________________
ગાથા-૧૦૧
૧૮૫
સ્વરૂપનો, જેનો આશ્રય છે, તેથી જે જ્ઞાન પ્રગટયું છે સ્વપ૨પ્રકાશક સ્વતઃ એમાં માન આવે તેનું પણ અહીં જ્ઞાન થાય છે, એ એનું જ્ઞાન કહેવું એ અપેક્ષિત છે, બાકી એનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન છે. આહાહા ! એ જ્ઞાનમાં ‘માન’ જાણવામાં આવે ધર્મીને, પણ માનનો એ સ્વામી ન થાય. આહાહાહા ! આવી શરતું બધી. હસુભાઈ ! આ ક્યાં ઓલા કટકાની ખબર પડે નહિ. આહાહા ! એ તો ધૂળ ક્યાંય રહી ગઈ, પણ અહીંયા તો રાગ આવે દયા, દાનનો એ પણ વિકલ્પ ને રાગ એ પણ ઝેર છે. અમૃતસ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર, સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદથી ભરેલો, એને જે રાગ આવે એ પણ ઝેર છે. આહાહા !
એ આપણે આવી ગયું છે ને ભાઈ મનનો વિષય ધર્માસ્તિ આદિ કરે, ઇન્દ્રિયનો વિષય રૂપી કરે. અને ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૃતક કલેવરમાં મૂર્છાય. ભગવાન અંદર અમૃત સ્વરૂપ, ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનઘન છે. એ એને છોડીને આ મૃતક કલેવર મડદું છે, આ તો જડ માટી ધૂળ મડદું છે. આ માટી છે આ. મૃતક કલેવરમાં અમૃતરૂપ વિજ્ઞાનથન મૂર્છાઈ ગયો છે, એ અજ્ઞાનપણે મિથ્યા ભ્રાંતિપણે મૂર્ખાઈ ગયો છે તેને પાપનાં પરિણામ થાય છે, પાપના પરિણામ તો રાગાદિક પણ છે, પણ આ તો આમાં મૂર્છાણો ઈ મિથ્યાત્વનાં પાપનાં પરિણામ છે. આહાહા ! ઈ આહીં કહે છે.
માન આવ્યું જ્ઞાનીને છતાં તે માનનો, કેમ કે આત્મા છે એમાં અનંતા, અનંતા, અનંતા, અનંતા ગુણો છે સંખ્યાએ પણ કોઈ એક ગુણ વિકાર કરે એવો ગુણ નથી. આહાહા ! સમજાય છે આમાં કાંઈ ? અનંતા, અનંતા, અનંતા, અનંતા, અનંતા, અનંત ને ગમે તેટલા કરો એટલાં ઈ ગુણો છે આત્મામાં. જેમ જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા વિગેરે પણ અનંતગુણમાં કોઈ એક ગુણ એવો નથી વિકાર ગુણ કરે. આહાહા ! ( શ્રોતાઃ- ગુણમાં વિકા૨ હોય તો મટી શકે જ નહીં ? ) પણ એ હોઈ શકે જ નહિ, ને એ ગુણ જ વસ્તુનું વાસ્તવિક વસ્તુ ને વાસ્તવિક જે શક્તિ ગુણ છે એ તો પવિત્ર ને નિર્મળ ને શુદ્ધ જ છે. આહાહા ! એ શુદ્ધ સ્વભાવ છે, એ અશુદ્ધતાને કેમ કરે ? કેમ કે એનાથી વિરુદ્ધ આ તો અનંત અનંત શુદ્ધતા ને રાગ અશુદ્ધ એ જરીક અમુક ગુણની અશુદ્ધતા. એને મારું કાર્ય છે, ને હું કર્તા છું, એમ માનના૨ને અનંત ગુણ પિંડ શુદ્ધ ચૈતન્યઘન એનો એને અનાદર છે. આહાહા ! આવો કેવો ઉપદેશ આવો.
બાપુ ! મારગ પરમ સત્ય તો આ છે. આહા ! ઓલા બીજા આવે છે ને તમારા મામા એ કે નહિ બીજા એક મોટા કાકાના દીકરા છે તમારા. હેં ? નારાયણભાઈ, એ છે ને ? એ આવે છે. આવતા પોપટભાઈ વખતે બહુ આવતા નારાયણભાઈ. આહાહા ! તો આ વાત બહુ આકરી બાપા ! જનમ મ૨ણ ૮૪ની યોનિમાં કરી રહ્યો છે, જે દુ:ખી છે. કેમ કે અમૃતસ્વરૂપ ભગવાન આત્મા એને દૃષ્ટિમાં આવ્યો નથી. એની દૃષ્ટિમાં તો એ રાગ ને પુણ્ય ને પાપ ને એના ફળ આ ધૂળઆદિ, એ ઝેરી દૃષ્ટિ છે. જેને પુણ્ય ને પાપ મા૨ા છે એને આ ફળ મારાં, એ દૃષ્ટિ ઝેરી છે, મિથ્યાર્દષ્ટિ કહો કે ઝેરી દૃષ્ટિ કહો. આહાહાહા !
પણ ભગવાન આત્મા એ ઝેરીલા વિકારી પરિણામથી ભિન્ન છે, અમૃત સ્વરૂપ છે, એવું જેને જ્ઞાન થયું સ્વસ્વરૂપનું તે જ્ઞાનમાં સ્વ૫૨પ્રકાશક પરિણતિ ઊભી થાય છે. એમાં એ માન જરી આવ્યું એનું પણ એ જ્ઞાન કરે છે. બાકી શાન તો તે સમયે માન આવે તે સમયે જ્ઞાનની