________________
૨૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે ને સંસ્કૃત એમાં. આહાહાહા ! અને ત્યાં પછી કહી દીધું કે આ રીતે સર્વત્ર શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાનની સ્થિતિ છે, સર્વત્ર લાગૂ પાડી દીધું. આ ટીકામાં છે ૧૦૧-૧૦૨. આહાહા ! એ કર્તાકર્મ સિદ્ધ કર્યું.
આત્માનો વિજ્ઞાનથન, આનંદ સ્વભાવ તેને ભૂલીને અજ્ઞાનપણે એ સ્વરૂપનાં જ્ઞાન વિના અજ્ઞાનપણે પુણ્ય ને પાપના બે ભાવને આત્મા વ્યાપક થઈને કરતો હોવાથી તે તેનું કાર્ય છે, તે તેનો કર્તા છે, અને આ કાર્ય છે એનું માટે તેનું એ કર્મ છે. વ્યાપ્ય એ છે, છે ? વ્યાપક તે કર્તા ને વ્યાપ્ય તે કાર્ય. આહાહા ! વ્યાપ્ય વ્યાપક આવે છે ને ? સમજાણું કાંઈ ? આહાહા ! વ્યાપ્ય વ્યાપક હોવાથી તેનું કાર્ય છે.
વળી એટલું કર્તા સુધી લીધી વાત. વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે ભાવનો ભાવક હોવાથી હવે ભોક્તાની વાત છે, તે વખતે આત્મા તન્મયપણે ભાવનો ભાવક એ ભાવનો ભાવક ક૨ના૨ો હોવાથી, તેનો અનુભવનાર હોવાથી, તે વખતે તે રાગને અનુભવનારો હોવાથી અર્થાત ભોક્તા થાય છે. અનુભવનાર હોવાથી તેનો ભોક્તા, તે જ સમયે કર્તા ને તે જ સમયે ભોક્તા. આહાહાહા ! શું કીધું ઈ ? જે સમયે એ વ્યાપક થઈને રાગને કરે છે, તે રાગને તે જ ક્ષણે દુઃખરૂપે વેદે છે. આહાહાહા ! ( શ્રોતાઃ- અજ્ઞાનીની વાત છે ને ) એની જ વાત છે ને. સમજાણું કાંઈ ?
જે ક્ષણે સ્વરૂપને ભૂલી અને કંઈ શુભ અશુભ કોઈ પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ થાય એ શુભ ભાવને વ્યાપક હોવાથી કર્તા ને એ આત્માનું વ્યાપ્ય હોવાથી કર્મ, અને તે જ–તે જ વખતે અને તે જ વખતે તે ભાવનો ભાવક હોવાથી, એ ભાવકનો ભાવ તેવો હોવાથી તેનો ભોક્તા છે, એટલે કે અનુભવે છે. આહાહાહા ! આવું છે. અજાણ્યા માણસને તો એવું લાગે કે શું હશે આ તે ? આ તે કેવી વાત એ ય અત્યારે તો આ વાત આકરી થઈ પડી છે બાપા. આહાહા!
ભાવક ભાવનો ભાવક હોવાથી, ઓલામાં એમ હતું તે ભાવનો વ્યાપક હોવાથી કર્તા, વ્યાપક છે ને ? અહીંયા તે ભાવનો ભાવક હોવાથી ( શ્રોતાઃ- વ્યાપ્ય ) ના, એ પછી, વ્યાપ્ય નહિ, તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા માથે, અને અહીં તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર એમ, વ્યાપ્ય–વ્યાપક એ અત્યારે નહીં. સમજાણું ?
ફરીને, કે આત્મા તે વખતે શુભાશુભ ભાવમાં તન્મયપણે તે ભાવનો ભાવ વ્યાપક હોવાથી તેનો તે કર્તા અને અહીંયા તે વખતે આ તન્મયપણે ભાવનો ભાવક હોવાથી તેનો ભોક્તા અનુભવના૨ અર્થાત્ ભોક્તા. આહાહાહા! સમજાય છે કાંઈ ? (શ્રોતાઃ- વ્યાપ્ય વ્યાપકમાં કર્તાકર્મ આવ્યું ) એ કર્તાકર્મ આવ્યા, અહીં ભોક્તા ભોગ્ય આવ્યું, બેયની શૈલી આખી જુદી કરી નાખી. ઓલો તો ભાવક છે માટે તેને અનુભવે છે આત્મા, તેથી તેનો અનુભવના૨ો એ, અને તે ભાવ પણ હવે ઓલું વ્યાપ્ય હતું ને કર્મનું ? હવે અહીં ભાવ્ય લેવું છે, ભોગવવાનું ભાવ્ય છે ત્યાં. આહાહા ! વ્યાપ્ય જુદું એ વ્યાપ્ય તો પર્યાય કાર્યરૂપે થયું અને વ્યાપક છે એ કર્તા થયો, અહીં ભાવકનો ભાવ અનુભવનાર હોવાથી તે ભોક્તા છે, અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી, ઓલામાં એમ કહ્યું આત્માનું