________________
૧૯૭
ગાથા-૧૦૨ દશાઓ વડે “પોતાના સ્વાદને ભેદતો થકો દેખો. આહાહાહા !
એ કર્મનો પાક તો અંદર ગયો'તો પણ અહીં પાક લેવો છે એ શુભાશુભ ભાવ એ કર્મનું ફળ છે. આત્મા, આત્માનો એ પાક નથી, આત્માનો પાક તો આનંદ હોય. અને આ તો દુઃખરૂપ શુભ અશુભ ભાવ બેય દુઃખરૂપ કર્મના પાકના નિમિત્તથી અહીં થયેલ હોય એટલું, એનું ફળ એમ કીધું. આ ભગવાન આત્મા આ બાજુથી જોવો તો વિજ્ઞાનઘન સ્વાદ એકલો છે, અને આમથી જુઓ તો એને આમ મૂકીને શુભ અશુભ ભાવ બે દશાઓ કરતો થકો. છે ને? બે દશાઓ વડે પોતાના સ્વાદને ભેદતો થકો. આહાહાહા !
જે ભગવાન આત્મા આનંદ અતીન્દ્રિય સ્વાદ સચ્ચિદાનંદ પ્રભુ એનો તો આનંદનો સ્વાદ એકરૂપે છે. છતાં અનાદિથી તેનો આશ્રય નહિ, તેનો આદર નહિ, તેની હૈયાતિનો સ્વીકાર નહિ, વિજ્ઞાનઘન એવો જે આનંદનો સ્વાદ, પણ એ વસ્તુ છે તેની કબુલાત નહિ, અસ્તિની હૈયાતિની, એવું હૈયાતિવાળું તત્ત્વ છે, એનો જ્યાં સ્વીકાર નથી, અજ્ઞાનને લઈને તેના સ્વીકારથી વિરુદ્ધ, કર્મના પાકના બે પ્રકાર શુભ કે અશુભ, એવી બે દશાઓ વડે, છે? પોતાના સ્વાદને ભેદતો. ઓહોહો ! શુભ અશુભ ભાવના સ્વાદમાં ચૈતન્યના સ્વાદને ભેદતો, હસુભાઈ ! ઝીણી વાતું બહુ બાપુ! ધંધાના..
ભગવાનની ધારા તો કહે છે કે દ્રવ્યસ્વભાવ જે વિજ્ઞાનઘન ને આનંદકંદ પ્રભુ છે, એનો એક જ સ્વાદ, આવ્યું પહેલું ! એક સ્વાદ અંદરમાં પહેલી લીટી! એકરૂપ સ્વાદ છે એનો. પણ તેની હયાતીના સ્વીકાર વિના જ્યારે એની હયાતીનો સ્વીકાર નથી, તો એ છે એવું કંઈક સ્વીકાર તો કરવું પડશે ને? આહાહાહા! ભગવાન વિજ્ઞાનઘન અતીન્દ્રિય આનંદકંદ આત્મા પ્રભુ છે, અરે કેમ બેસે? આહાહા !
અહીં આમ બીડી પીવે ત્યાં તલપ ચઢી જાય જાણે, આવા અપલખણ હવે એને આત્મા.. (ભગવાન કહેવો) ભાઈ પ્રભુ છે તો, તું એકરૂપ આત્મા જ્ઞાન, વિજ્ઞાનઘન ને આનંદના સ્વાદવાળો તું પ્રભુ, પણ તેના તરફનો સ્વીકાર નહિ, તેથી ક્યાંક પોતાની હયાતીનો સ્વીકાર તો કરશે? એ સ્વીકાર આંહીં કર્યો આ બા. શુભ અશુભ ભાવ બે દશાઓ વડે, પોતાને એ બે દશાઓ વડે આનંદકંદ વિજ્ઞાનઘન પ્રભુ એકરૂપ સ્વાદ છે, તે સ્વાદને બે દશા વડે તોડી નાખ્યો છે. સમજાણું કાંઈ?
ભાઈ ! આ કાંઈ વાર્તા નથી, આ તો ધર્મની ચીજ છે. ધર્મ કોઈ એક એવી ચીજ નથી કે વ્રત પાળ્યા ને ભક્તિ કરી ને પૂજા કર્યા ને, લાખ બે લાખના દાન આપ્યા માટે ધર્મ થઈ ગયો, ધૂળમાંય ધર્મ નથી કહે છે, એ આ કહે છે. આત્માનો આનંદઘન સ્વભાવ છે, તેનો અંતરમાં સ્વીકાર કરે અને એમાં આનંદનો સ્વાદ અતીન્દ્રિયનો આવે, ત્યારે એને ધર્મ થાય. આવી વાત છે. સમજાણું કાંઈ? આહાહાહા ! (શ્રોતા - કોકની ભીડ ભાંગે તો ધર્મ થાય) ધૂળમાંય થતું નથી. પુણ્ય પરવણી નથી ઓલ્યા મકરસંક્રાતિ આવે, ત્યારે રાડો પાડે પુણ્ય પરવણી, આપો દાન ફલાણું કરો, ધૂળમાંય નથી દાન તારા, એ જડની ચીજ, એ જડ મારી છે એમ માની ને આપે તો એ મહા ભ્રમણાં છે એની, મિથ્યાત્વ (છે) સત્યથી વિરુદ્ધની ભ્રમણાં છે. સમજાણું કાંઈ? આહાહા !