________________
ગાથા-૧૦૧
૧૯૩
ક્રિયા, આ લાદીની ક્રિયા તમારા થાણાની, થાન શું કહેવાય એ ? થાણા, થાણા, ત્યાં ઊતર્યા’ તા ને તે દિ’ તમારા ત્યાં, એ બધું આત્મા અજ્ઞાની પણ કરી ન શકે, એમ કહે છે. (શ્રોતાઃ- અજ્ઞાની ભલે ન કરી શકે આત્મા તો કરી શકેને ) આત્મા ૫૨નું કાંઈ કરી શકે નહિ, આત્મા સિવાય, આત્મા કરે તો તે પોતાના પુણ્ય-પાપ ભાવને અજ્ઞાનભાવે કરે, અજ્ઞાનભાવે પણ ૫૨નું કરી શકે નહિ, છોકરાઓનું, બાઈડીઓનું આ બીજાનાં લગન (આત્મા તો કરી શકે તે ) આહાહા! ( શ્રોતાઃ– આ પૈસા બધા પાણીમાં ગયા ) પાણી, કે દી' હતા પૈસા ? રામજીભાઈના પૈસા કે દિ’ હતા. આહાહા ! સમજાણું કાંઈ ? પૈસા તો જડના હતા. આહાહા ! એ આંહીં તો કહે છે કે જડનું તો કાંઈ કરી શકે નહિ, વિશેષ આવશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
એક (અપેક્ષાએ ) સસભંગી લીધી છેઃ જાણવું દેખવું તે ‘ઉપયોગ’ છે એ સ્વ છે, અને એ સિવાય બીજા ગુણ ‘ઉપયોગ' નહીં તેથી તે ૫૨ છે. એવી સસભંગી ચાલી છે. ઉપયોગસ્વરૂપ જે જાણન-દેખન એ અસ્તિ, અને એ સિવાય બીજા જે છે તેની નાસ્તિ; કા૨ણ કે ઉપયોગમાં આ બધા ગુણો નથી, ઉપયોગમાં તો જ્ઞાનદર્શનનો ઉપયોગ જે ધ્રુવ છે તે એના જ્ઞાનની પર્યાયમાં આવ્યું, તો એ ઉપયોગ જે છે તે સ્વ-અસ્તિ છે, અને ઉપયોગ સિવાયના જે અનંતગુણ એમાં ઉપયોગ નથી, એને ઉપયોગ ન કહીએ. એની સસભંગી ચાલી છે.
જિજ્ઞાસા: બધા ગુણોથી પર્યાયને ઉપયોગ કહેવાય ?
સમાધાનઃ નહીં. ઉપયોગ નહીં. એ તો પછી ચેતના કહેવામાં ય પછી ચેતનાના બધા ગુણ ચેતના કહેવામાં આવે છે, પણ ભાગ (ભેદ) પાડવાથી ચેતના તો જાણન-દેખન એ ચેતના છે. એ હમણાં કહેશે. (શું) સમ્યગ્દર્શન પોતાને જાણે છે? ચારિત્ર પોતાને જાણે કે હું ચારિત્ર છું? –નહીં. જ્ઞાન જાણે છે. ( શ્રોતાઃ ) ચારિત્રને શુદ્ધ ઉપયોગ–અશુદ્ઘ ઉપયોગ ( સંજ્ઞા ) આવે છે ! (ઉત્તર: ) એ વાત આચરણ અપેક્ષાએ છે. એ ‘દ્રવ્યસંગ્રહ' માં આવ્યું છે. બાર પ્રકારના જે ઉપયોગ છેઃ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન-એ ઉપયોગરૂપ ભાવ... બસ ! એ શુદ્ધઉપયોગ ને અશુદ્ધઉપયોગ એમ ત્યાં નથી. શુદ્ધ અને અશુદ્ઘમાં તો આચરણ સાથે આવે છે. ઘણીવાર અહીં વાત થઈ ગઈ છે. શુદ્ધઉપયોગ તો અંદર આચરણનું છે. એકલું જાણવું–દેખવું નહીં. અશુદ્ધઉપયોગમાં મલિન આચરણ છે અને શુદ્ધઉપયોગમાં નિર્મળ આચરણ છે. આચરણ છે શુદ્ધઉપયોગમાં. આહા... હા ! ક્યાં ક્યાં ફેર પડે છે. વાત તો એવી બહુ છે, ‘દ્રવ્યસંગ્રહ' માં લીધું છે: બાર પ્રકા૨નો ઉપયોગ ભિન્ન ચીજ છે અને શુદ્ધ ને અશુદ્ધ ઉ૫યોગ જે આચરણ છે તે ભિન્ન ચીજ છે. સમજાણું કાંઈ ?
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૨૦,નિયમસાર શ્લોક-૭૫ )