________________
ગાથા-૧૦૨
ખબર નથી તો બીજાનું તો શું કહેવું. આહાહા !
કહે છે કર્તા સિદ્ધ કરવું છે ને અહીં ? વ્યાપક છે એ કર્તા છે, છે ? ભાવનો વ્યાપક હોવાથી કર્તા, એમ કહેવું છે ને, સિદ્ધ કરવું છે ને ? વ્યાપક હોવાથી કર્તા એટલે શું કહ્યું ? કે શુભ ને અશુભ ભાવ એ ખરેખર કર્મના વિપાકનું ફળ છે, છે પોતાથી થયેલું પણ એ નિમિત્તમાંથી નિમિત્તને લક્ષે થયેલું છે. આત્માને લક્ષે શુભાશુભ ભાવ ન થાય. ભગવાન આત્મા એના આશ્રયથી તો અતીન્દ્રિય આનંદ આવે. એ અતીન્દ્રિય આનંદને છોડી દઈને, એ તો ન્યાં કીધું ને ? ઉદાસીન અવસ્થાને છોડી દઈને, તે એ અવસ્થા હતી ? એ કઈ અપેક્ષા છે? આહાહા ! ગંભીર ગંભી૨ વસ્તુ છે.
૨૦૧
ભગવાન આત્મા વિજ્ઞાનઘન ને અતીન્દ્રિય આનંદ સ્વરૂપે એકલો સ્વાદ હોવા છતાં સ્વરૂપના અજ્ઞાનને લીધે શુભાશુભ ભાવમાં આવીને, આનંદના એકરૂપ સ્વાદને ભેદતો, વ્યાપક થઈને તે પુણ્ય પાપનો કર્તા થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી વ્યાપ્ય કર્મ, કર્મ સિદ્ધ કરવું છે ને ? આહાહા ! તે આત્મા અને તે ભાવ ક્યો ભાવ ? શુભ-અશુભ ભાવ, તે ભાવ વ્યાપકપણે આત્મા પ્રસર્યો છે. જેણે આત્મા, એ અપેક્ષાએ તેને કર્તા કહેવાય, અને તે ભાવ પણ, તે વખતે, તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી આત્માનું કાર્ય હોવાથી, તેનું તે કર્મ એટલે કાર્ય છે. આહાહા ! અજ્ઞાની આત્માનો પુણ્ય પાપનો ભાવ તે તેનું કાર્ય છે, અને વ્યાપક હોવાથી તે તેનો કર્તા છે. આહાહાહા ! આવું હવે બહુ ઝીણું પડે, એક એક વાત, મૂળ આખા ધર્મની વાત આખી ફરી ગઈ છે. જે જેનાથી ધર્મ થાય, એ ધર્મ શું ? વાત જ બધી ડૂબી ગઈ. આ બહા૨ની વાતું રહી ગઈ. આહાહા..... ધમાલ ધમાલ ધમાલ !
તે આત્માનું વ્યાપ્ય હોવાથી તે આત્માનું વ્યાપ્ય હોવાથી એમ કીધું ને ઓલામાં એમ કીધું’તું આત્મા તે વખતે વ્યાપક હોવાથી, અહીં એમ કહ્યું કે તે આત્માનું વ્યાપ્ય હોવાથી, પર્યાય એની અભેદ છે એમ બતાવવું છે ને અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન એનું છે એ અશુદ્ધ ઉપાદાન.
પ્રવચનસા૨માં આવ્યું'ને પહેલી ગાથાઓમાં શુભપણે પરિણમે ત્યારે તન્મય શુભ છે, પર્યાય હોં દ્રવ્ય નહિ, એક પંડિત વળી એમ કહે છે, કે શુભ ( રૂપે ) પરિણમે છે આત્મા જ્યારે, ત્યારે આત્મા શુભરૂપે આખો થઈ જાય છે. તન્મય છે ને ? પણ તન્મય તો પર્યાયની અપેક્ષાએ વાત છે, વસ્તુ શુદ્ધ છે એ તો ત્રિકાળી નિ૨ાવ૨ણ અખંડ આનંદકંદ પ્રભુ છે. આહાહા ! એને તો રાગની હારે ય સંબંધ નથી, પર્યાયને વર્તમાન અંશ ને રાગ સાથે સંબંધ છે. કર્મ જડ છે, એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. સમજાણું કાંઈ ? આહાહા !
વસ્તુ છે ભગવાન પૂર્ણાનંદનો નાથ તે તો સકળ નિરાવરણ છે, અખંડ છે, એક છે, એકરૂપ છે, એમાં કોઈ ભેદ નથી, ને એ ખરેખર તો આત્મા જે આ છે, એ પર્યાયમાં આવતો નથી. સમજાણું કાંઈ ? પર્યાય પર્યાયમાં રહે છે, વસ્તુ વસ્તુમાં રહે છે પણ અહીંયા એ આત્માનો વિકાર થયો એમ બતાવવું છે અશુદ્ધ ઉપાદાનથી. સંસ્કૃત ટીકામાં છે ભાઈ એ જયસેનાચાર્ય ટીકામાં શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાન બેય આંહીં વર્ણવ્યા છે. અશુદ્ધ ઉપાદાનનું વર્ણન ટીકામાં આમાં ટીકા