________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભગવાનનો તો વિજ્ઞાનઘન એક સ્વાદ હોવા છતાં, તેના અસ્તિપણાનો હયાતીનો સ્વીકાર નહીં હોવાથી અનાદિથી અજ્ઞાનને લીધે એ કર્મના પાકના બે ફળ શુભ ને અશુભ શાતા અશાતાનું ફળ એ એમ કહેવું છે. સમજાણું કાંઈ ? શાતા અશાતા સંયોગ આપે છે એ જુદી વસ્તુ છે, અત્યારે તો આમ કહેવું છે. સમજાણું કાંઈ ? સંયોગ આવે પણ અહીંયા શાતા અશાતાનું ફળ જે છે ને વેદવું એ વાત લેવી છે. આહાહા ! એકરૂપ સ્વાદમાં શાતા અશાતાના પ્રકા૨ શુભ ને અશુભ એવા બે કરતો, બે થયા અહીં એક વખતે શુભ ને એ જ વખતે અશુભ એમ નથી, માટે બે થયા એમ કહે છે. આહાહાહા ! એકરૂપ તો ભગવાન આત્મા આનંદનો વિજ્ઞાનઘન એ એકરૂપ છે ત્યારે સામે દ્વિધા કરવી છે ને, બતાવવી છે. આહાહા !
આવો મારગ લોકોએ સાંભળ્યો નથી બિચારાએ, આ જાત્રા કરો ને, ભક્તિ કરો ને વ્રત કરો ને અપવાસ કરો, થઈ ગયો (ધર્મ ) મારી નાખ્યો આત્માને. એ તો બધા વિકલ્પ ને રાગ. એ તો એ જ કહે છે અહીંયા એ રાગના ભાવના ભેદથી એકરૂપ સ્વાદને બે–રૂપે કરી નાખ્યો એણે. આહાહાહા ! મંદ અને તીવ.
ભાઈ સમયસાર છે તે અલૌકિક ચીજ છે ! તેની એક એક ગાથા ! એક એક પદ અલૌકિક છે પ્રભુ. આહાહા ! બે દશાઓ વડે, પોતાના વિજ્ઞાનથનરૂપ સ્વાદને દેખો. એ શુભ અશુભના સ્વાદના કા૨ણે વિજ્ઞાનઘન એક સ્વાદ છે, તેના બે કરી નાખ્યા, “ભેદતો થકો અજ્ઞાનરૂપ” શુભ અશુભ ભાવને કરે છે. જોયું ? શુભ ને અશુભ.
કે
આંહીં તો સિદ્ધ એમ કરવું છે. પાઠ તો છે બીજો, ૫૨નેય કરતો નથી, પણ સ્વને ક૨ે છે, એ શું કરે છે, એ પહેલું બતાવી ને. પાઠ તો એ છે. “જે ભાવે સુહમસુ ં ક૨ેદિ આદા સ તસ્ક ખલુ કત્તા” પણ એ શુભ-અશુભ ભાવ એનું ‘બે' પણું કઈ રીતે છે, એમ બતાવવા આવો વિજ્ઞાનન ભગવાન છે, અતીન્દ્રિય આનંદનું દળ છે પ્રભુ. અતીન્દ્રિય પ્રભુતા, ઈશ્વરતાનો એ કંદ છે. આહાહા ! એનો સ્વભાવ ૨ાગરૂપ ન થવું, અને રાગથી આત્મામાં વીતરાગતા ન થવી એવો એનો સ્વભાવ છે.
૧૯૮
એવા અકાર્યકા૨ણ સ્વભાવરૂપ પ્રભુ વિજ્ઞાનથન જેને રાગ શુભ થાય, એ કા૨ણ અને સ્વાદ આવે એ એનું કાર્ય એમ નથી, એનું કાર્ય તો એકરૂપ સ્વાદ આવે એવું જોઈએ. આહાહા ! ઓલા કર્તાકર્મમાં કીધું છે ને ભાઈ ૬૯-૭૦ જે જ્ઞાતાદેષ્ટા, ઉદાસીન અવસ્થા છે એને છોડીને, છોડીને એટલે જે થઈ છે એને છોડીને છે ? પાઠ તો એવો છે. ૬૯-૭૦ જે ઉત્પન્ન થવી જોઈએ વિજ્ઞાનઘન આનંદની દશા ઉત્પન્ન થવી જોઈએ તેને ઉત્પન્ન નહિ કરતો, શુભ ને અશુભ ભાવના રાગને ઉત્પન્ન કરે છે એ વિજ્ઞાનયન સ્વાદનો ભેદ કરી નાખે છે. આહાહા ! હીરાલાલજી ! આવી વાત છે. આવો ઉપદેશ કઈ જાતનો ? આહાહા !
પ્રભુ તારા ઘ૨ની વાત છે આ. તારું ઘર એવું છે અંદર કે એ તો વિજ્ઞાનઘન ને અતીન્દ્રિય આનંદકંદ છે એ જ તારું ઘર છે. એ બહાર ચલ્લો થાય છે. શેઠીયાના દિકરા એવા હોય સ્વચ્છંદી બહારચલા થાય, લક્ષ્મી વાપરે જ્યાં ત્યાં એના બાપા કહે ભાઈ આ રીતે તું લક્ષ્મીને જ્યાં ત્યાં આપી દે બીજાને, અરેરે ! ખાનદાનની દિકરી છે એને છોડીને તું ભાઈ આ રસ્તે ક્યાં ચઢયો ? એમ ત્રણલોકનો નાથ પોકારે છે. પ્રભુ તારા ઘરમાં વિજ્ઞાનઘનનો સ્વાદ છે ને ! એ શક્તિ