________________
ગાથા-૧૦૨
( અર્થાત્ ભોગ્ય ) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી.
૧૯૫
ભાવાર્થ:-પુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; ૫૨ભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.
પ્રવચન નં. ૨૦૫ ગાથા-૧૦૨
રવિવાર, મહા વદ-૧૪, તા. ૨૫/૨/’૭૯ ૧૦૨ ગાથા. હવે અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી, વસ્તુ આ છે પણ અંદર નાખશે ઘણું ઉંડું. અજ્ઞાની પણ, એમ કે જ્ઞાની તો કરતો નથી ૫૨ને, જ્ઞાની તો રાગને ય કરતો નથી. કેમકે જ્ઞાન સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી શુદ્ધ ઉપાદાન એની દૃષ્ટિ હોવાથી, એ રાગ છે તે અશુદ્ધ ઉપાદાન છે. તેથી તેનો એ કર્તા નથી. પણ અજ્ઞાની ૫ણ ૫૨નો કર્તા નથી, આંહીં તો કહે છે. જ્ઞાની રાગનો કર્તા નથી. ૫૨નો તો કર્તા નથી. અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો હોં, કર્તા નથી. આહાહા !
जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता।
तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ।। १०२ ।।
જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે,
તેનું બને તે કર્મ, આત્મા તેનો વેદક બને. ૧૦૨. એના ફળની પહેલી વાત કરશે.
વાત આ છે. હવે
ટીકાઃ– “પોતાનો અચલિત વિજ્ઞાનનરૂપ એક સ્વાદ હોવા છતાં”, પાઠમાં છે એનાથી પહેલી વાત એનાથી બીજી વાત કરીને, પછી એ કહેશે. ભગવાન આત્મા, પોતાનો ચળે નહિ એવો વિજ્ઞાનન, એ તો વિજ્ઞાનઘન છે. આહાહા ! વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ છે, એનો તો અતીન્દ્રિય આનંદનો વિજ્ઞાનઘન એક જ સ્વાદ છે. આહાહા ! શું કહ્યું સમજાણું ?
સ્વાદ તો દાળ ભાત ૨સગુલ્લા ને મેસુબનો સ્વાદ કઠે લોકો, એ કાંઈ એનો સ્વાદ નથી એને આવતો, એના ઉ૫૨ લક્ષ કરીને રાગ કરે છે એનો અહીંયા સ્વાદ છે. સ્ત્રીના વિષયમાં પણ સ્ત્રીના શ૨ી૨નો ભોગવટો નથી અજ્ઞાનીને, એના પ્રત્યે રાગ થાય છે, રાગને સ્વભાવનો ભેદ પકડી અને રાગને અનુભવે છે સ્વભાવ તો વિજ્ઞાનઘન એક સ્વાદ આનંદરૂપ છે પ્રભુ. આહાહા !
છે!
પોતાનો અચલિત વિજ્ઞાનનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ અનાદિકાળનાં અજ્ઞાનને લીધે, પાણીનું પૂર ચાલતું હોય પ્રવાહ એકરૂપે આમ ચાલે, પણ વચ્ચે નાળા અને નળ આવે ખંડ પડી જાય, ભાગ પડી જાય, શું કહે આ નાળા આવે ને વચમાં, પાણી એકરૂપ ચાલ્યું આવતું હોય નાળું આવે વચ્ચે ભાગ પડી જાય, એમ ભગવાન આત્મા વિજ્ઞાનન એકરૂપ સ્વાદ છે એનો પણ વચ્ચે ૫૨ના અને પોતાના એકપણાના અધ્યાસથી આ ખંડ કરે છે, ભેદ પાડે છે. આહાહા ! શું કહે છે ? સમજાય છે ?