________________
૧૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગોત્ર” –ગોત્ર ક્યારે બંધાય છે તો એ કર્મની પર્યાય છે એ પરિણામનો કર્તા આત્મા નથી, ફક્ત પોતાના સ્વપરપ્રકાશકજ્ઞાનમાં, ગોત્રકર્મ ખ્યાલમાં આવ્યું-એનું જ્ઞાન થયું. આહાહા !
“અંતરાય' અંતરાયકર્મ, આવે છે ને, ખ્યાલમાં આવ્યું-જ્ઞાનીને ખ્યાલમાં આવે છે કે છેએનું જ્ઞાન થયું, એ અંતરાયકર્મ જ્ઞાની આત્મા બાંધે છે એવું નથી. તેમ અંતરાયકર્મની પર્યાય છે તો અહીં એનું જ્ઞાન થયું એવું છે નહીં. પોતામાં સ્વપરપ્રકાશક જ્ઞાન થવામાં પોતાના પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક છે. સ્વપરપ્રકાશક જ્ઞાન છે પરિણામ ને આત્મા પરિણામી છે સ્વપરપ્રકાશક જ્ઞાન કર્મ ને આત્મા કર્તા-વ્યાપક છે. છે? છતાં આની સાથે “મોહ', એ સાત કર્મસૂત્રોની સાથે લેવા, મોહ એટલે આ દર્શનમોહ ન લેવો અહીંયા, અહીંયા તો જ્ઞાનીની વાત છે ને પરમાં જરી અસાવધાની થઈ જાય છે, રાગ-ચારિત્રમોહથી “મોહ” એનો પણ જ્ઞાનીજાણનાર છે. આહાહાહા !
“રાગ” –જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય એ રાગ. મહાવ્રતના પરિણામ એ રાગમહાવ્રતના બાર વ્રતના પરિણામ એ રાગ, ભગવાનની જાત્રાના પરિણામ એ રાગ, ભગવાનની ભક્તિ-પૂજાના ભાવ એ રાગ. આહાહા ! એ રાગના પરિણામ થયા એ આત્માના નહીં, જ્ઞાની એમ જાણે છે. હું તો રાગનો જાણવાવાળો ને પોતાનો જાણવાવાળો એ પરિણામ મારું કાર્ય છે. રાગ મારું કાર્ય નહીં. આહાહાહા ! ગજબ વાત છે પ્રભુ મારગ પરમાત્મા(નો) સનાતન જૈન દર્શન, આ એનો પ્રવાહ છે. સમજાણું કાંઈ...? આવી વાત શ્વેતાંબરમાં છે નહીં, કેમ કે શ્વેતાંબર તો, ભગવાન (મહાવીરનો) દિગમ્બર ધર્મ હતો એમાંથી, (આજથી) બે હજાર વર્ષ પહેલાં નિકળ્યો છે-દિગંબરમાંથી નીકળ્યો છે, શ્રદ્ધા ભ્રષ્ટ થઈને! એમાંથી સ્થાનકવાસી (સંપ્રદાય) હમણાં નીકળ્યો છે, ચારસો વર્ષ પહેલાં. (શ્રોતા- એમાં શ્વેતાંબર શાસ્ત્રમાં એમ લખ્યું છે કે શ્વેતાંબરમાંથી દિગમ્બર પંથ થયો છે) એ તો અજ્ઞાની તો કહે જ ને? શ્વેતાંબર, શ્વેતાંબર પંથ છે એ ગ્રહિતમિથ્યાત્વ છે. ગોમ્મદસારમાં પાઠ છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાઠમાં આવે છે, ચોખ્ખું. આહાહા ! આવી વાત ક્યાં છે બાપુ?
રાગ-ધર્મીને રાગ જે પર્યાયમાં આવે છે કમજોરીથી, તો રાગનો જાણવાવાળો છે જ્ઞાની, રાગ વ્યાય-કાર્ય અને જ્ઞાની કર્તા એવું નથી. રાગ પરિણામ (ને) આત્મા પરિણામી એમ નથી. રાગ વ્યાપ્ય (ને) આત્મા વ્યાપક એમ નથી. ધર્મીને રાગનું જ્ઞાન થયું એ જ્ઞાન વ્યાપ્ય આત્મા વ્યાપક એમ નથી. રાગનું જ્ઞાન થયું એ પરિણામ, આત્મા પરિણામી-રાગનું જ્ઞાન થયું એ કાર્ય (ને) આત્મા કર્તા. આહાહાહા!
પર પરિણામ ને આત્મા પરિણામી એમ સંબંધ થઈ જાય. તો આત્મા પરરૂપ થઈ જશે. આહાહા ! સમજાણું આમાં? ધીમેથી તો કહેવાય છે ભાઈ પણ શું થાય કે આ માર્ગ જ એવો છે કે વીતરાગ ત્રિલોકનાથ સીમંધર ભગવાન પાસે ગયા હતા કુંદકુંદાચાર્ય, ભગવાન કુંદકુંદાચાર્ય પ્રભુ પાસે, પ્રભુ બિરાજે છે મહા વિદેહમાં, સીમંધર ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, ત્યાંથી આવીને તો આ (શાસ્ત્રો) બનાવ્યા છે. ભગવાનની વાણી આ છે એમ કહે છે તો એ એમ કહે છે કે ટીકાકાર (અમૃતચંદ્રાચાર્ય) તો ગયા નહોતા ભગવાન પાસે, પરંતુ પોતાના શુદ્ધાત્મા પાસે ગયા હતા ને. આહાહા!