્વકાળે ષકારકના પરિણમનથી ઉભા થાય છે. તેને કર્મના નિમિત્તની પણ અપેક્ષા નથી. પણ ઓલું નિમિત્ત સામે એક ચીજ છે ને એનું જ્ઞાન કરાવે છે, આવું જ્યાં આવે ત્યાં વળગે કે જો આ નિમિત્ત આવ્યું, કર્મના નિમિત્તે, નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે.
આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે. આહાહાહા ધર્મી પોતાના જ્ઞાન, આનંદ, શાંતિ આદિના કર્તા, અજ્ઞાની પોતાના માનેલા છે એવા શુભાશુભ ભાવનો કર્તા ને ભોક્તા છે. અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્યા છે, પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી લ્યો! આહાહા! અજ્ઞાની કાંઈ જડનો કર્તા પરમાણુને કરે આ શરીરના, કાર્ય કરે એ તો અજ્ઞાની ય કરતો નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)