________________
ગાથા-૧૦૧
૧૮૯ હિંમત રાખજે) એ તો એક જાણવા માટે વાત થઈ, આવી વાતું છે બાપુ!
મન” એ જડ છે, આત્મા એ જડનો જાણનાર છે. મનનો ઉપયોગ કરનારો નથી. આહાહાહા ! એમ વચન આ વાણી, જડ છે, જડ છે, આત્મા નથી. પુદગલ છે એ વાણીને જ્ઞાની જાણે, વાણી કરું છું હું એમ ન માને એ, તેમ વાણી મારી છે એમ ન માને એ, વાણીનું જ્ઞાન જે છે એ મારું છેપર્યાયમાં. સમજાણું કાંઈ? મારગ બાપા આ એવો છે કોઈ. ઓહોહો ! આ દુનિયાને સાંભળવા મળતો નથી અને એક તો વાણીયા ધંધા આડે નવરાં થતાં નથી, આખો દિ' પાપમાં પડ્યા હોય પ્રપંચમાં એ ય ભલે બે પાંચ દશ કરોડ રૂપિયા હોય પણ બધા... ( શ્રોતા- પૈસા એ પાપ છે) પાપ એકલું પાપ રળવામાં પાપ, વ્યાજ ઉપજાવવામાં પાપ, છોકરાના લગનમાં ખર્ચવા લાખ બે લાખ પાપ, (શ્રોતા:- રોટલા ખાવામાં પાપ હુશે) રોટલા ખાવામાં પાપ, આવી વાત છે ભાઈ. આહાહાહા ! હવે એને આવી વાતું, ભારે ભાઈ આ તો અનંતકાળનો અજાણ્યો મારગ, એને જાણીતો કરવો છે ભાઈ ! એની અચિંત્યતાને, અલૌકિકતા જ હોય ને? આહાહા!
વાણી જડ, આંહીં કહે જડને જાણે છે, એ ત્યાં વાણીને પૂજ્ય કીધી, આવ્યું મગજમાં, વ્યવહારથી, વીતરાગની વાણી છે ને સર્વજ્ઞ પરમાત્મા, શબ્દ છે ને એમાં ક્યાંક અનુભવ, શું શબ્દ નથી કળશટીકામાં? (શ્રોતા:- અનુસારી) અનુસારી, અનુસારીનો અર્થ એ કર્યો છે કળશ ટીકામાં, “સર્વજ્ઞને અનુસરીને છે ને?” સર્વજ્ઞસ્વરૂપ છે એને નિમિત્તપણે અનુસરીને વાણી છે ને? અનુસારીણી છે એ નહિ, મારે કહેવું'તું આ પયંતિ, શું કહેવું છે? પ્રત્યગ આત્મા તેને જીવદ્રવ્ય જેમાંથી કહેવાય છે તેનું સ્વરૂપ, તેનો અનુભવ પશ્યન્તિ-પશ્યત્તિનો અર્થ અનુભવશીલ છે, આ આવું લીધું છે અહીં, એ કહેવું'તું છે અહીં મારે, ભાવાર્થ આમ છે કે કોઈ કહેશે કે દિવ્યધ્વનિ તો પુદ્ગલાત્મક અચેતન છે, અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે. તેનું સમાધાન, અર્થ
એવો કે વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારણી, પણ ઓલું પશ્યત્તિમાં આમ લીધું અનુભવનશીલ છે, વાણી અનુભવનશીલ છે, એટલે કે ભગવાનને અનુસરીને થાય છે. કઈ અપેક્ષા છે એ સમજાણું? વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારીણી તો અર્થમાં કર્યું. એવું માન્યા વિના પણ ચાલે નહિ. આહાહા ! વાણી જડ છે, આમાં ઉતરે (ટેપમાં) એ જડ ઉતરે કે આત્મા? આ અવાજ આવે છે એ જડ છે માટી પરમાણું છે. માટી પરમાણું છે. શબ્દ વર્ગણામાંથી ભાષા ઊઠે છે. આત્મામાંથી ભાષા થતી નથી. અરે રે ! (શ્રોતા- સર્વજ્ઞ અનુસાર વાણી છે) એથી તો નિમિત્તની વાત કરી. બાકી તો ભાષાની પર્યાયને અનુસારે એ ભાષા વર્ગણાને અનુસારે એ ભાષા થઈ છે. આહાહાહાહા!
એ કાય” “કાયા” હવે આ કાયામાં આ લેવું. ઔદારિક, વૈક્રિયિક આદિ સમજાય છે? આહાહા ! ઓલામાં ૨૯ બોલમાં તો પાંચ શરીર લીધા છે ત્યાં. ઔદારિક, વૈક્રિયિક આ પાંચ શરીર, ૨૯ બોલ ઓલામાં ૫૦ થી પ૫ ગાથા. આ કાયા એ જડ છે. આ માટી આ કાયા મૃતક કલેવર છે આ મડદું. ચૈતન્ય ભગવાન જે અંદર છે એ તો જડથી ભિન્ન છે અંદર. આહાહાહા! સમજાણું કાંઈ ? આ શરીર છે એ તો કીધું ને હમણાં ૯૬ ગાથામાં “પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે.” આ શરીર જાણે મારું, મારે રાખવું કહો હસુભાઈ તે દિ' નહોતું થતું ઓલું માંદા પડયા ત્યારે, ખબર છે ને? કેવા સપના આવતા'તા એ ભાઈ માંદા