________________
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાન પોતે સ્વતઃજ્ઞાનનો સ્વભાવ છે તે જ્ઞાન કરે છે બસ, સમજાણું કાંઈ? પણ એ વખતે કેટલા વખતે ત્યાં ઉપયોગ શુદ્ધ ઉપયોગ થઈ જાય જ્ઞાતા, શેય ને જ્ઞાન, કોઈ આધાર જોઈએ, આધાર વિના કહેવાય નહિ (શ્રોતા- આપ કહો તે આધાર) આંહીં આવવું જોઈએ ને અંદર? આવ્યા વિના. એવા તો બીજા ઘણાં બોલો છે જે મગજમાં વિચારમાં આવ્યા પણ બેસતા ન હોય. હું? (શ્રોતા – શાસ્ત્રનો આધાર નથી) ક્યાંય એ આપણને જોવામાં આવતું નથી, હશે ક્યાંક ક્યાંક, પણ જોવામાં નથી આવતું. આહાહા! (શ્રોતા – આઠ વર્ષ પહેલાં તો નિર્વિકલ્પ ઉપયોગ ન થાય ) આઠ વર્ષ પહેલાંનું આ સમકિત જ ન થાયને, પહેલું સમકિત લઈને આવે તો થાય, એને તો આવે જ તીર્થકરો તો છે એ જુદી વાત. આ તો એક આત્મા ભગવાન જાગ્યો છે ને જાગ્યો અંદરથી હુહુળતો ઉડ્યો, જાગતો ઉઠયો, એ જાગતો ઉઠયો એ જેને આહાર, શરીર, શ્વાસ, ભાષા ને મન બંધાય છે, કે એને યોગ્ય પુદ્ગલ સ્કંધ છે તેને પણ જ્ઞાનમાં એને ભલે હું આને જાણું પણ એનો સ્વભાવ જ સ્વતઃ જાણવાનો છે. આહાહાહા ! (શ્રોતા:- પર્યાપ્તિના પરમાણુંને ગ્રહણ ન કરે પણ જાણે છે એવું છે બાપુ. આહાહાહા ! “નોકર્મ.”
મન “મન” હવે, આ એક મન છે છાતીમાં જેમ આંખ છે આંહીં જડ, માટી આ એવું એક મન જડ છે. અહીં અનંત પરમાણુનો પિંડ, ખિલ્યા કમળને આકારે અહીં છાતીમાં મન છે, જડ છે. આહાહા ! એને પણ જ્ઞાની પોતાના જ્ઞાનમાં તેને જાણે છે. આહાહા! ભાવ મન તો રાગદ્વેષ એમાં આવી ગયું બધું. સમજાણું કાંઈ? મારગ બહુ અલૌકિક છે બાપા. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ કેવળજ્ઞાનથી ત્રણકાળ ત્રણલોક જોયાં. અને એનું જ્ઞાન થયું ને વાણી, વાણીના કારણે નીકળી. એ વાણી પણ પૂજ્ય છે, એમ આવ્યું છે ને બીજા કળશમાં સમયસાર. એ વાણીમાં પણ એમ આવ્યું ત્યાં કે તારો પ્રભુ છે અંદર પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય એનો સ્વીકાર કર, જે તને અનાદિથી રાગ ને નિમિત્ત ને પર્યાયનો સ્વીકાર છે એ મિથ્યા સ્વીકાર છે. આહાહાહાહા !
પૂર્ણાનંદનો નાથ પ્રભુ એનો સ્વીકાર સત્કાર ઉપાદેય કર, કે જેથી રાગાદિ “હેય” થઈ જશે. જો રાગને ઉપાદેય કર્યો તો પ્રભુ ચૈતન્યને હેય કર્યો, પરમાત્મ પ્રકાશ. આહાહા!(શ્રોતાએ અચેતન વાણીને પૂજ્ય કહે તો આત્માને શું કહેવું?) એ અપેક્ષાથી, કથન નિમિત્તથી કહ્યું વ્યવહારથી, વાણીમાં નિમિત્ત સર્વજ્ઞ છે ને, એ અપેક્ષાએ વ્યવહારે એ પૂજ્ય છે. નિશ્ચયથી તો ભગવાન આત્મા જ પૂજ્ય છે. વ્યવહારનય વ્યવહારથી પૂજ્ય છે. એમાં પદ્મનંદીમાં આવે પદ્મનંદી પચ્ચવિંશતિ છે ને, એમાં આવે છે ભાઈ એ ગાથામાં અહીં ઘણીવાર કહેવાઈ ગયું છે, વ્યવહાર પૂજ્ય છે એવું આવે એટલે વ્યવહારનયથી, વ્યવહારનયથી વ્યવહાર પૂજ્ય છે. આહાહા! (શ્રોતા – એ વાત તમે ગુરુદેવ કહો, તે ગમે એવી છે) વ્યવહારથી વ્યવહાર પૂજ્ય એટલે? નહિ, એ તો એક અધ્યાત્મ પંચસંગ્રહ છે ને દીપચંદજીનું. એમાં એક લખાણ છે, કે બહુ ઓલું કરીશ નહિ, વ્યવહાર હેય હેય હેય છે, જ્ઞાન રાખજે જ્ઞાન રાખજે, જો હેય હેય તન્ન કરવા જઈશ તો ભગવાન પણ સાક્ષાત્ તીર્થંકર પણ અપૂજ્ય થશે. આ તો એમાં છે. દીપચંદજીનું અધ્યાત્મ પંચસંગ્રહમાં, વ્યવહારે વ્યવહાર પૂજ્ય છે એટલું રાખજે. અપેક્ષા, શું મારગ તેમાં ખુલાસો ર્યો છે કે વ્યવહાર વ્યવહાર વ્યવહાર હેય છે. એ વ્યવહાર અધર્મ છે રાગ છે એ, પણ ત્રણલોકનો નાથ પણ પૂજ્ય નથી એમ થશે એમાં, એટલે એની હુદ રાખીને કહેજે. (શ્રોતા