________________
ગાથા-૧૦૧
૧૮૩ પુદ્ગલ જ છે એ નિશ્ચયથી. પહેલાં પુગલના પરિણામ કહ્યાં ૭૬, ૭૭ માં પછી પુદ્ગલ જ કહી દીધા છે. આખો શબ્દ પુગલ વાપર્યો છે. આહાહા ! બે દ્રવ્ય-એકકોર પુગલદ્રવ્ય ને એકકોર ભગવાન આત્મદ્રવ્ય. આહાહાહા !
રાગ પણ પુગલના પરિણામ છે. આહાહા ! જો ભગવાનના પરિણામ હોય તો છૂટે નહીં ક્યારેય , એ રાગનો કર્તા પણ આત્મા નહીં, પણ ધર્મીજીવ-સમ્યગ્દષ્ટિ, એ રાગનો જાણવાવાળો રહે છે-રાગનું જ્ઞાન કરે છે ને સ્વનું જ્ઞાન કરે છે, એ જ્ઞાન પરિણામ આત્માનું કાર્ય છે. પણ ધર્મીનું રાગ કાર્ય ને આત્મા કર્તા, એવું છે નહીં. આવું છે અલક મલક જેવી વાતું લાગે આઅગમ્ય-ગમ્યની વાડામાં પડ્યા હોય એને કાંઈ ખબરુંએ ન મળે. અત્યારના સાધુ ને પંડિતો વાતું આ બધી બહાર(ની) કરે-આ કરો... આ કરો-વ્રત કરો ને અપવાસ કરો, આહાહાહા ! (શ્રોતા:- રાગ કરો) રાગ કરો, રાગ કરો, રાગ કરો, રાગ કરો, રાગ કરો! કરો કરો એ તો મિથ્યાત્વભાવ છે. આહાહાહા! “કરે ઈ મરે” –રાગનો કર્તા થાય, એ આત્માનું મરણ કરે છેઆત્માનો નાશ કરી દે છે. આ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે, એનો અભાવ કરી ધે છે. આહાહા ! સમજાણું કાંઈ.? આકરી વાત ભાઈ, પચવી કઠણ બહુ. આહાહા ! એ ત્યાં સુધી રાગ આવ્યું ને?
દ્વિષ” –ઢષના પરિણામ જે થાય છે જરી, એનો પણ જ્ઞાતા, જ્ઞાની તો જ્ઞાતા છે. એનો “જાણનાર છે. પોતાનું સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ, એનું સમ્યગ્દષ્ટિને અંતર જ્ઞાન થયું છે એ કારણે વૈષના પરિણામ જરી આવ્યા, એના પણ જ્ઞાતા છે-એ દ્રષના પરિણામનું જ્ઞાન, એ જ્ઞાનીનું જ્ઞાન વ્યાપ્ય છે. વૈષ એનું વ્યાપ્ય ને આત્મા વ્યાપક એમ છે નહીં. વૈષ પરિણામ અને આત્મા પરિણામી (તો તો) પરિણામી ને પરિણામ એક થઈ જાય છે, તો ષમાં આત્મા એક થઈ જાય છે આત્મા. આહાહાહા ! પણ દ્વેષ આવ્યો, એનું જે સ્વપરપ્રકાશકશાન થયું એ પરિણામ ને આત્મા પરિણામી તો એક છે, અભેદ છે. સમજાણું કાંઈ....? વિશેષ આવશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૦૪ ગાથા-૧૦૧ શનિવાર, મહા વદ-૧૩, તા.૨૪/૨/૭૯
સમયસાર ૧૦૧ ગાથાનું અહીં સુધી આવ્યું'તું દ્રષ' સુધી આવ્યું છે. “ઢષ” શું કહે છે? કે આ આત્મા જે છે એ અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે, સચ્ચિદાનંદ સત્ શાશ્વત ચિદાનંદ જ્ઞાન ને આનંદ અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદનું એ સ્વરૂપ છે આત્માનું, એવું જેને રાગના દયા દાન વિકલ્પ જે રાગ છે ને? એનાથી ભિન્ન થઈ અને આત્માનું જ્ઞાન થયું હોય, તેને જે કાંઈ રાગાદિ આવે તે રાગનો રાગમાં અડયા વિના રાગને જાણે એવો એનો સ્વભાવ છે. ચિદાનંદ જ્ઞાનમૂર્તિ પ્રકાશ, કરોડો સૂર્યના પ્રકાશ છે એ જડ, ભગવાન આત્માનો પ્રકાશ એ કરોડો સૂર્યથી પણ ભિન્ન જાતનો પ્રકાશ છે અંદર. આહાહા! બપોરે આવશે વળી તમે ઓલું કીધું'તું ને આ બધું, આવું બધું શું કે હું એકને જાણું ને પરને જાણું ને આ જાણું ને, બપોરે આવશે એનો ઉત્તર એ આત્મા કેવડો ને કેવો છે, એ જણાવે છે. આહાહા ! અત્યારે તો આટલી વાત.