________________
ગાથા-૧૦૧
૧૯૧ પોતાને સ્વપરપ્રકાશક સામર્થ્યમાં કાન નિમિત્ત તરીકે છે, ઉપાદાન તો પોતે કાનનું જ્ઞાન પોતાથી થયું છે. આ કાન તો માટી જડ છે. (શ્રોતા- અંદર ઉઘાડ છે એ તો જીવનો છે ને) એય નહિ એ ભાવ ઇન્દ્રિય એ ઇન્દ્રિય નહિ. ત્રણેયને ઇન્દ્રિય કહેવી, પણ ઝીણી વાત પડે ભાઈ, આ જડ છે આ, એ ઇન્દ્રિય અને અંદર જે એકેક વિષયને જાણે એવો જ્ઞાનનો ઉઘાડ, એકએકને જાણે ગંધને સુંઘે નાક, રૂપને દેખે આંખ, અંદર આંખ હોં આ નહિ આ તો જડ છે અંદર જાણવાનો ઉઘાડ એ ભાવેન્દ્રિય પણ નહીં જે ઇંદ્રિય જિણીતામાં ત્રણ લીધા ૩૧ ગાથા જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયથી દેખાતા વિષય ચાહે તો સ્ત્રી કુટુંબ પરિવાર હોય તો પણ એ ઇન્દ્રિય કહેવાય એને, ઇન્દ્રિયનો વિષય તે ઇન્દ્રિય, અરે ત્રણલોકનો નાથ ભગવાન તીર્થંકરદેવ ને સમોશરણ એ પણ ઇન્દ્રિય કહેવાય. આહાહા ! અણીન્દ્રિય તો ભગવાન છે આંહીં અંદર કહે છે. આની અપેક્ષાએ હોં, એની અપેક્ષાએ તો અણિઇંદ્રિય છે ને ભગવાન? આવો મારગ છે. એ શ્રોત્ર” પણ એ કહે છે કે જડ છે આ હોં, ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનસ્વરૂપ છે, એનું જ્ઞાન થયું તેથી તે કાન પણ, કાનનું પણ તે જ્ઞાન કરે છે, કાન મારા છે એમ તો નહિ, તેમ કાન વડે-સાંભળું, હું જાણું છું એમેય નહિ, તેમ કાન છે માટે મને કાન સંબંધીનું જ્ઞાન થયું એમેય નહિ. આહાહાહા !
હવે અહીં ક્યાં પહોંચવું બિચારાને નવરાશ ન મળે આ પાપ આડે, આખો દિ', ધર્મ તો ક્યાંય રહી ગયો, પુણ્યય ન મળે. આહા ! છે. આહાહા ! એ કાન જડ છે. ચક્ષુ, આ જડ, આ કોડા માટી છે ને, એને જ્ઞાની જ્ઞાનમાં જાણે કે આ આંખ છે, આંખ વડે જાણતો નથી જ્ઞાની, તેમ આંખ છે માટે આંહીં આંખનું જ્ઞાન થયું એમેય નથી, તે વખતે જ્ઞાનનો સ્વપરપ્રકાશક પરિણામ ષટ્ટારકરૂપે પરિણમતું જ્ઞાન ઉભું થાય છે. ઓહોહો ! હવે, આમાં ક્યાં, ધર્મને કોને કહેવો. ઘાણ જડ છે આ માટી છે આ તો રાખ થાય છે કે નહીં મહાણમાં (સ્મશાનમાં) એ કાંઈ આત્મા નથી, આત્મા જેને આત્માનું જ્ઞાન થયું છે તે નાકનું જ્ઞાન કરે, નાક મારું છે એમ નહિ, તેમ નાક વડે હું સુંઘું છું એમ નહિ. આહાહાહા ! આવું ઝીણું બહુ જશુભાઈ! આહાહા !
હસમુખભાઈ નથી. આવ્યા નહિ? ભાવનગર, નથી આવ્યા, બપોરે આવશે શનિવાર છે ને? બપોરે આવશે ભાઈ નો આવ્યા હોં. હીરાલાલ! સવારે આવે છે, હાથ કપાઈ ગયોને એક વાર જાવું પડશે જયપુર એમ કહેતા'તા. આ કપાઈ ગયું છે ને આટલું કપાઈ ગયું છે બધું. ચાળીસ પચાસ લાખ હશે, પચાસ સાંઈઠ લાખ રૂપિયા, પીસ્તાલીસ વર્ષની ઉંમર ને નરમ નરમ નરમ છોકરાના લગન કરવા ગયા'તા મોટો ગૃહસ્થ માણસ પીસ્તાલીસ વર્ષની ઉંમર છે, એમાં આમ ડબાને અડીને ઉભા હશે સગાવહાલા મળવા આવ્યા હશે તે ત્યારે ઉપડી ગઈ'તી ટ્રેઈન તે આમ પકડવા ગયા હશે તે પડી ગયા કટકા આ તો કટકા ખબર પડી, પણ માળે ઉંકારો કર્યો નથી, આંખમાં પાણીનું એક ટીપુંય આવ્યું નથી. આવે છે સવારમાં આવે છે એવો બચારો નરમ માણસ છે, બુદ્ધિવાળો માણસ છે. પૈસા પાંચ સાત લાખની પેદાશ છે, પણ નરમ. કહો “જ્ઞાયક” એનો કટકો થયો હાથનો “જ્ઞાયક” એ ય! હસુભાઈ ! આમ બોલ્યો'તો. “જાણનાર છું હું તો.” આહાહા ! અને ત્યાં સુધી બોલી ગયો કે મારે નામે જેટલા પૈસા આવે આમ તો વાણીયાના બધા ભાગ પડે ને ઇન્કમટેક્સ માટે, નહિંતર છે તો બે ભાઈ બે ભાઈને કાંઈ વાણીયા નો પાડે,