________________
૧૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પડયા'તા બહું, એક ફેરી તાકડે હું ત્યાં હતો. એવા સપના આવે છે જાણે આમ થાય ને આમ થાય ઈ તો જગતની વિકૃત લીલા એવી છે (શ્રોતા – આપના દર્શનથી શાંત થઈ ગયું) એ તો થવા કાળે થયું છે.
પાછો કૈલાસચંદજી એમ કહે છે કે તમે બીજાને બધાને મિથ્યાદેષ્ટિ ઠરાવો છો ને તમારા અનુયાયીઓ સ્વામીજીના કારણે પૈસા મળે છે, પૈસાવાળા થાય છે તે મિથ્યાષ્ટિ નથી? એમ કહે છે. એય શું કીધું? કોઈ કહે એને જાણવું જોઈએ ને, કૈલાસચંદજી એમ કહે છે કે તમે જ્યારે બીજાને મિથ્યાષ્ટિ ઠરાવો છો ત્યારે તમે, એમ કહે કે સ્વામીજીને લઈને અમારે પૈસા આવે છે, અમે આમ થયું, તો તમે મિથ્યાષ્ટિ નથી? સુજાનમલજી ! ( શ્રોતા:- સ્વામીજીને કારણે થાય એમ માને તો મિથ્યાષ્ટિ, અને વ્યવહારનું કથન હોય તો નહીં) આપણે તો ગમે તે વાત કરો તો એમાં શું થયું. વાત કરે છે. આવું સાંભળવામાં શું વાંધો છે. અને એની વાત સાચી છે એ હિસાબે પરને લઈને પૈસા ન આવે) એ તો પોતાના અંદર પુણ્ય પડ્યા હોય છે એને લઈને એ પૈસાનો યોગ થાય, એ કાંઈ ડહાપણને લઈને નથી અને ખરેખર તો પુણ્યને લઈને કહેવું છે એ પણ નિમિત્તથી કથન છે, પણ એ પરમાણું જ એ જાતના ત્યાં આવવાના હતા એને કારણે ત્યાં આવ્યા છે. ઉપાદાનથી. ' અરે મારગ બહુ જનમમરણના અંતની વાતુ બાપા, અનંત અનંત કાળ અવતાર કરીને સોથી નીકળી ગયા, ભૂલી ગયો, પણ માળો, હેં? કાગડાના, કૂતરાના, મિંદડાના, નારકીના, હાથી ને ઘોડા ને ઇયળ ને, ભવો અનંત અનંત કર્યા. અનંત કાળમાં એ દરેકના અનંત ભવ કર્યા, ભાઈ તું અનાદિનો છો ભાઈ, તો ક્યાં રહ્યો તું? આ પરિભ્રમણના શરીર રખડતામાં રહ્યો ભાઈ. આહાહા! અબજોપતિ પણ, અનંતવાર થયો તું, અને સો વાર માગે ને એક કોળીયો મળે એવો ભિખારી પણ અનંત વાર થયો બાપુ, એ કોઈ નવી ચીજ નથી. આહાહા ! તને તારી ખબર નહોતી તું કોણ છો ? ક્યાં છો? આહાહા ! વિશેષ હવે બપોરે આવશે, આવી બધી વાત “એક જાણે તે સર્વ જાણે,” “સર્વ જાણે તે એક જાણે” કેમ કહ્યું એનું? રાતે કહ્યું 'તું ને તમે, એનો ઉત્તર આવશે અત્યારે તો આ આ તો હાલે છે. આહાહાહા!
કાય” “કાયા” ઔદારિક કાય, વૈક્રિયિક કાય આદિ. આહાહા! એ એને જાણનારો ભગવાન છે. જેણે પોતાને જાણ્યો છે તે પોતે કાયાને જાણવાનું કામ કરે છે. કાયા મારી છે એમ નહિ, તેમ કાયા છે માટે કાયાથી કાર્ય કરી શકું કાંઈ એમેય નહિ, તેમ કાયા છે માટે આંહીં જ્ઞાન થયું કાયાને લઈને એમેય નહિ. આહાહા!(શ્રોતા- એને લઈને જ્ઞાન તો થાય ને) એને લઈને નથી થયું, થયું છે સ્વપરપ્રકાશક પોતાના સામથી, પણ આંહીં બતાવવું છે કે એમાં નિમિત્ત કોણ એ બતાવવું છે. આહાહા ! સમજાય છે કાંઈ ? ભાઈ આ તો જનમમરણ રહિતનાં ત્રણલોકનો નાથ જિનેશ્વર વીતરાગ પરમેશ્વર એની આ વાણી છે, એનો માર્ગ જગતથી આખો ય જુદો છે. આહાહા! અરે “વાડા બાંધીને બેઠા, પોતાનો પંથ કરવાને” આ વાડો નથી, આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથના કથનોની વાણીનો સાર છે આ. આહાહા! સમયસાર છેને? આહાહા !
શ્રોત્ર” આ કાન, કાન શ્રોત્ર, એ કાન છે આ તો જડ છે. એ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એનું જ્ઞાન થયું ધર્મીને, તો એ કાનમાં કાન સંબંધીનું જ્ઞાન પોતાને જ્ઞાન થાય છે, એ પણ