________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જેમ નદી ચાલતી આવતી હોય તો પાણી એકરૂપે આમ હોય, પણ વચ્ચે નાળા આવે નાળા, ખંડ પડી જાય, બે ત્રણ પાણીના ખંડ થઈ જાય, એમ ભગવાન આત્મા, એનો એક ધારા વિજ્ઞાનઘન રસ છે પણ અનાદિ અજ્ઞાનને લીધે ૫૨ના અને પોતાના એકપણાના અધ્યાસથી, એકપણામાંથી બે ને અનુભવે છે એમ કહેવું છે. શું બે ? પોતાના એકપણાના અધ્યાસથી એ રાગ પુણ્ય પાપના ભાવ અને પોતે વિજ્ઞાનથન હોવા છતાં એ રાગ ને વિજ્ઞાનથન એ પોતાને, ૫૨ને ને પોતાના એકપણાને લીધે, એની માન્યતામાં એ છે કે આ રાગ તે હું છું. શુભ અશુભ રાગ અને પોતે બે ય એક છે એમ માને છે. એ શુભ અશુભ રાગ અને વિજ્ઞાનઘન પ્રભુ “અનાદિ અજ્ઞાનને લઈને બેયને એક માને છે”. સમજાય છે કાંઈ ?
(૮
૧૯૬
અધ્યાસને લઈને, વસ્તુ સ્વરૂપમાં એ નથી, પણ અધ્યાસ અનાદિનો, પોતાનો સ્વભાવ ને રાગની એકતાનો, આહાહાહાહા ! “મંદ ને તીવ્ર સ્વાદવાળી” શુભ ભાવ મંદ ભાવ છે, અશુભ તીવ્ર છે, એવા “મંદ ને તીવ્ર સ્વાદવાળી” શુભભાવ એવા “મંદ ને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની એ બે દશાઓ વડે” જોયું ? શું કહે છે શુભરાગ થાય શુભરાગ દયા-દાન વ્રત ભક્તિ પૂજાનો શુભ રાગ એ અને અશુભ રાગ હિંસા, જૂઠું, ચોરીનો રાગભાવ. કહે છે કે વિજ્ઞાનન ભગવાન એક હોવા છતાં, કર્મની બે દશાને તે અનુભવે છે, કર્મની એક દશા ય નહિ પાછી. આહાહા ! ઝીણું છે.
મંદ ને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની, કર્મનું કર્મ નહિ, કર્મનો અનુભવ નથી અહીંયા, પાઠ તો એવો છે કે પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ, એટલે ખરેખર શુભ ને અશુભભાવ એ પુદ્ગલ કર્મનાં નિમિત્તથી થયેલ, માટે તે પુદ્ગલકર્મનું ફળ છે શુભ ને અશુભ ભાવ એમ કહ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! આવી વ્યાખ્યા છે. વિપાકની બે દશાઓ એમ કીધું ને ? પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ, એનો અર્થ એ થયો કે જે આત્માનો પાક છે એ આનંદ છે, ભગવાન આત્મામાંથી તો અતીન્દ્રિય આનંદનો પાક પાકે, એવો એ પ્રભુ છે. આહાહાહા ! એ અતીન્દ્રિય આનંદના એકરૂપ સ્વભાવને અજ્ઞાનપણે કર્મના વિપાકની મંદ ને તીવ્ર બે ભાવ, એને એકમાંથી તોડીને બેરૂપે કરી નાખ્યો એને. આહાહા ! સમજાય છે કાંઈ ? (શ્રોતાઃ– એકનું બેરૂપ થઈ ગયું ) શુભ અને અશુભ મંદ તો શુભ. ( શ્રોતાઃ– પર્યાયો ? ) બે છે શુભ વખતે અશુભ નથી ને અશુભ વખતે શુભ નથી, માટે બે કહ્યાં છે, મંદ પરિણામ જ્યારે શુભ ભાવ છે, ત્યારે અશુભ નથી, અશુભ છે ત્યારે શુભ નથી. આ તો એકરૂપ છે એના અહીં બે પ્રકાર છે, એમ કહેવું છે. ઝીણી વાત.
ભગવાન અંદર અતીન્દ્રિય આનંદનો વિજ્ઞાનયન સ્વરૂપ પ્રભુ છે એની દૃષ્ટિનો, અનાદિથી અભાવને લીધે, કર્મના પાકના બે પ્રકારો શુભ અને અશુભ ભાવ ખરેખર તો કર્મમાં શાતા અશાતાનો ઉદય આવ્યો એને કંઈ આત્મા શુભાશુભભાવ એને કાંઈ અડતો નથી, પણ એના વિપાકનું નિમિત્ત છે અને આંહીં શુભાશુભભાવ પોતાના અશુદ્ધ ઉપાદાનથી કરે છે, એમ સિદ્ધ કરવું છે. શુદ્ધ ઉપાદાન તો વિજ્ઞાનઘન આનંદકંદ પ્રભુ, એનો સ્વાદ તો એકરૂપ અતીન્દ્રિય આનંદનો સ્વાદ એકરૂપ વસ્તુ છે. આહાહાહા ! પણ અજ્ઞાની એકરૂપ સ્વાદના ઉ૫૨ની દૃષ્ટિનો અસ્તિત્વનો હોવાપણાનો નકા૨ કરી, કર્મના પાકના બે પ્રકાર જે શુભ અશુભ ભાવ એ બે