________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
૧૯૨
ઇન્કમટેક્સ ભરવો પડે ને એટલે છોકરો છોક૨ાનો છોકરો સૌના નામે લખે.
મારે નામે જેટલા આમાં આવે તો મારો દેહ છૂટી જો છૂટી જાય તો શાસ્ત્રમાં આપી દેજોમારે નામે જેટલાં છે, મારો દેહ જો છૂટી જાય તો ત્યાં આપે છે પૈસા ઘણાં ૮૦ હજાર આપ્યા’તા એકવા૨, એકવા૨ ત્રીસ હજાર આપ્યા, એકવાર પચીસ હજાર આપ્યા, આપે છે પૈસા તો બહુ આપે છે, બહુ ઉદાર છે પણ આંહી છેલ્લે રહી ગયો. નહિંતર તો દેહ છૂટી જાત અહીંથી આટલું કપાઈ ગયું, આટલો-આટલો કટકો છે. આહાહાહા ! એ દેહની સ્થિતિ તે કાળે તે પ્રકારે થવાની હતી, અને તે કાળે ખરેખર કપાણું તેનું અહીં જ્ઞાન થવાનું હતું. આહાહાહા ! ઝીણી વાતું બહુ બાપુ ! આવો ધર્મ ક્યાંથી કાઢયો કહે છે. ઓલા ઈશ્વર કર્તા માને છે ને, ઈશ્વ૨ની ભક્તિ કરો, ઈશ્વરને, માળે ઈશ્વરની આંહીં વળી કહે ઈશ્વર કર્તા નથી કોઈ, ત્યારે ભગવાનની પૂજા કરો રાગ, ઇ બધો રાગ છે. સાંભળ આ તો આ ભગવાન અંદર બેઠો. આહાહાહા ! એને જેણે જાણ્યો એને એ “ઘ્રાણ” પણ જાણવામાં ઇન્દ્રિય આવે, જ્ઞાન થાય.
''
“૨સન” આ જીભ ૨સ એ જે રસનનું પણ જ્ઞાન છે જીવને. જેણે આત્માનું જ્ઞાન કર્યું તેને આ રસનનું જ્ઞાન છે, રસન એનું નથી જીભ એ આત્માની નથી, આ તો જડ છે માટી.
આહાહાહાહા!
“સ્પર્શ” આ સ્પર્શ, આ જડ છે, આ સ્પર્શ તો, એનું જ્ઞાન સ્વરૂપમાં એનું જ્ઞાન થાય, પોતાનું જ્ઞાન થાય ત્યારે તેને ૫૨નું પણ જ્ઞાન થાય, એવા સોળ સૂત્રો વ્યાખ્યાન કરવાં, અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં. જેટલા વિકલ્પોના પ્રકાર ને જેટલા અન્યના પ્રકાર છે બધાને આ રીતે વિચારીને ભિન્ન જાણવા. આહાહા !
હવે અજ્ઞાની પણ પ૨દ્રવ્યના ભાવનો કર્તા નથી એમ કહે છે. શું કહે છે? અજ્ઞાની છે આત્માનું જ્ઞાન નથી, ધર્મી નથી, મિથ્યાર્દષ્ટિ છે, એ પણ કાંઈ ૫૨દ્રવ્ય આ શરીરની ક્રિયા કરી શકે, વાણી કરી શકે, પ૨નું કરી શકે એ છે નહિ. અજ્ઞાની જે છે આત્માનું જ્ઞાન નથી, એવા મિથ્યાર્દષ્ટિ પણ કાંઈ શરીરની ક્રિયા કરી શકે કે વાણી બોલી શકે ? આહાહાહાહા ! એ ૫૨નું તો કરી શકે જ નહિ. આહાહા ! અજ્ઞાની પણ દિકરાને ઉપજાવે, દિકરાને પાળે, દિકરાને ભણાવે આ શું બધા તમારા છોકરાં ભણ્યાં, ભાઈએ ભણાવ્યો નહોતો સુમનભાઈને, ૩૫ હજાર ખર્ચીને પાપ કરીને પૈસા કર્યા'તા રામજીભાઈએ વકીલાત કરીને, એ ૩૫ હજાર છોકરામાં વાપર્યા. અમેરિકામાં ભણવા માટે. એય અત્યારે છ સાત, આઠ હજા૨નો પગાર છે મહિને. આવે છે અહિંયા એ આ કરી શકતો હશે ? આહાહા!
કોણ આપે બાપા, અજ્ઞાની પણ પ૨નું લેવું દેવાની એ ક્રિયા અજ્ઞાની પણ કરી શકતો નથી. એમ કહે છે કેમકે માટી જડ છે આ પૈસા તો જડ છે ધૂળ છે એને આમ જાવું ને આવવું નોટનું એ આત્મા કરી શકે, ત્રણકાળમાં નહિ, ભારે કામ ભાઈ આવું. ( શ્રોતાઃ- આત્મા પોતે પૈસારૂપ થઈ જાય ) પૈસા, પૈસાને લેવા દેવાની ક્રિયામાં તન્મય થઈ જાય તો પોતે જુદો ૨હે નહિ, જડ થઈ જાય. સમજાણું કાંઈ ? અજ્ઞાની પણ એમ, જ્ઞાની તો રાગનો કર્તા નથી, ૫૨નો તો કર્તા નથી, પણ અજ્ઞાની ૫ણ ૫૨નો તો કર્તા નથી. એમ લેવું છે. અજ્ઞાની કરે તો એ દયા, દાન, વ્રત કામ, ક્રોધ શુભાશુભ ભાવ એ વિકારને કરે, પણ ૫૨નું કરી શકે ( નહીં ). આહાહા ! ધંધા પાણીની