________________
ગાથા-૧૦૧
૧૮૭ કહેવાય પણ અત્યારે આમાં આટલું લેવું, ઔદારિક શરીર, વૈક્રિયિક શરીર, આહારક શરીરને યોગ્ય જે પુગલ છે એ શરીર નહિ, એને યોગ્ય જે પુદ્ગલો છે અને આહાર, શરીર, ઈન્દ્રિય, આહાહા! શરીરને યોગ્ય પુદ્ગલ લીધા, શરીર એ કાયામાં આવશે. સમજાણું કાંઈ? આરેરે ! આવી વાતું હવે, કોના ઘરની કાંઈ ખબર ન મળે. (શ્રોતાઃ- પોતાના ઘરની) આહાહા! ભાઈ તારા ઘરની વાત છે. તે સાંભળી નથી, તે કરી નથી. આહાહાહા !
બહારના કડાકૂટા કરી કરીને મરી ગયો પણ તું તો જ્ઞાતા છો ને પ્રભુ! એ બધી ચીજો તો જ્ઞાતાની પરશેય છે ને ! અશેય તો પોતે છે. તું જ્ઞાતા, પ્રજ્ઞા, બ્રહ્મસ્વરૂપ છો ને! પ્રજ્ઞા (નામ) જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ. અરે કેમ બેસે કોઈ દિ' સાંભળ્યું નથી. જ્ઞાન ને આનંદ એ તારું રૂપ છે ને, અને એ બધી ચીજો રાગથી માંડીને બધી આખી દુનિયા એ પરશેય તરીકે તેનું જ્ઞાન કરનાર તું છો, તે શેય નામ જણાવા લાયક તે ચીજ છે. આહાહા ! દેવ, ગુરુ ને આત્મા પણ એનો, આ જ્ઞાનમાં શેય તરીકે છે, એ મારા માનવા તરીકે એના સ્વરૂપમાં નથી, ને આંહીં કે નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ?
કઈ જાતનો આવો ધર્મ, કોક કહે માળે નવો કાઢયો સોનગઢવાળાએ એમ કહે છે. (શ્રોતા – નવો જ છે) ભાઈ, ભાઈ મારગ તો આ છે પ્રભુ, અનાદિનું એ સ્વરૂપ જ આવું છે. આહાહા !
એ નોકર્મ શરીરને યોગ્ય જે પુદ્ગલ પરમાણું છે, આહારને યોગ્ય જે આહાર આવે ને, એ પુદ્ગલો છે, ઇન્દ્રિયને યોગ્ય આ ઇન્દ્રિયો થાય એને યોગ્ય જે પુદ્ગલો છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસ, એ શ્વાસ છે પુદ્ગલો છે, એ પણ શ્વાસ ને એ આંહીં ન લેવું. આંહીં શ્વાસને યોગ્ય જે પુદ્ગલ છે એને લેવા. આહાહા ! સમજાણુ કાંઈ? મનને યોગ્ય પરમાણું છે, ભાષાને યોગ્ય પરમાણું છે, ઓલામાં આવી ગયું છે ૫૦ થી ૫૫ ભાઈ, ૫૦ થી પ૫ માં નોકર્મની વ્યાખ્યા અંદરમા આવી છે. આ ગાથા ૨૯ બોલની આવે છે ને? આહાહાહા!
કહે છે કે પ્રભુ તું આત્મા આનંદનો નાથ છો, અતીન્દ્રિય આનંદનો સાગર અને ભંડાર અપરિમિત આનંદ, મર્યાદા વિનાનો આનંદ, મર્યાદા વિનાનો પ્રભુ તું આટલામાં ભલે હો પણ તારું જ્ઞાન તો અપરિમિત મર્યાદા વિનાનું છે, એવા એવા અનંતા ગુણો મર્યાદા વિનાના, સંખ્યાએ તો મર્યાદા નહિ, પણ શક્તિએ મર્યાદા નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ? એવો જે ભગવાન આત્મા, એનું જ્યાં જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાનમાં નોકર્મને યોગ્ય પુગલો છે તેનું જ્ઞાની જ્ઞાન કરે છે. આહાહા ! સમજાણુ કાંઈ?
એ માતાના પેટમાં હોય છે ને તોપણ એ ખરેખર તો આમ છે. એક વાત એવી છે કે એ વાત મગજમાં નથી આવતી કે સવાનવ મહિના રહે તો ઉપયોગરૂપ થતો હશે કે નહિ એ કોઈ એ શાસ્ત્રધાર (નથી મળ્યો!) વિચાર તો બધા આવી ગયા હોય ને, સમજાણું કાંઈ? સવારમાં. (શ્રોતા:- શક્યતા શું લાગે છે) શક્યતા તો એ નવ મહિના સુધી કંઈ ખ્યાલ કે આધાર વિના બોલાય નહિ, એ કાંઈ નવું નથી અમારે તો કાંઈ, આ તો ઉપયોગનું સવા નવ મહિનામાં એનામાં સમ્યગ્દર્શનજ્ઞાન થયા એ નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય કે નહિ, એની વાત છે. આહાહા ! સમજાય છે? આ કેમ કીધું આ? કે તે કાળે પણ આહાર શરીરને યોગ્ય છે તેનું