________________
ગાથા-૧૦૨
૧૯૯ સ્વભાવ છે, છે, છે એ શક્તિ સ્વભાવ વસ્તુ જ છે એ બધી. અહીંયા તો વિજ્ઞાનઘન આનંદ છે, એ શક્તિ જ એક શક્તિ છે એનું અહીં જ્ઞાન થયું, રાગ હોવા છતાં એક સ્વાદ હોવા છતાં, પાછો પર્યાયમાં એનો એક સ્વાદ આવવો જોઈએ એમ કહે છે એ વિના વિજ્ઞાનઘન આનંદ છે એવું જાણ્યું કોણે? આહાહા ! સમજાય છે આમાં? આનંદકંદ પ્રભુ એનો આ આનંદ છે એવી પર્યાયમાં આનંદ આવ્યા વિના આનંદકંદ છે, એમ જાણ્યું કોણે? બસ તો એણે જાણ્યું અત્યારે, એની જ અહીં વાત છે. આહાહાહા !
એ તો પ્રશ્ન નહોતો કર્યો ભાઈએ ત્રિભોવનભાઈ વારીઆએ કે આ કારણપરમાત્મા છે ને કાર્ય કેમ નથી આવતું? તમે એને કારણપરમાત્મા કહો છો ને કારણ હોય તો કાર્ય આવે? ભાઈ કારણ પરમાત્મા વિજ્ઞાનઘન છે એ કબૂલે એને છે કે ન કબૂલે એને છે? એને એ કબૂલે તો છે, નહીંતર એને ક્યાં છે? શું કીધું ઈ? છે જ નહીં એને માટે, છે જ નહિ બીજો ભલે કહે, શું કીધું ઈ ? કે કારણપરમાત્મા કહો કે વિજ્ઞાનઘન સ્વાદરૂપે છે પ્રભુ, એને જે સ્વીકારે છે શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકારે છે અને એ છે. અને એને છે એમ જ્યારે કાર્ય આવ્યું સમ્યગ્દર્શનજ્ઞાનનો સ્વાદ એ કારણનું કાર્ય આવ્યું તે જાણવું. પણ જે કારણ આવું ભગવાન છે એનો સ્વીકાર જ નથી એટલે આ છે, એમ જ નથી. આ છે, પુણ્ય ને પાપના પરિણામ તે છે ત્યાં, આમાં એ ક્યાંથી ન્યાં આવે એ? એને ક્યાંથી માન્યતામાં એ આવે. સમજાણું કાંઈ? આહાહાહા !
વાત તો આંહીં (એવી છે) અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ સિદ્ધ કરવું છે, એમાં આ નાખ્યું. આત્મા એ જડકર્મનો કર્તા નથી, જડ કર્મને કરતો નથી ને જડને ભોગવતો નથી. એ પોતાના શુભાશુભ ભાવને કરે ને શુભાશુભને ભોગવે, અત્યારે એ સિદ્ધ કરવું છે. પાઠ ઈ છે ને “તસ્સ દુ વેદગો” આમ તો સર્વવિશુદ્ધિમાં એવું આવ્યું બૌદ્ધના અધિકારે, એક પર્યાય કરે ને બીજી પર્યાય ભોગવે. એ પર્યાય નહિ. એ ત્યાં તો બીજી શૈલી કરવી છે. બૌદ્ધના અધિકાર જે દ્રવ્ય કરે છે એ જ ભવિષ્યમાં દ્રવ્ય ભોગવે છે, એનો વિષય ત્યાં ભોગવે છે. પણ જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી, એ બીજી પર્યાય એ સંયોગોની અપેક્ષાએ વાત છે. શું કહ્યું?
આ સંયોગની આંહીં વાત નથી, આંહીં તો અંદરના ભાવની વાત છે, જે પર્યાયે પાપ બંધાણું એ પર્યાયે પાપના ભોગવવાના કાળે સંયોગને કાળે એ પર્યાય તો નથી, એનું એ છે ને એ વિષય ભોગવે છે, ભોગવે છે, પણ જે પર્યાય કરે છે એ પર્યાય ભોગવતી નથી એ બીજી પર્યાય એ સંયોગોની અપેક્ષાએ વાત છે. શું કહ્યું? આ સંયોગની આ વાત નથી. અહીં તો અંદરના ભાવની વાત છે. શું કહ્યું? જે પર્યાયે પાપ બંધાણું એ પર્યાય પાપના ભોગવવાના કાળે, સંયોગને કાળે તો એ પર્યાય તો નથી, સંયોગને હોં-પાપમાં પ્રતિકૂળ સંયોગ, પુણ્ય હોય તો અનુકૂળ સંયોગ.
અહીં જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી, પણ જે દ્રવ્ય કરે છે તે દ્રવ્ય ત્યાં ભોગવે છે. એમ સ્યાદ્વાદ અધિકાર છે. છે ને ભાઈ, સ્યાદ્વાદ આ પ્રમાણે છે. અહીં બીજી વાત છે. આહાહાહા ! અહીંયા તો પોતે વિજ્ઞાનઘનનો રસ છે જે તોડે છે અને શુભાશુભભાવને કરે છે અને વેદે છે પણ એ, કહેશે, જે ભાવને કરે છે તેને જ તે જ સમયે વેદે છે. એનું ફળ પછી વેદાશે એની આંહીં વાત નથી, પછી એ સંયોગી ચીજની અપેક્ષાએ વાત છે. આહાહાહા! સમજાણું