________________
૧૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામમાં વ્યાસ થઈને થયું છે, રાગથી નહીં, રાગનું નહીં. રાગ વ્યાસ નહિ અને રાગ વ્યાપક થઈને, અહીં જ્ઞાનપરિણામ વ્યાપ્ય થાય છે એવું ય નથી. આહાહાહા ! ઘણું ભર્યું છે ને આ તો. ક્યાંય પાર ન મળે એ મગજમાં જેટલું' જ્ઞાનમાં આવે છે, એટલું બધું વાતુમાં (વાણીમાં ) ન આવી શકે એટલી વાતું છે ભાઈ. આહાહા !
( શ્રોતાઃ- જ્ઞાની, અજ્ઞાનીના રાગને કેમ જાણે છે ? ) કોને ન જાણે કીધું ને ? બધા દ્રવ્ય ગુણ પર્યાયને જાણેને ? એમાં સામાનો રાગ આ બધું આવી ગયું કે નહિ ? સામાનું મિથ્યાત્વ એ જ્ઞાનનો-પર્યાયનો સ્વભાવ છે કે, સર્વને જાણે ત્યારે તો તે જ્ઞાન પોતે પૂરું કહેવાય છે. પૂરું કહેવામાં આવે છે. સમજાણું કાંઈ... ?
જ્ઞાનની પર્યાય, બધા અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, ત્યારે તો એ જ્ઞાનપર્યાય પોતાની પૂરી થઈ અને બધાને જાણનાર એ એક આત્મા થયો ત્યારે તો આત્મા થયો. આહાહાહા ! એય ભાઈ. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ વીતરાગની વાણી કોઈ અલૌકિક છે ભાઈ ! આહાહાહા !
૫૨માત્મા-૫૨મેશ્વર એમની (વાણી ) સાંભળી એ સંતોએ, કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા. મહાવિદેહમાં; બે હજા૨ વર્ષ થયાં, સંવત-૪૯ ( માં ) આઠ દિવસ ત્યાં રહ્યા હતા પ્રભુ પાસે, બિરાજે છે પ્રભુ ( એ ) ત્યાંથી આવીને આ (પરમાગમો ) બનાવ્યા, ભગવાન આમ કહેતા હતા. આહા ! કે તને પણ મારી ભક્તિનો રાગ આવ્યો છે, એ રાગનો તું જાણનાર છો, રાગનો કર્તા નહિ, આહાહાહા ! સમજાણું કાંઈ... ?
(શ્રોતાઃ- અજ્ઞાની તો રાગનો કર્તા છે ને!) અજ્ઞાની તો માને છે, માને છે, છેવટે ખરેખર તો કર્તા થતો નથી, પણ માને છે. આહાહાહા ! એ આવી ગયું છે આપણે, માને છે, નથી આવ્યું ? ૯૪-૯૫ ગાથામાં, એ ગાથામાં આવી ગયું છે પહેલું. માને તો અજ્ઞાની ગમે તે માને.
આહાહા!
ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ-જ્ઞાનનો પિંડપ્રભુ છે. જેમાં જ્ઞાનની અપરિમિત શક્તિ પડી છે. મર્યાદા બહા૨ અમર્યાદિત સ્વભાવ, એ સ્વભાવનું જેમને સમ્યગ્દર્શનમાં સમ્યજ્ઞાનમાં ભાન થયું. એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં, આહાહા ! એ ઓલા ચારિત્ર અધિકા૨માં આવે છે ને નહિ ? ચારિત્રને શું કીધું એ કહ્યું નહોતું ‘મોક્ષપાહુડમાં’ ભાષા યાદ રહે, ચારિત્રપાઠુડમાં અપરિમિત છે. (શ્રોતાઃ- અક્ષય ને અમેય) અક્ષય, અમેય હા, ઈ ભાષા આત્મામાં જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રપર્યાય થઈ, ( એ ) પર્યાયને અક્ષય ને અમેય કહી છે, વાત થઈ ગઈ છે, આંહી ઘણું પછી ( કહેવાય ગયું છે ), ભગવાન આત્માના દ્રવ્ય ને ગુણ તો અક્ષય ને અમેય છે પણ એની સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર (પર્યાય ) થઈ એ વીતરાગી પર્યાય-ધર્મ થયો એને મોક્ષપાહુડમાં ત્યાં-અષ્ટપાહુડ (છે ) અષ્ટપાહુડ ( તેમાં ) ચારિત્રપાઠુડમાં અક્ષય-અમેય કહ્યું છે. એ પર્યાય અક્ષય છે ને અમેય–એ મર્યાદા વિનાની શક્તિ છે. આહાહા ! સમજાણું કાંઈ... ? આવી વાત છે. અજાણ્યાને તો એવું લાગે (કે) આ શું મારગ.
આ કંઈક ક૨વું-ભક્તિ કરવી, જાત્રા કરવી, પૂજા કરવી, મંદિર બનાવવા અને મંદિરમાં સવા૨-સાંજ પૂજા ક૨વી ! એ બાપુ એ જડની ક્રિયા જડમાં છે અને એમાં રાગ થાય છે એ પણ ૫૨માં છે, આત્મામાં નહીં. આહાહાહા ! ( શ્રોતાઃ- રાગ તો પુદ્ગલના પરિણામ કીધાને !)